________________
૩૦૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સદાગમના બળથી સંયમની ઉચિત ક્રિયાઓ કરીને ચારિત્રના બળને તેજસ્વી કરે છે અને મહામોહના સૈન્યને સતત ક્ષીણ કરે છે. તેથી ચારિત્ર રાજાનાં સર્વ કાર્યોનો ઉપદેશ દેનાર સદાગમ બીજો પુરુષ પ્રધાન છે.
વળી, જે સંસારી જીવો મોક્ષમાં જાય છે તેમાં પ્રધાન કારણ કેવલજ્ઞાન જ છે; કેમ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી કર્મબંધના નાશના અશેષ ઉપાયોને જાણીને ઉચિતકાળે તે મહાત્મા યોગનિરોધ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ રીતે સ્વઅંગભૂત પાંચ પુરુષોથી યુક્ત સદ્ધોધનું સ્વરૂપ વિમર્શ પ્રકર્ષને બતાવ્યું. તેથી તે પૂછે
સંતોષ રાજા ક્યાંય દેખાયો નહીં. તેથી હવે ચારિત્રના સૈન્યમાં સંતોષ કોણ છે ? તે બતાવતા વિમર્શ કહે છે – જે દશ પ્રકારના યતિધર્મમાં સંયમ નામનું પ્રથમ મહાવ્રત છે તેની આગળ સંતોષ બેઠેલો છે. તેથી એ પ્રાપ્ત થાય કે સુસાધુ પ્રથમ મહાવ્રત પાલન કરે છે. ત્યારે તેઓને સંસારના સર્વ ભાવો પ્રત્યે ઉપેક્ષા છે અને આત્માના નિરાકુળભાવમાં સ્થિર થવાની ઉત્કટ ઇચ્છા છે. તેથી જ સતત આત્માના અનિચ્છાભાવમાં યત્ન કરીને સંયમની વૃદ્ધિ કરે છે. તેથી સંયમની સાથે તેના અંગભૂત સંતોષ રહેલો છે. આ પ્રકારે વિમર્શનું વચન સાંભળીને પ્રકર્ષ કહે છે, મહામોદાદિ સંતોષને નાશ કરવા માટે પોતાના નગરોમાંથી નીકળીને પ્રમત્ત નદી પાસે આવેલા. તેથી સંતોષ ચારિત્રનો મૂલનાયક કેમ નથી ? વસ્તુતઃ શત્રુનું સૈન્ય રાજાને જીતવા જાય ત્યારે પણ મૂલનાયકને જીતવા જાય છે અને પ્રસ્તુતમાં મૂલનાયક સંયમ છે. અને સંતોષ તેનો પદાતિ છે. તેથી પ્રકર્ષને શંકા થાય છે કે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે મહામોહાદિનું સૈન્ય સંતોષને જીતવા અર્થે નગરમાંથી નીકળેલું છે તેથી સંતોષ અવશ્ય ચારિત્ર સૈન્યનો મૂલનાયક હોવો જોઈએ. તેના સમાધાનરૂપે વિમર્શ કહે છે. ચારિત્ર સૈન્યમાં સંતોષ શૂરવીર છે, નીતિમાં તત્પર છે, દક્ષ છે, સંધિ અને વિગ્રહનો જાણનાર છે તેથી મૂલ એવા ચારિત્ર રાજાએ સંતોષને પોતાના સૈન્યનું પાલન કરવા માટે મુખ્ય પુરુષ રૂપે સ્થાપન કર્યો છે તોપણ મૂલરાજા ચારિત્ર છે અને સંતોષ તેનો પદાતિ છે.
(૧) આનાથી એ પ્રાપ્ત થાય કે જીવના ચિત્તમાં જ્યારે અનિચ્છાને અભિમુખ પરિણામ થાય છે ત્યારે બાહ્ય ભાવો પ્રત્યે સંતોષ વર્તે છે અને તે સંતોષનો પરિણામ મોહને નાશ કરવામાં અત્યંત શુરવીર છે; કેમ કે અસંતોષના બળથી જ સર્વ પ્રકારના મોહના પરિણામો ચિત્તવૃત્તિમાં પ્રગટે છે. વળી, સંતોષ તરતમતાની અનેક ભૂમિકાવાળો છે. તેથી જે જીવમાં જે પ્રકારે સંતોષને અનુકૂળ ઉચિત યત્ન થઈ શકે તે પ્રકારના સંતોષપૂર્વક તે જીવ મોહનો નાશ કરે છે. (૨) વળી, સંતોષ શત્રુના નાશ માટે કઈ નીતિ અપનાવવી જોઈએ તેને જાણવામાં પણ કુશળ છે. આથી જ જેનું ચિત્ત સાધુની જેમ સર્વથા સંયમમાં જવા સમર્થ નથી તેવા પણ શ્રાવકો સ્વભૂમિકાનુસાર સંતોષમાં યત્ન કરીને સંતોષના બળથી મોહના સૈન્યને ક્ષીણ કરે છે. (૩) વળી સંતોષ શત્રુને નાશ કરવામાં દક્ષ છે, તેથી જ જે જીવમાં સંતોષ ગુણ છે જે અંશમાં આવિર્ભાવ પામે છે તે સંતોષ ગુણ તે તે ઉચિત પ્રવૃત્તિઓ દ્વારા મોહનું સૈન્ય ક્ષીણ કરીને ચિત્તવૃત્તિ અટવીમાં ચારિત્રના સૈન્યને પુષ્ટ પુષ્ટતર કરે છે. તેથી સંતોષ ચારિત્રની સેનાના પાલનમાં દક્ષ છે. (૪) વળી, યુદ્ધ કરવામાં કુશળ સેનાપતિ ક્યારે શત્રુ સાથે સંધિ કરવી જોઈએ અને ક્યારે વિગ્રહ કરવો જોઈએ તે જાણે છે. તેથી જ્યારે શત્રુનું બળ પ્રચુર હોય ત્યારે સંધિ કરવા યત્ન કરે છે અને પોતાનું બળ અધિક જણાય તો શત્રુ સંધિ