________________
૨૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પ્રયત્ન કરે છે. આ રીતે સમ્યગ્દર્શન ચારિત્રધર્મના બળને પોષનાર છે અને મિથ્યાદર્શન મહામોહના બળને પોષનાર છે. તેથી સમ્યગ્દર્શનનો પરમશત્રુ મિથ્યાદર્શન જ છે. જો કે સમ્યગ્દષ્ટિ જીવોને આખું મહામોહનું સૈન્ય શત્રુરૂપે જ જણાય છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો મહામોહનો નાશ કરવા માટે શક્તિ અનુસાર યત્ન કરે છે તોપણ પ્રધાનરૂપે તેઓને મિથ્યાદર્શન જ શત્રુરૂપે જણાય છે; કેમ કે મિથ્યાદર્શન મુનિઓને પણ માર્ગથી પાત કરે છે અને શ્રાવકોને પણ માર્ગથી પાત કરે છે અને ચારિત્રસૈન્યનો નાશ કરવામાં પ્રબલ કારણ છે તેથી સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રધર્મની પુષ્ટિ માટે યત્ન કરે છે તે સર્વ કરતાં પ્રધાન યત્ન સમ્યગ્દર્શનને સ્થિર કરવા યત્ન કરે છે.
વળી, આ સમ્યગ્દર્શન મિથ્યાત્વના ક્ષયથી, ક્ષયોપશમથી અને ઉપશમથી થાય છે. વળી આ સમ્યગ્દર્શન કેટલાક જીવોને સ્વભાવથી થાય છે અર્થાત્ નિસર્ગથી થાય છે તો કેટલાક જીવોને સદ્ધોધમંત્રી સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કેટલાક જીવોને અકામનિર્જરાથી તે પ્રકારની નિર્મળમતિ પ્રગટે છે જેના કારણે વસ્તુ જેવી હોય તેવી જ દેખાય છે. તેથી સંસારની રૌદ્રતાને યથાર્થ જાણીને તેના કારણભૂત કષાયોની વિડંબનાને યથાર્થ જાણીને તેના ઉચ્છેદના અર્થ થાય છે. તો કેટલાક જીવોને ઉપદેશક આદિ મળે તો વસ્તુને જોવાની નિર્મળમતિ પ્રગટે છે. તેથી તે જીવોને જિનવચનરૂપી સદ્ધોધમંત્રી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવે છે. આથી જ ઉપદેશાદિ નિમિત્તને પામીને ઘણા જીવો સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે.
વળી, આ સમ્બોધ કેવા સ્વરૂપવાળો છે ? તે બતાવતાં કહે છે – આત્માના હિતને સાધનાર એવા સર્વ પ્રકારના પુરુષાર્થને સૌંધમંત્રી જાણે છે. તેથી જે જીવમાં સર્બોધ પ્રગટે છે તે જીવ સ્વભૂમિકાનું સમ્યગુ. આલોચન કરીને ક્વચિત્ ધર્મ-અર્થ-કામ રૂપ પુરુષાર્થને સેવે તોપણ તે એકાંતે ધર્મની વૃદ્ધિ કરીને મોક્ષનું કારણ બને છે. આથી જ નિર્મળકોટિના સર્બોધવાળા તીર્થકરો ગૃહસ્થ અવસ્થામાં અર્થ-કામ પુરુષાર્થને તે જ રીતે સેવે છે કે જેથી ભોગ આપાદક ક્લેશ ક્ષીણ ક્ષીણતર થાય. વળી, સર્વવિરતિને અનુકૂળ ચિત્ત સંપન્ન થાય છે ત્યારે સર્વ ઉદ્યમથી ધર્મપુરુષાર્થને સેવીને મોક્ષ પુરુષાર્થને સાધે છે. તેનું કારણ તેઓમાં પ્રગટ થયેલો સદ્ધોધમંત્રી છે.
વળી, આ સમ્બોધ ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યના સર્વ ભાવોને જાણવા સમર્થ છે અને તે ભાવો સાક્ષાત્ સન્મુખ હોય કે દૂરવર્તી હોય, સૂક્ષ્મ હોય કે બાદર હોય તે સર્વને યથાર્થ જાણે છે, કેમ કે આ સમ્બોધ જ્ઞાનાવરણીયના ક્ષય ક્ષયોપશમથી પ્રગટ થયેલો જીવનો પરિણામ છે. તેથી જેમ જેમ ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય છે તેમ તેમ જીવમાં અધિક જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે અને અંતે ક્ષાયિકજ્ઞાન પ્રગટ થાય છે. અને તે જગતના સર્વ ભાવોને સર્વથા યથાર્થરૂપે જોઈ શકે છે. વળી, આ સર્બોધ જ્ઞાનસંવરણનો પ્રતિપક્ષ છે, તેથી જ્ઞાનસંવરણના ક્ષયોપશમથી અને ક્ષયથી થાય છે માટે બે ભેદવાળો છે. અને તેની અવગતિ નામની પત્ની છે. જે તેની સાથે અત્યંત તાદાસ્યભાવવાળી છે, તેથી સમ્બોધના પ્રાણસ્વરૂપ જ વર્તે છે. એનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવરૂપ જે જ્ઞાન વર્તે છે તે જ્ઞાનથી તે જીવને જગતના ભાવોનો યથાર્થ બોધ થાય છે તે અવગતિ છે અને જે જીવનું જેટલું આવરણ ખસે છે તે જીવમાં તેટલો સમ્બોધ પ્રગટે છે અને તેના કારણે તે જીવને જગતના ભાવોનો અવગમ યથાર્થ થાય છે.