________________
૨૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ આનાથી એ ફલિત થાય કે જૈનનગરમાં રહેલા જીવો હંમેશાં સર્વવિરતિનું સ્વરૂપ, દેશવિરતિનું સ્વરૂપ, સર્વવિરતિની સાથે અવિનાભાવિ સદ્ભાવસારતાનું સ્વરૂપ અને દેશવિરતિની સાથે અવિનાભાવિ સદ્ગણરક્તતાનું સ્વરૂપ ભાવન કરે છે, તેથી તેઓનું ચિત્ત હંમેશાં મુનિઓના ગુણોથી રંજિત હોય છે અને આત્માનું પારમાર્થિક સ્વરૂપ સિદ્ધતુલ્ય છે તેના ભાવનથી રંજિત હોય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય આ સર્વવિરતિધર્મ છે. તેથી જેઓમાં તેવું બળસંચય થયું નથી તેઓ પણ દેશથી આરંભ-સમારંભનું નિવારણ કરીને સદ્ગણની વૃદ્ધિ કરનારા છે. તેથી જૈનપુરમાં વર્તતા જીવોમાં હંમેશાં કષાયોનું કાળુષ્ય ક્ષીણ ક્ષીણતર થાય છે તેથી તેઓના ચિત્તમાં સતત આનંદ વર્તે છે. ભવચક્રમાં વસવા છતાં બાહ્ય નિમિત્ત પ્રાયઃ તે જીવોના ચિત્તમાં
ક્લેશ, ખેદ, ઉદ્વેગ ઉત્પન્ન કરી શકતા નથી. ક્વચિત્ પ્રતિકૂળ સંયોગમાં ક્ષણભર ચિત્ત કષાયોથી આકુળ બને તો ખેદાદિ થાય તોપણ તેઓના ચિત્તમાં વર્તતા વિવેકના બળથી તે ભાવો શીધ્ર નિવર્તન પામે છે. તેથી અહીં કહ્યું કે જૈનપુરમાં વસતા જીવોને આ બંને રાજપુત્રો ભાર્યા સહિત સતત આનંદને કરનારા છે.
વળી, આ બંને રાજપુત્રનું યતિધર્મ અને ગૃહિધર્મનું પાલન કરનાર સમ્યગ્દર્શન નામનો મહત્તમ પિતાએ સ્થાપન કર્યો છે. તેથી સમ્યગ્દર્શન રહિત ક્યારેય પણ સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ દેખાતો નથી. અને આ સમ્યગ્દર્શન જ તે બંનેની અત્યંત વૃદ્ધિ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓને સંસારની રૌદ્રતા સ્પષ્ટ દેખાય છે, મુક્ત અવસ્થા સ્પષ્ટ સારરૂપ દેખાય છે અને તેના ઉપાયરૂપ જ સમ્યગૂ રીતે સેવાયેલો દશ પ્રકારનો યતિધર્મ નિઃસંગતતાની વૃદ્ધિ દ્વારા સંસારના છેદનું કારણ દેખાય છે તે જીવો સમ્યગ્દર્શનવાળા છે. વળી તે જીવમાં વર્તતું સમ્યગ્દર્શન તે જીવે જો સર્વ-વિરતિ સ્વીકારી હોય તો તે જીવની સર્વવિરતિનું પાલન કરે છે અને સર્વવિરતિની સતત વૃદ્ધિ કરે છે, તેથી સમ્યગ્દર્શનના બળથી તે યતિધર્મવાળા મહાત્માઓ ઉત્તરોત્તરનાં સામાયિકનાં સ્થાનોને પ્રાપ્ત કરે છે અને પ્રગટ થયેલા સામાયિક ભાવનું રક્ષણ કરે છે. વળી, કોઈક નિમિત્તથી તેમનું સમ્યગ્દર્શન મલિન થાય છે ત્યારે તેઓ પાતને અભિમુખ બને છે અને અંતે પાતને પણ પામે છે. વળી, જે શ્રાવકોએ દેશવિરતિધર્મ સ્વીકાર્યો છે તેમાં પણ જો સમ્યગ્દર્શન વર્તતું હોય તો તે સમ્યગ્દર્શન દેશવિરતિનું સમ્યક્ષાલન કરાવે છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ કરાવે છે. આથી જ સમ્યગ્દર્શનના સહકારથી દેશવિરતિ અને સર્વવિરતિને અનુકૂળ જીવમાં વીર્યનો સંચય થાય છે અને કોઈક નિમિત્તથી જૈનપુરમાં રહેલા ગૃહિધર્મવાળા જીવમાં પણ સમ્યગ્દર્શન પ્લાન થાય તો તેઓ પાતને અભિમુખ થાય છે અને શીધ્ર સાવધાન ન થાય તો પાતને પણ પ્રાપ્ત કરે છે. આથી જ જૈનનગરમાં વસવાની ઇચ્છાવાળાએ સતત સંસારનું રૌદ્ર સ્વરૂપ, સંસારથી પર અવસ્થા કઈ રીતે હિતકારી છે અને ભગવાનનું વચન કઈ રીતે તેની પ્રાપ્તિનો ઉપાય છે તેનું નિપુણતાપૂર્વક અવલોકન કરીને સમ્યગ્દર્શનને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ.
વળી, તે સમ્યગ્દર્શન કેવા સ્વરૂપવાળું તે બતાવતાં કહે છે. જે જીવાદિ સાત તત્ત્વો કહ્યાં છે તેમાં દઢ નિશ્ચય કરાવનાર સમ્યગ્દર્શન છે. તેથી જીવ, અજીવ, આસવ, સંવર ઇત્યાદિ ભાવોને સમ્યગ્દષ્ટિ જીવો સદા જાણતા હોય છે અને સૂક્ષ્મ સૂક્ષ્મ જાણવા યત્ન કરતા હોય છે જેના બળથી જ તેઓ જિનતુલ્ય થવા ઉદ્યમવાળા થાય છે અને ભવચક્રને સતત પરાક્ષુખ રહે છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવોનું ચિત્ત મોક્ષમાં હોય છે, દેહથી જ ભવમાં છે. વળી, સમ્યગ્દર્શનવાળું ચિત્ત શમ, સંવેગાદિ ભાવોથી વાસિત છે; કેમ કે