________________
૨૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
જે કારણથી ક્યારેક સંતોષ તંત્રપાલ શત્રુની સંહતિનો જય કરે છે, કવચિત્ તે પણ મહામોહાદિ રાજાઓ સમર્થ થાય છે. ll૨૫૧il શ્લોક :
एवञ्च स्थितेसदा सैन्यद्वयस्यास्य, रुषाऽन्योऽन्यं जिगीषतः ।
कालो गच्छति पद्माक्ष! न जाने किं भविष्यति? ।।२५२।। શ્લોકાર્ચ -
આ રીતે સ્થિત હોતે છતે=ચિત્તવૃત્તિમાં સંતોષ અને મોહરાજા વચ્ચે સતત યુદ્ધ થઈ રહ્યું છે કોઈ જય-પરાજય પામતા નથી એ પ્રમાણે સ્થિત હોતે છતે, સદા અન્યોન્ય જીતવાની ઈચ્છાવાળા એવા આ સૈન્યદ્રયના રોષથી કાલ પસાર થાય છે. હે પદ્માક્ષ !=કમળ જેવા નેત્રવાળા પ્રકર્ષ ! શું થશે હું જાણતો નથી ? llરપરા શ્લોક -
स एष दर्शितस्तुभ्यं, मया सन्तोषतन्त्रपः ।
आख्यातश्चास्य वृत्तान्तो, यत्र तेऽत्यन्तकौतुकम् ।।२५३।। શ્લોકાર્ચ -
તે જ સંતોષ તંત્રપાલ મારા વડે તને દેખાડાયો. અને આનો વૃતાંત=સંતોષ તંત્રપાલને મહામોહાદિ જીતવા કેમ આવ્યા છે એનો વૃત્તાંત, કહેવાયો. જેમાં=જે વૃતાંતમાં અને સંતોષના વિષયમાં, તને અત્યંત કૌતુક છે. રપ૩ શ્લોક :
या त्वस्य पार्श्वे पद्माक्षी, दृश्यते वत्स! बालिका ।
सा निष्पिपासिता नाम, भार्याऽस्यैव वरानना ।।२५४ ।। શ્લોકાર્ધ :
હે વત્સ ! જે વળી આની બાજુમાં સુંદર ચક્ષવાળી બાલિકા દેખાય છે તે નિપિપાસા નામની આની જ=સંતોષની જ, સુંદર મુખવાળી પત્ની છે. રિપ૪ll શ્લોક :
शब्दरूपरसस्पर्शगन्धेषु सुधियां मनः । निस्तृष्णकं करोत्येषा, रागद्वेषविवर्जितम् ।।२५५।।