________________
૨૫૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
વળી, હે વત્સ ! ભવન ઉદરમાં વર્તનારા સર્વ જ જીવોને સુખને દેનારો આ અમૃત ચારિત્રધર્મ કોને દુઃખને દેનારો છે? અર્થાત્ કોઈને દુઃખને દેનારો નથી. I૧૩૮ll શ્લોક :
तथापि पापिनः सत्त्वा, भवचक्रनिवासिनः ।
एके नैनं विजानन्ति, निन्दन्त्यन्ये विपुण्यकाः ।।१३९।। શ્લોકાર્ચ -
તોપણ એક પ્રકારના ભવચક્રવાસી પાપી જીવો આને ચારિત્રધર્મને, જાણતા નથી. અન્ય પુણ્ય રહિત નિંદા કરે છે. II૧૩૯II ભાવાર્થ :
પૂર્વમાં વિમર્શ જૈનપુરમાં વર્તતા લોકો કેવા સુખમાં વર્તે છે તેનું સ્વરૂપ બતાવ્યું. તે સાંભળીને પ્રકર્ષ કહે છે. તેવું સ્વરૂપ જૈનપુરમાં રહેલા જીવોમાં દેખાતું નથી, પરંતુ જેમ ભવચક્રવાસી જીવો મહામોહાદિથી ગ્રસ્ત છે તેમ જૈનપુરમાં રહેલા જીવો પણ મહામોહાદિથી ગ્રસ્ત જ દેખાય છે. કઈ રીતે જૈનપુરમાં વસનારા મહામોહાદિથી ગ્રસ્ત છે ? તે સ્પષ્ટ કરતાં પ્રકર્ષ કહે છે – જેમ સંસારી જીવો ભોગાદિમાં મૂર્છા કરે છે તેમ જૈનપુરમાં વસનારા જીવો પણ ભગવાનના બિંબમાં મૂર્છા કરે છે. જેમ સંસારી જીવો ધનઅર્જનાદિમાં રાગ કરે છે તેમ જૈનશાસનમાં વર્તતા મહાત્માઓ સ્વાધ્યાય કરવામાં રાગ કરે છે. આ રીતે જે જે પ્રકારના ભાવો સંસારી જીવો મોહને વશ કરે છે તેવા જ ભાવો ભિન્ન ભિન્ન વિષયને આશ્રયીને જેનપુરમાં વસનારા જીવો કરે છે એમ પ્રકર્ષ કહે છે. તેને વિમર્શ કહે છે –
આ મહામોહાદિ ભાવો બે પ્રકારના છે. એક જીવોને માટે શત્રુરૂપ છે અને બીજા જીવના અતુલ બંધુઓ છે. તેથી ભવચક્રમાં પ્રથમ પ્રકારના મહામોહાદિ છે તે અપ્રશસ્તકષાયો સ્વરૂપ છે અને તે સંસારી જીવોને ભવચક્રમાં વિનાશ કરે છે. જ્યારે પ્રશસ્તકષાયોરૂપ મહામોહાદિ ભાવો સંસારી જીવોને મોક્ષપ્રાપ્તિ પ્રત્યે પ્રબલ કારણ છે. આથી જ જે રાગાદિ ભાવો સંસારી જીવોને મોહની વૃદ્ધિ કરાવે છે તે જ સર્વ રાગાદિ ભાવો જૈનશાસનમાં રહેલા જીવો મોક્ષમાર્ગના ઉપાયભૂત ઉચિત આચરણામાં કરે છે. તેથી ભગવાનના બિંબમાં વર્તતી મૂર્છા પણ વિવેકી એવા જૈનોની બાહ્ય પદાર્થોમાં મૂર્છાનો ત્યાગ કરાવીને વીતરાગતાનું કારણ બને છે. સ્વાધ્યાય કરવામાં વર્તતો તેઓનો રાગ જ સંવેગની વૃદ્ધિ કરાવીને સંસારના ક્ષયનું કારણ બને છે. સાધર્મિક જનોમાં તેઓના ગુણને કારણે વર્તતો સ્નેહ સાધર્મિકના ગુણો પ્રત્યે હોવાથી ગુણવૃદ્ધિનું કારણ જ બને છે. સદનુષ્ઠાનમાં વર્તતી તેઓની પ્રીતિ કષાયોને વશ થતા અસદનુષ્ઠાનના સંસ્કારોનો નાશ કરીને ઉચિત પ્રવૃત્તિ કરાવવા દ્વારા સામાયિકના પરિણામની જ વૃદ્ધિ કરે છે. ગુણસંપન્ન એવા ગુરુઓના દર્શનમાં વર્તતા તોષ ગુરુતુલ્ય ગુણોની પ્રાપ્તિનું કારણ બને છે. શાસ્ત્રઅધ્યયન દ્વારા પ્રાપ્ત થતા સૂક્ષ્મ