________________
૨૮૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ હોતે છતે, આ=સમ્યગ્દર્શન નામનો મહત્તમ, કોઈક કારણને પ્રાપ્ત કરીને પ્રતિપક્ષના=મિથ્યાદર્શનના, ક્ષયથી અથવા પ્રશમથી અથવા ઉભયથી=ક્ષયોપશમથી, ત્રણ રૂપવાળો થાય છે. ll૧૩
सबोधाऽवगती
શ્લોક :
तच्च रूपत्रयं वत्स! जायेताऽस्य स्वभावतः । यद्वा संपादयत्येष, मन्त्री सद्बोधनामकः ।।२१४।।
સમ્બોધ અને તેની પત્ની અવગતિ
શ્લોકાર્ય :
અને આના=સમ્યગ્દર્શનના, તે રૂપત્રય હે વત્સ ! સ્વભાવથી થાય છે અથવા આ સબોધ નામનો મંત્રી ચારિત્રધર્મરાજાનો આ સમ્બોધ નામનો મંત્રી, સંપાદન કરે છે. ll૧૪ll
શ્લોક :
अयं हि सचिवो वत्स! सद्बोधो भवनोदरे । तन्नास्ति यन्न जानीते, पुरुषार्थप्रसाधकम् ।।२१५ ।।
શ્લોકાર્ધ :
દિ જે કારણથી, હે વત્સ ! પ્રકર્ષ ! આ સમ્બોધ સચિવ ભુવનના ઉદરમાં પુરુષાર્થપ્રસાધક તે નથી કે જે જાણતો નથી=આત્માના હિત પ્રસાધક એવા સર્વ ઉપાયોને જાણે છે. ll૨૧૫ll. બ્લોક :
भवद्भूतभविष्यत्सु, भावेषु भवभाविषु ।
विज्ञातुं प्रभवत्येष, सूक्ष्मव्यवहितेषु च ।।२१६ ।। શ્લોકાર્ય :
આ=સદ્ધોધ વર્તમાનના થતા, ભૂતકાળના થયેલા અને ભવિષ્યના થનારા એવા ભાવો વિષયક અને સૂક્ષ્મવ્યવહિત સંસારમાં થનારા ભાવો જાણવા માટે સમર્થ છે. ll૧૬ાાં
શ્લોક :
किञ्चात्र बहुनोक्तेन? जगदेष चराचरम् । अनन्तद्रव्यपर्यायं वीक्षते विमलेक्षणः ।।२१७।।