________________
૨૭૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કરે છે, જેનાથી તીર્થકર અદત્તનો પરિહાર થાય છે. એ રીતે જ સ્વામી-અદત્ત, જીવઅદત્ત અને ગુરુઅદત્તનો પરિહાર કરીને સુસાધુ આત્માને શુચિ કરે છે અર્થાત્ પવિત્ર કરે છે તે અદત્તાદાનના પરિહારરૂપ ત્રીજું મહાવ્રત છે.
(૯) અકિંચન :- વળી નવમો યતિધર્મ અકિંચન છે. જે મુનિઓને અતિવલ્લભ છે અને મુનિઓને મનોહર કરે છે. તેથી સ્વયં પણ મનોહર છે અને જેના બળથી મુનિઓ સતત ભાવન કરે છે કે મારું કંઈ નથી, હું કેવલ આત્મા છું. નિરાકુલ સ્વરૂપ હું છું. દેહ હું નથી, ધનાદિ હું નથી. બાહ્ય પદાર્થો કોઈ મારા નથી. આ પ્રકારે અકિંચનભાવનાથી ભાવિત થઈને મુનિ જગતના સર્વ ભાવો પ્રત્યે પરમ ઉપેક્ષાભાવવાળા થાય છે અને આત્માના નિરાકુળસ્વભાવમાં સ્થિર થાય છે અને તેના સ્વૈર્ય અર્થે તે તે કાળમાં તે તે સંયમની ઉચિત ક્રિયાઓ કરે છે. જે સર્વ ક્રિયા અકિંચનભાવનાથી ભાવિત ચિત્તના નિયંત્રણથી મુનિઓ કરે છે, જે મુનિઓને બાહ્ય અને અંતરંગ પરિગ્રહ રહિત કરે છે અર્થાત્ બાહ્ય પદાર્થો પ્રત્યે અસંશ્લેષવાળું ચિત્ત કરે છે અને અંતરંગ કષાયોમાં અપ્રવર્તન થાય તેવા ચિત્તને પ્રવર્તાવે છે. જેથી મુનિનું ચિત્ત શુદ્ધ સ્ફટિક જેવું નિર્મલ નિર્મલતર થાય છે; કેમ કે પરિગ્રહથી જ ચિત્ત અનિર્મલ થાય છે અને અપરિગ્રહ ભાવનાથી ચિત્ત નિર્મલ થાય છે. આ અકિંચન સાધુનું પાંચમું મહાવ્રત છે.
(૧૦) યતિધર્મ - વળી દશમો યતિધર્મ બ્રહ્મચર્ય છે જે આત્માના બ્રહ્મ સ્વભાવમાં જવામાં અત્યંત મુનિઓને પ્રવર્તક છે. બ્રહ્મસ્વભાવમાં જવામાં અત્યંત બાધક વેદના ઉદયજન્ય વિકારો છે અને તે વિકારો વિક્રિય શરીર સંબંધી કે ઔદારિક શરીર સંબંધી સ્ત્રીઓ પ્રત્યેના રાગનો પરિણામ છે. જ્યાં સુધી વેદનો ઉદય છે, ત્યાં સુધી નિમિત્તને પામીને તે પ્રકારનો ભાવ જીવને થવાનો સંભવ છે તોપણ દશમા યતિધર્મનું અવલંબન લઈને મુનિઓ મન-વચન-કાયાને તે રીતે પ્રવર્તાવે છે કે જેથી અબ્રહ્મ કૃત, કારણ, અનુમોદનથી ચિત્તમાં સ્થાન પ્રાપ્ત કરતું નથી. જેથી આત્મામાં રહેલા વેદના ઉદયની શક્તિ સતત ક્ષીણ થાય છે અને અવેદી થવાને અનુકૂળ મુનિઓ બ્રહ્મચર્યના બળથી શક્તિસંચયવાળા થાય છે. મુનિઓનું આ ચોથુ મહાવ્રત છે.
વળી, આ યતિધર્મની પત્ની સદ્ભાવસારતા છે અર્થાત્ આત્માનો સદ્ભાવ સિદ્ધાવસ્થાતુલ્ય જીવની પરિણતિ છે અને તેને પ્રગટ કરવું તે જ મુનિઓ માટે સાર છે. તેથી મુનિઓ તેવા સદ્ભાવસારતાના પરિણામથી આત્માને અતિ વાસિત કરે છે અને આ સર્ભાવસારતા મુનિના ચિત્તમાં વર્તે તો દશવિધ યતિધર્મ જીવે છે. અને આ સર્ભાવસારતાથી અભાવિત મુનિનું ચિત્ત થાય ત્યારે મુનિના ચિત્તમાં યતિધર્મનું મૃત્યુ થાય છે. તેથી યતિધર્મ સભાવસારતા પ્રત્યે અત્યંત રક્તચિત્તવાળો છે.
द्वादशव्रतयुक्तगृहिधर्मवर्णनम्
બ્લોક :
यः पुनदृश्यते तात! द्वितीयोऽयं कुमारकः । गृहिधर्माभिधानोऽसौ, कनिष्ठोऽस्य सहोदरः ।।१९०।।