________________
૨૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
આ જીવતિ હોતે છતે જીવે છે=જ્યતિધર્મ જીવે છે. આના=સદ્ભાવસારતાના, મરણમાં જીવતો નથી-યતિધર્મ જીવતો નથી. આમાં=સદ્ભાવસારતામાં, આ રાજપુત્ર સદા રક્તચિત્તવાળો છે. ll૧૮૮II શ્લોક :
किञ्चेह बहुनक्तेन? दाम्पत्यमिदमीदृशम् ।
निर्मिथ्यस्नेहगर्भार्थं, न दृष्टं कुत्रचिन्मया ।।१८९।। શ્લોકાર્થ :
વધારે કહેવાથી શું? આમને આવા પ્રકારનું દામ્પત્ય નિર્મિધ્ય સ્નેહગર્ભાર્થવાળું ક્યાંય મારા વડે જોવાયું નથી. ll૧૮૯ll ભાવાર્થ :
પૂર્વમાં ચારિત્રધર્મ ચાર મુખવાળું છે તેનું વર્ણન કર્યું અને બતાવ્યું કે ચિત્તસમાધાનમંડપમાં નિઃસ્પૃહતા નામની વેદિકા અને તેના ઉપર જીવવીરૂપ આસન છે અને તેના ઉપર ચાર મુખવાળા ચારિત્રધર્મરાજા બેસે છે. તેથી જે જીવોનું ચિત્ત સમાધાનને પામેલું છે, નિઃસ્પૃહ થવા માટે પ્રયત્નશીલ છે, વળી તેઓનું જીવવીર્ય આત્માના નિરાકુળભાવમાં સ્થિર થવા પ્રયત્નશીલ છે, તેઓના ચિત્તમાં ચારિત્રધર્મ રૂપ તીર્થકરો વસેલા છે. તેઓ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂપ તે જીવને સતત બતાવે છે અને તે જીવ સ્વશક્તિ અનુસાર તે ચારિત્રધર્મને સેવે છે. તેવા જીવો જૈનનગરમાં વસનારા છે. તે ચારિત્રધર્મની પત્ની વિરતિ છે અને તે વિરતિ પણ ચારિત્રના સમાનગુણ અને વીર્યવાળી છે. તેથી તે વિરતિ લોકોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને કષાયોની અનાકુળતા ઉત્પન્ન કરે છે તેથી લોકોને આલ્હાદ કરનારી છે અને ચારિત્રધર્મ સાથે તાદાસ્યભાવથી રહેલી છે.
ચારિત્રનો પ્રથમ મિત્ર સામાયિક છે. વળી, ચારિત્રના અંગભૂત પાંચ મિત્ર રાજાઓ છે. જે સામાયિક આદિ પાંચ પ્રકારના સંયમના પરિણામરૂપ છે. જે જીવોને સંપૂર્ણ પાપની નિવૃત્તિ થઈ છે તે જીવોને આ સામાયિકનો પરિણામ કષાયોના ઉન્મેલનને અનુકૂળ યત્ન કરાવીને અનાદિના પાપના સંસ્કારો અને અસામાયિકના પરિણામથી સેવાયેલાં પાપ કરાવનારા કર્મો છે તેનો ઉચ્છેદ કરે છે; કેમ કે અસામાયિકના પરિણામથી જ જીવ કર્મબંધ કરે છે અને સામાયિકના પરિણામથી પૂર્વનાં બંધાયેલાં કર્મોનો નાશ કરે છે અને જેમ જેમ સામાયિકનો પરિણામ અધિક અધિક ક્ષયોપશમભાવવાળો થાય છે તેમ તેમ અસામાયિકથી સંચિત થયેલાં અનંતભવોનાં પાપો ક્ષીણ ક્ષીણતર થાય છે. આ સામાયિકનો પરિણામ જ ક્ષપકશ્રેણીમાં ક્ષાયિકભાવને અતિઆસન્ન બને છે ત્યારે તે મહાત્મા સંપૂર્ણ મોહનો નાશ કરીને વીતરાગ બને છે. જૈનપુરમાં રહેનારા સુસાધુઓ તે સામાયિકને સેવનારા છે.