________________
૨૭૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
વળી, ચારિત્રનો બીજો મિત્ર છેદોપસ્થાપનીય છે. જે જીવો પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનમાં થાય છે તેઓ સામાયિકને સ્વીકાર્યા પછી વિશેષ તપ અને વિશેષ પકાયના પાલનનો ઉચિત બોધ કર્યા પછી છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત કરે છે. જેનાથી પૂર્વના સામાયિકના પરિણામમાં અતિશયતા આવે છે. અથવા કોઈપણ સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી પ્રમાદવશ કોઈક વિશિષ્ટ પાપ સેવે ત્યારે તેઓને મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે તેની શુદ્ધિ અર્થે છેદોપસ્થાપનીય સામાયિક દ્વારા વિશેષથી તે પાપનો નાશ કરવા સાધુઓ યત્ન કરે છે.
વળી, ત્રીજો મિત્ર પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે. પહેલા અને છેલ્લા તીર્થકરના કાળમાં અઢાર માસનો તપવિશેષ છે જેનાથી પરિહારવિશુદ્ધિ નામના ચારિત્રની મહાત્માઓને પ્રાપ્તિ થાય છે. જેનાથી વિશેષ પ્રકારના સામાયિકના પરિણામની જ પ્રાપ્તિ છે તોપણ સામાયિકચારિત્ર કરતાં છેદોપસ્થાપનીય ચારિત્ર જુદું છે તેમ પરિહારવિશુદ્ધ ચારિત્ર સંયમસ્થાનની અપેક્ષાએ જુદું છે.
વળી, ચોથું સંયમસ્થાન સૂક્ષ્મ સંપરાય છે. જે ઉપશમશ્રેણીવાળા કે ક્ષપકશ્રેણીવાળા મુનિઓને દશમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે જ્યાં સૂક્ષ્મલોભ માત્ર ઉદયમાં આવે છે ઉપશમશ્રેણીવાળા ઉપશમના પરિણામવાળા છે. માત્ર સૂક્ષ્મલોભનો ઉદય છે અને ક્ષપકશ્રેણીવાળા મોહના ક્ષયના પરિણામવાળા છે અને સૂક્ષ્મલોભનો ઉદય છે તેથી તેઓને સામાયિકનો પરિણામ જ અતિશય નિર્મળ વર્તે છે.
વળી, ત્યારપછી પાંચમો મિત્ર યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે. ભગવાને જે પ્રકારે સામાયિકનો પરિણામ કહ્યો છે તે પ્રકારે જ તેઓને ઉપશમભાવનો સામાયિકનો પરિણામ છે અને ક્ષાયિકભાવનો સામાયિકનો પરિણામ છે. ઉપશમશ્રેણીવાળા ૧૧મા ગુણસ્થાનકમાં રહેલા મુનિને યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે અને ક્ષપકશ્રેણીવાળા મુનિને ૧૨માં ગુણસ્થાનકે યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ થાય છે.
વળી, આ ચારિત્રધર્મ અને વિરતિના સર્વવિરતિ અને દેશવિરતિરૂપ બે પુત્રો છે. તેમાંથી રાજ્યને ધારણ કરનાર શ્રેષ્ઠ પુત્ર યતિધર્મ છે. વળી જૈનનગરમાં જે સુસાધુઓ વર્તે છે તેઓને આ યતિધર્મરૂપ રાજપુત્ર અત્યંત પ્રિય છે. અને આ યતિધર્મ દશ પુરુષોથી પરિવારિત છે. તેથી એ પ્રાપ્ત થાય કે જૈનપુરમાં જેઓ રહેલા છે અને જેઓની ચિત્તવૃત્તિમાં પરમગુરુ સ્થિર વસેલા છે અને તેઓમાં વિરતિનો પરિણામ અત્યંત સ્કુરાયમાન થઈ રહ્યો છે, તેનાથી તે જીવો મોહનાશને અનુકૂળ યતમાન બને છે. તેથી યતમાન યતિ કહેવાય એ વ્યુત્પતિથી તે જીવોના ચિત્તમાં સદા યતિધર્મ વર્તી રહ્યો છે અને તે જીવો ક્ષમાદિ દશ ભાવોને સદા સેવનારા છે.
(૧) વળી, મુનિઓને ક્ષમા નામનો પરિણામ સદા દોષનિવારણનો ઉપદેશ આપે છે. તેથી મુનિઓ દેહાદિના પ્રતિકૂળ ભાવોમાં લેશ પણ રોષ, અરુચિ આદિ ભાવો ન થાય તે પ્રકારે ક્ષમા નામના પરિણામથી યત્ન કરે છે.
(૨) વળી, બીજો માર્દવ નામનો પરિણામ છે જેનાથી મુનિઓ સિદ્ધાવસ્થા અને સિદ્ધાવસ્થા પ્રત્યે પ્રસ્થિત એવા ઋષિઓ પ્રત્યે બહુમાનથી સદા નમ્ર વર્તે છે. જેથી લોકોના સત્કારાદિના ભાવોને કારણે પણ