________________
૨૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ પ્રત્યે ભક્તિનો પરિણામ હોવાથી શ્રાવકો સુસાધુઓને આહારાદિ આપે છે તે પણ સંયમની પ્રાપ્તિ કરાવે તેવા સુંદર આશયવાળું દાન છે. વળી, આ દાનધર્મ આગ્રહના છેદન કરનારું છે=બાહ્ય પદાર્થો પ્રત્યે આ સુખનાં સાધનો છે એ પ્રકારના આગ્રહના છેદન કરનારું છે. આથી જ મુનિઓ સન્માર્ગનો ઉપદેશ આપે છે તેનાથી મુનિઓને સંવેગની વૃદ્ધિ થાય છે, તેથી બાહ્ય પદાર્થો પ્રત્યેના સંશ્લેષના આગ્રહનો છેદ થાય છે.
વળી, શ્રાવકો પણ સુસાધુઓને આહારાદિ આપે છે તેનાથી તેઓને સંયમ પ્રત્યે રાગવૃદ્ધિ થાય છે. તેથી બાહ્ય પદાર્થ પ્રત્યેના સંશ્લેષનો આગ્રહનો છેદ થાય છે. આથી સુસાધુને દાન આપીને વિવેકી શ્રાવકો સંયમની શક્તિનો સંચય કરે છે. વળી, ભગવાનની ભક્તિમાં જે શ્રાવકો ધન વ્યય કરે છે તેના દ્વારા પણ ભગવાનના ગુણો પ્રત્યે રાગની વૃદ્ધિ કરીને તેઓ વીતરાગતાને અભિમુખ ચિત્તવાળા થાય છે તેથી ભોગ પ્રત્યે તૃષ્ણારૂપ આગ્રહનો છેદ થાય છે. આથી જ વિવેકી શ્રાવકો ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરીને મૂર્છાના ત્યાગરૂપ આગ્રહનો છેદ કરે છે. વળી આ દાનધર્મ લોકોની અનુકંપામાં પ્રવર્તક છે; કેમ કે સુસાધુ સન્માર્ગનો ઉપદેશ આપીને અને જીવોને અભયદાન આપીને જીવો પ્રત્યે અનુકંપા કરે છે. અને વિવેકી શ્રાવકો પણ યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય તે પ્રકારે દાન કરીને લોકો પ્રત્યે અનુકંપાના પરિણામવાળા થાય છે. (૨) શીલધર્મ :
વળી, ચારિત્રધર્મનું બીજું મુખ શીલ છે અને તેનું સ્વરૂપ બતાવતાં કહે છે. જૈનનગરમાં જે સાધુઓ છે તેઓ ભગવાનના બીજા મુખથી કહેવાયેલા શીલ નામના ધર્મને સદા સેવનારા છે; કેમ કે સુસાધુ અઢાર હજારશીલાંગ સ્વરૂપ ચારિત્રનું સેવન કરે છે, તે જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા આત્માના શીલગુણને પ્રગટ કરવાને અનુરૂપ ક્રિયા સ્વરૂપ છે. વળી, જેઓ સુસાધુની જેમ સંપૂર્ણ શીલ પાળવા સમર્થ નથી તેવા દેશવિરતિવાળા શ્રાવકો પણ કંઈક ભગવાનના વચનરૂપ શીલને સેવીને કષાયોના તાપનું શમન કરે છે, તેથી આ શીલધર્મ જીવને કષાયોના તાપના શમન દ્વારા એકાંતે સુખને દેનારું છે. (૩) તપધર્મ -
વળી ચારિત્રધર્મનું ત્રીજું તપ નામનું મુખ છે. જે તપ જીવને આકાંક્ષા રૂપ પીડાના વિનાશ દ્વારા સુખને કરે છે. આથી જ વિવેકી શ્રાવકો અને સાધુઓ વિવેકપૂર્વક બાહ્ય અને અત્યંતરતપ કરીને પોતાનામાં વર્તતી આહારસંજ્ઞા આદિ સંજ્ઞાજન્ય આકાંક્ષાઓની પીડાને શાંત કરે છે. અભ્યતરતપ દ્વારા અનિચ્છાભાવને અનુકૂળ બળસંચય કરીને આકાંક્ષાની પીડાનો નાશ કરે છે. તેથી તપ જીવોને સુખનું કારણ છે. વળી, આ તપ જીવને વિશિષ્ટ જ્ઞાન, વિશિષ્ટ સંવેગ, વિશિષ્ટ શમ અને વિશિષ્ટ શાતાને કરનારું છે, કેમ કે જેમ જેમ વિવેકપૂર્વક યોગ્ય જીવો તપ કરે છે તેમ તેમ તપના બળથી આત્માના નિરાકુળ સ્વભાવ વિષયક તેઓને વિશિષ્ટ જ્ઞાન થાય છે. આથી જ ભગવાનના વચનથી આત્માને વાસિત કરવારૂપ સ્વાધ્યાય દ્વારા વિવેકી સાધુઓ અને વિવેકી શ્રાવકો દેહાદિથી ભિન્ન પોતાના આત્માનો જે નિરાકુળ સ્વભાવ છે તેનો જ પૂર્વપૂર્વ કરતાં વિશેષ પ્રકારનો બોધ કરે છે. તેથી સ્વાધ્યાય કે બાહ્યતા વિશિષ્ટ જ્ઞાનનું કારણ બને છે. વળી,