________________
૨૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ અને જીવવીર્યના બળથી જ ચિત્તમાં પરમગુરુ આદિને સ્થાપન કરે છે. તેથી જીવમાં વર્તતું વીર્ય જ ક્રમસર ઉત્તરોત્તરના ભાવોને પ્રાપ્ત કરીને પરમગુરુ સાથે લય અવસ્થાને પામે છે અને અંતે કર્મોનો ક્ષય કરીને પરમગુરુ તુલ્ય થાય છે. આથી જ જે જીવોમાં મોક્ષમાર્ગને અનુકૂળ જીવવીર્ય વર્તે છે ત્યારે ચિત્તસમાધાનમંડપમાં મહામોહાદિ શત્રુઓ પ્રવેશ પામતા નથી અને જ્યારે કોઈક નિમિત્તથી જીવવીર્ય સ્કૂલના પામે છે ત્યારે, ચિત્તવૃત્તિ અટવીમાં ચારિત્રધર્મના સર્વ ભાવો અલિત થાય છે. જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિ સંયમના ઉદ્યમ કરનારા હોવા છતાં દુર્મુખના વચનથી અલના પામીને મોક્ષમાર્ગને અનુકૂળ જીવવીર્ય વગરના થયા ત્યારે ચિત્તસમાધાનમંડપ વગેરે સર્વને મહામોહે ક્ષણમાં નષ્ટપ્રાયઃ કર્યું. વળી, કોઈક રીતે ફરી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું જીવવીર્ય પ્રગટ થયું ત્યારે ક્ષણમાં તે મહામોહાદિના સૈન્યનો તિરસ્કાર કરીને તેમણે ફરી મોહનાશને અનુકૂળ જીવવીર્ય પ્રગટ કર્યું.
વળી, તે જીવવીર્ય સિંહાસન ઉપર પોતાના પરિવારથી યુક્ત રાજા કેવા છે તે બતાવવા માટે વિમર્શ યત્ન કરે છે ત્યાં જ પ્રકર્ષ અત્યાર સુધીના કથનનું તાત્પર્ય વિચારે છે જે ગ્રંથકારશ્રી બતાવે છે. જે સાત્ત્વિકમાનસ છે તે અકામનિર્જરાની અપેક્ષાએ પ્રગટ થાય છે. સમ્યજ્ઞાન વગરના મિથ્યાદૃષ્ટિ જીવોનું તત્ત્વને અભિમુખ જે ઉત્કટવીર્ય છે તે સાત્ત્વિકમાનસ છે. આથી જ મંદમિથ્યાષ્ટિ જીવો અકામનિર્જરાથી ગુણને અભિમુખ જીવવીર્યવાળા થાય છે અને તેઓ તે સાત્ત્વિકમાનસના પ્રભાવથી દેવલોકમાં જાય છે.
વળી, વિવેકપર્વત શું છે ? તે બતાવતાં કહે છે – જે જીવોને કંઈક તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિ પ્રગટેલી છે તેઓને પોતાના આત્માથી ધન, પુત્ર, સ્ત્રી આદિ સ્પષ્ટ ભેદ રૂપે દેખાય છે અને પોતાનાં કર્મો અને પોતાનું શરીર સ્પષ્ટ ભેદ રૂપ નહીં હોવા છતાં તે કર્મોથી અન્ય હું છું તેવો બોધ થાય છે, તેથી દેહમાં વર્તતા એવા પોતાના આત્માની હિતચિંતા તેમને પ્રગટે છે અને મહામોદાદિ શત્રુ તેમને દુષ્ટ જણાય છે, તેથી પોતાના બોધ અનુસાર કષાયાદિ ભાવોને દૂર કરવા તેઓ યત્ન કરે છે. તેથી તત્ત્વને જોવામાં બાધક એવા કર્મની નિર્જરાથી તેઓને નિર્મળ બુદ્ધિ પ્રગટે છે તોપણ ભગવાનનો સિદ્ધાંત તેઓને પ્રાપ્ત થયો નથી તેવા જીવો વિવેકપર્વતને પામેલા છે. અર્થાત્ વિવેકવાળો તેમનો મતિજ્ઞાનનો ઉપયોગ છે. અને ત્યારપછી કંઈક કર્મો લઘુ થાય છે ત્યારે તે જીવો વિવેકના બળથી તત્ત્વાતત્ત્વનો નિર્ણય કરવા માટે ઉચિત યત્ન કરીને કષાયોના ઉન્મેલન માટે અપ્રમાદભાવને પ્રાપ્ત કરે છે તે વિવેકપર્વત ઉપર તેમનું ગમન છે. જે તત્ત્વના યથાર્થ બોધપૂર્વક તત્ત્વનો નિર્ણય કરીને કષાયોના ઉન્મેલનને અનુકૂળ અપ્રમાદથી વ્યાપાર કરનારા અવિરત સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં તેવો અપ્રમાદભાવ વર્તે છે અને તેવા જીવોમાં જિનનું વચન પરિણમન પામે છે તે જૈનપુર છે. જે જૈનપુર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ મહાસંઘના પ્રમોદનું પ્રકૃષ્ટ કારણ છે અને ત્યાં વસનારા જે જીવો છે તે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ છે અને તે સર્વ સ્વભૂમિકાનુસાર સંદા જિનતુલ્ય થવા માટે યત્ન કરનારા છે.
વળી જૈનનગરમાં આ ચિત્તસમાધાનમંડપ જ સાર છે; કેમ કે જેઓ જૈનનગરને પામ્યા છે તેઓ સદા ચિત્તને સમાધાન કરવા યત્ન કરે છે. શક્તિ અનુસાર નિઃસ્પૃહતા પ્રગટ કરવા યત્ન કરે છે અને પોતાનું જીવવીર્ય શત્રુના નાશ માટે સદા પ્રવર્તાવે છે. આ રીતે પ્રકર્ષ સ્વબુદ્ધિથી વિમર્શ દ્વારા કહેવાયેલા પદાર્થોનો