________________
૨૧૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ निषूदितौ भयशोको, विदलिता दुष्टाभिसन्धिप्रभृतयश्चरटाः, पलायितानि डिम्भरूपाणि, विद्राविता ज्ञानसंवरणादयस्ते त्रयो दुष्टनरपतयः, अनुकूलीभूतास्ते चत्वारः सप्तानां मध्यवर्तिनो वेदनीयाद्याः, व्यपगतं चतुरङ्गमपि तत्सकलं बलं, प्रशान्ता बिब्बोकाः विगलिता विलासाः, तिरोभूता समस्तविकाराः । किम्बहुना?
હે વત્સ ! તે કારણથી ભગવાન એવા આમના સંબંધીની અપેક્ષાથી તે ચિત્તરૂપી મહાટવીમાં આ પ્રમાણે તું જાણ. જે “ત'થી બતાવે છે - તે પ્રમત્તતા નદી અત્યંત સુકાયેલી છે. તલિસિત પુલિત વિરલીભૂત છે–ત્યાં મોહતા અડાઓથી નષ્ટપ્રાય છે. ચિત્તવિક્ષેપ મંડપ પરિભગ્ન છે. તૃષ્ણાવેદિકા નિરસ્ત થયેલી છે. વિપર્યાસ વિન્ટર વિઘટિત છે. અવિદ્યા ગાત્રની યષ્ટિઓ સંચૂણિત કરાઈ છે. મહામોહ રાજા પ્રતીક છે. મહામિથ્યાદર્શનરૂપી પિશાચ ઉચ્ચાટિત કરાયો છે. રાગકેસરી વિષ્ટ છે. દ્વેષગજેન્દ્ર તિજિત કરાયો છે. મકરધ્વજ વિપાટિત કરાયો છે. વિષયાભિલાષ વિદારિત કરાયો છે. મહામૂઢતા આદિ તેની ભાર્યાઓ કાઢી મુકાઈ છે. હાસભટ વિશેષરૂપે હિંસા કરાયો છે. જુગુપ્સા અને અરતિના ટુકડા કરાયા છે. ભય-શોક વિનાશ કરાયા છે. દુષ્ટઅભિસંધિ વગેરે ચોટાઓ વિદલિત કરાયા છે. ડિમ્મરૂપ સોળ કષાયો પલાયન કરાયા છે. જ્ઞાનસંવરણ આદિ તે ત્રણ રાજાઓ વિદ્રાવિત કરાયા છે=જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એ ત્રણ નષ્ટપ્રાય કરાયા છે. સાતના મધ્યવર્તી વેદનીય આદિ તે ચાર અનુકૂલીભૂત કરાયા છેઃવેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય અનુકૂલ કરાયા છે. ચાર પ્રકારનું પણ તે સકલ બલ=મોહનીયનું સૈન્ય, નાશ કરાયું છે. બિબ્બોકો=ચાળાઓ, શાંત થઈ ગયા છે. વિલાસો વિચલિત કરાયા છે. સમસ્ત વિકારો તિરોભૂત થયા છે. વધારે શું કહેવું? શ્લોક :
સર્વથાयद् दृष्टं भवता तस्यां, वर्णितं च मया पुरा । वस्तु किञ्चित्समस्तानां, दुःखदं बाह्यदेहिनाम् ।।१।। चित्तवृत्तिमहाटव्यां, तत्सर्वमिह संस्थिताः ।
प्रलीनं वत्स! पश्यन्ति, नूनमेते महाधियः ।।२।। युग्मम्।। શ્લોકાર્થ :
સર્વથા – તારા વડે=પ્રકર્ષ વડે, તેમાં ચિત્તરૂપી અટવીમાં જે જોવાયું અને મારા વડે=વિમર્શ વડે, પૂર્વમાં સમસ્ત બાહ્ય દેહીઓને ચિત્તરૂપી અટવીમાં કંઈક દુઃખને દેનાર વસ્તુ વર્ણન કરાઈ. તે સર્વ અહીં રહેલા=અપ્રમતશિખર ઉપર રહેલા, આ મહાબુદ્ધિવાળા સાધુઓ હે વત્સ પ્રકર્ષ ! ખરેખર પ્રલીનને જુએ છે=નાશ પામેલ જુએ છે. ll૧-૨ાા