________________
૨૫૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
હે વત્સ પ્રકર્ષ ! જે આ સાધુઓ જૈનસપુરમાં વર્તે છે, જે આ મુખ બોલે છે તે સર્વ તેઓ કરે છે=સાધુઓ કરે છે. ll૧૧૭ી શ્લોક :
अष्टादश सहस्राणि, नियमानां नरोत्तमाः ।
अस्याऽऽदेशेन कुर्वन्ति, सदैते वत्स! साधवः ।।११८ ।। શ્લોકાર્ય :
શું કરે છે ? એ સ્પષ્ટ કરે છે – નરોત્તમ એવા આ સાધુઓ નિયમોના અઢાર હજાર આના આદેશથી=શીલ નામના મુખના આદેશથી, હે વત્સ ! સદા કરે છે. ll૧૧૮ll શ્લોક :
इदमेव हि सर्वस्वमिदमेव विभूषणम् ।
इदमालम्बनं वत्स! साधूनां शीलमुत्तमम् ।।११९ ।। શ્લોકાર્ચ -
હે વત્સ! આ જ સર્વસ્વ છે. આ જ ભૂષણ છે. આ ઉત્તમશીલ સાધુઓને આલંબન છે. ll૧૧૯II શ્લોક :
तेभ्यः संपूर्णमादेशं, सुखमेतत्प्रयच्छति ।
किञ्चिन्मानं प्रकुर्वन्ति, वचोऽस्य मुनिशेषकाः ।।१२० ।। શ્લોકાર્ય :
તેઓને=સુસાધુઓને, આ=શીલ નામનું મુખ, સંપૂર્ણ સુખ આપે છે=વર્તમાનમાં સુખરૂપ અને સુખની પરંપરાનું કારણ એવું સંપૂર્ણ સુખ આપે છે. આનું વચન શીલ નામના મુખનું વચન, મુનિશેષકોકમુનિ થવાની ઇચ્છાવાળા શ્રાવકો કે સમ્યગ્દષ્ટિ કે સંવિગ્નપાક્ષિક સાધુઓ કિંચિત્ માત્ર કરે છે. ||૧૨|| શ્લોક :
शीलाख्यं वदनं वत्स! तदिदं वर्णितं मया ।
तृतीयं तु तपोनाम, वदनं तन्निबोध मे ।।१२१।। શ્લોકાર્ચ -
હે વત્સ ! શીલ નામનું તે આ વદન મારા વડે વર્ણન કરાયું. વળી, તપ નામનું ત્રીજું વદન છે તે મને તું સાંભળ. II૧૨૧ll