________________
૨૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
केवलं दर्शनीयोऽसौ, ममाद्यापि ननु त्वया । यो वर्णितो महावीर्यो, माम! सन्तोषभूपतिः ।।७।।
શ્લોકાર્ધ :
કેવલ આ સંતોષ નામનો મહાભૂપતિ, તમારા વડે હજી પણ બતાવવા યોગ્ય છે. જે મહાવીર્યવાળો સંતોષભૂપતિ હે મામા ! તમારા વડે વર્ણન કરાયો. III ભાવાર્થ :
વિચક્ષણ પુરુષની બુદ્ધિનો પ્રકર્ષ પદાર્થને અવલોકન કરવા તત્પર થાય છે અને વિમર્શશક્તિ તેનું યથાર્થ નિરૂપણ કરીને પારમાર્થિક બોધ કરાવે છે. તે રીતે વિમર્શશક્તિએ અને પ્રકર્ષ શક્તિએ ભવચક્રનું વાસ્તવિક
સ્વરૂપનું અવલોકન કર્યું. અને ભવચક્રમાં રહેલા જીવો કઈ રીતે દુઃખી દુઃખી થાય છે તે સર્વનું અવલોકન કર્યું. તેથી જિજ્ઞાસા થાય કે ભવચક્રમાં રહેલા જીવો અનેક દુઃખોથી કદર્થના પામે છે તો તેઓ નિર્વેદ પામે છે કે નહીં. તેને વિમર્શ કહે છે સંસારી જીવોને સંસારમાં વસતાં નિત્ય નિર્વેદ નથી. કેમ થતો નથી ? તેમાં યુક્તિ બતાવે છે –
સંસારી જીવો મહામોહ આદિ રાજાઓથી વશ થયેલા છે તેથી તેઓનું તે પ્રકારનું કુશલપણું છે કે અનેક પ્રકારનાં દુઃખો સંસારી જીવોને પ્રાપ્ત થાય છે છતાં ભવથી નિર્વેદ પામતા નથી અને પૂર્ણસુખમય મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા થતા નથી. કઈ રીતે જીવોને તે મોહિત કરે છે ? તે બતાવતાં કહે છે – પરમાર્થથી તે મહામોહાદિ ચોટ્ટા જેવા છે અને જીવોના ચિત્તમાં ઊઠીને જીવને કષાયોથી આકુળ કરે છે. છતાં મોહિત ચિત્તવાળા સંસારી જીવોને તેઓ મિત્ર જેવા અને સુખના હેતુ જણાય છે, આથી જ સંસાર દુઃખ સંઘાતથી ભરાયેલો છે તોપણ સંસારી જીવોને સુખનો સાગર જણાય છે. આથી સંસારી જીવો જ સંસારમાંથી નીકળીને મોક્ષમાં જવાના ઉપાયમાં ઉપેક્ષાવાળા છે. સંસારમાં આનંદપૂર્વક વસનારા છે અને મહામોહાદિ બાંધવો વડે સદા તોષ પામેલા વસે છે. વળી, કોઈ મહાત્મા ભવથી નિર્ગમનના ઉપાયનું વર્ણન કરે અને કહે કે સંસાર ક્લેશથી ભરેલો છે, સુખમય અવસ્થા મોક્ષ છે તે સાંભળીને તેઓ રોષ કરે છે; કેમ કે મહામોહને વશ તેઓને ભોગાદિમાં જ સુખ દેખાય છે. ઉપશમનું સુખ દેખાતું નથી. તેથી મોક્ષમાં સુખ છે તેની કોઈ પણ કલ્પના તેઓ કરી શકતા નથી. આથી જ સુસાધુઓ સર્વ ભોગોનો ત્યાગ કરીને પણ અમૃતની ઉપમા જેવા પ્રશમ-સુખને અનુભવે છે તે વસ્તુ સંસારી જીવો જોઈ શકતા નથી અને વિચારે છે કે પરલોક અર્થે કલ્પના કરીને ભોગસુખથી આ સાધુઓ વંચિત છે. તેથી મહામહને વશ થયેલા તે જીવો ક્યારેય ભવચક્રમાં નિર્વેદ પામતા નથી.
આ રીતે સંસારી જીવોની સ્થિતિ વિપર્યાસવાળી જોઈને બુદ્ધિમાન પુરુષો વિચારે છે કે એ લોકોની ચિંતા કરવી ઉચિત નથી. પરંતુ આપણે આપણા હિતનો વિચાર કરવો જોઈએ. આથી જ પ્રકર્ષ કહે છે. જો આ જીવો સદા ઉન્મત્ત જેવા છે અને મહામોહને વશ થઈને તત્ત્વ તરફ જવા તત્પર નથી તો આપણે તેની