________________
૨૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ છે. આમ્રવના ત્યાગ અર્થે અને સંવરની પ્રાપ્તિ અર્થે વિધિ અને પ્રતિષેધ જૈનશાસનમાં કહેવાયા છે. તે વિધિ અને પ્રતિષેધને અનુરૂપ સર્વ ઉચિત અનુષ્ઠાનો બતાવાયાં છે.
વળી, જૈનદર્શનમાં કહેલું છે કે સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થીએ તપ-ધ્યાન કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે જે જે રીતે કર્મો ક્ષય પામે છે તે રીતે કરાયેલો તપ સર્વ કર્મનો નાશ ન થવાથી જ્યાં સુધી જીવા મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે ત્યાં સુધી સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. તે જીવ સ્વર્ગમાં જઈને પણ ઉત્તમચિત્ત દ્વારા મોક્ષને અનુકૂળ બળસંચય કરે છે અને જ્યારે ચિત્તની શુદ્ધિનો પ્રકર્ષ થાય છે ત્યારે પ્રધાન ધ્યાન, સ્વાધ્યાયાદિમાં યત્ન કરીને અત્યંત સંવર અવસ્થાને પ્રાપ્ત કરે છે જેથી મોક્ષ થાય છે. તપ-ધ્યાનમાં યત્ન કરવા અર્થે શું કરવું જોઈએ ? એ બતાવતાં કહે છે – સર્વ જીવોને હણવા જોઈએ નહીં. અર્થાત્ કોઈ જીવને પીડા કરવી જોઈએ નહીં. કોઈના પ્રાણનાશ કરવા જોઈએ નહીં જે દ્રવ્યહિંસાના નિષેધરૂપ સ્વરૂપ છે અને કોઈને કષાય કરાવવા જોઈએ નહીં જે ભાવહિંસાના નિષેધ સ્વરૂપ છે. આથી જ પકાયના પાલનના અધ્યવસાયવાળા મુનિ અત્યંત યતનાપૂર્વક સર્વ પ્રવૃત્તિઓ કરે છે જેનાથી ષકાયના પાલનનો અધ્યવસાય પ્રગટ થાય છે અને અંતરંગ રીતે કોઈના કષાયમાં પોતે નિમિત્ત ન થાય અને પોતાના કષાયમાં પોતે ઉપાદનરૂપે કારણ ન થાય તે રીતે યત્ન કરે છે તેઓ જ પ્રથમ મહાવ્રત રૂપ સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરવા સમર્થ બને છે. અને સતત સમિતિ-ગુપ્તિ શુદ્ધ ક્રિયાઓ કરે છે અને પોતાના સંયોગાનુસાર જે બલવાનયોગ હોય તેને સેવીને અસપત્ન યોગ સેવે છે અને જેઓ આ રીતે સર્વ જીવોની અહિંસાનું પાલન કરે છે, સમિતિગુપ્તિ શુદ્ધ ક્રિયાનું પાલન કરે છે અને અસપત્ન યોગનું સેવન કરે છે, તેઓ જ તપ-ધ્યાન આદિ કરીને સ્વર્ગ અને મોક્ષના ફલને પ્રાપ્ત કરે છે. જેનાથી વિધિ અને નિષેધનું અવિરોધ રીતે પાલન થાય છે.
વળી, પદાર્થ અવિરોધરૂપે બતાવતાં ભગવાનના શાસનમાં કહ્યું છે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્ છે, તેથી દરેક જીવો અને દરેક દ્રવ્ય પ્રતિક્ષણ કોઈ સ્વરૂપે ઉત્પન્ન થાય છે, કોઈક સ્વરૂપે નાશ પામે છે અને તે તે રૂપે ધ્રુવ છે. આથી જ ધ્રુવ એવો પોતાનો આત્મા આસવ દ્વારા મલિન પર્યાયોને પામે છે અને જેનાથી ચાર ગતિઓની વિડંબના પ્રાપ્ત કરે છે અને સંવરમાં યત્ન કરીને આત્માના મલિન પર્યાયને દૂર કરીને શુદ્ધ પર્યાયને પ્રગટ કરવા યત્ન કરે છે અને જ્યારે સર્વ સંવરને પ્રાપ્ત કરશે ત્યારે સર્વ કર્મની નિર્જરા કરીને શુદ્ધધર્મને પ્રાપ્ત કરશે. આત્મા રૂપે આત્મા મલિન પર્યાયમાં પણ અને શુદ્ધ પર્યાયમાં પણ ધ્રુવ રૂપે છે. તેથી પોતાનો આત્મા પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોવાથી સત્ છે, તેમ સર્વ સત્ પદાર્થો કોઈક રૂપે ઉત્પન્ન થાય છે, કોઈક રૂપે વિગમન થાય છે અને કોઈક સ્વરૂપે ધ્રુવ છે. આ પ્રમાણે અનુભવ અનુસાર પદાર્થનું અવિરુદ્ધ કથન જિનશાસનમાં છે.
વળી, એક દ્રવ્ય અને અનંત પર્યાયવાળો અર્થ છે. તેથી દ્રવ્ય સ્વરૂપે એક અને પર્યાય સ્વરૂપે પોતાનો આત્મા અનંત પર્યાયવાળો છે તે રીતે જગતના સર્વ પદાર્થો દ્રવ્ય રૂપે એક અને અનંત પર્યાય સ્વરૂપે છે. આ પ્રકારે પદાર્થ વ્યવસ્થા અને મોક્ષમાર્ગ જેઓ અપ્રમત્તતાથી ભાવન કરે છે અને તેના ગંભીર અર્થોને સૂક્ષ્મ રીતે જાણવા અર્થે જીવાદિ તત્ત્વોનો સૂક્ષ્મ બોધ કરે છે, તેઓ મિથ્યાદર્શનથી બાધિત થતા નથી. અને જે જીવો અપ્રમાદપૂર્વક વિવેકપર્વત ઉપર આરૂઢ છે, તેઓ સ્વશક્તિ અનુસાર દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ