________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૧૯ શ્લોકાર્થ :
પ્રકર્ષ કહે છે – જો આમ છે સંતોષભૂપતિ ચિત્તસમાધાન નામના મંડપમાં છે, તો આમાં જ= ચિત્તસમાધાન નામના મંડપમાં જ, આપણે બે પ્રવેશ કરીએ=સંતોષને જોવા માટે આપણે બે પ્રવેશ કરીએ. હે વત્સ ! પ્રકર્ષ! આ પ્રમાણે થાઓ=આપણે બે પ્રવેશ કરીએ એ પ્રમાણે થાઓ. એ રીતે તેના મામા બોલ્યા. II૧૦I શ્લોક :
प्रविश्य चोचिते देशे, ताभ्यां दृष्ट स मण्डपः ।
निजप्रभावविक्षिप्तजनसन्तापसुन्दरः ।।११।। શ્લોકાર્ચ -
અને પ્રવેશ કરીને ઉચિત દેશમાં નિકપ્રભાવથી વિક્ષિપ્ત કર્યા છે જનના સંતાપને કારણે સુંદર એવો તે મંડપ તે બંને દ્વારા જોવાયો=મામા-ભાણેજ દ્વારા જોવાયો. ||૧૧|| શ્લોક :
तत्र चराजमण्डलमध्यस्थं, दीप्तिनिर्धूततामसम् । वेष्टितं भूरिलोकेन, सच्चित्तानन्ददायकम् ।।१२।। विशालवेदिकारूढमुपविष्टं वरासने ।
दत्तास्थानं नरेन्द्रं तौ, पश्यतः स्म चतुर्मुखम् ।।१३।। શ્લોકાર્ય :
અને ત્યાં ચિત્તસમાધાન નામના મંડપમાં, રાજમંડલના મધ્યમાં રહેલ, દીતિથી નિર્ધત તામસવાળા, ઘણા લોકોથી વીંટળાયેલ, સચિત્ત આનંદને દેનાર, વિશાળ વેદિકા ઉપર આરૂઢ, સુંદર આસન ઉપર બેઠેલ, ભરાયેલી સભાવાળા, ચારમુખવાળા નરેન્દ્રને તે બંનેએ મામાભાણેજ બંનેએ, જોયા. ll૧૨-૧૩ll શ્લોક :
ततः प्रकर्षस्तं वीक्ष्य, मनसा हर्षनिर्भरः ।
मनाक् संजातसन्देहो, मातुलं प्रत्यभाषत ।।१४।। શ્લોકાર્ચ - તેથી તેમને જોઈને મનથી હર્ષનિર્ભર, કંઈક થયેલા સંદોહવાળો પ્રકર્ષ મામા પ્રત્યે બોલ્યો. ll૧૪||