________________
૨૨૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
यतोऽत्र विद्यते वत्स! सल्लोकपरिपूरितम् । अन्तरङ्ग सुविस्तीर्णं, पुरं सात्त्विकमानसम् ।।१९।। तत्रायं संस्थितो वत्स! विवेकवरपर्वतः ।
आधाराधेयसम्बन्धस्तेनैवं परिकीर्तितः ।।२०।। શ્લોકાર્ચ -
જે કારણથી હે વત્સ ! અહીં=ભવચક્રમાં, અંતરંગ સુંદર લોકોથી પરિપૂરિત, સુવિસ્તીર્ણ સાત્વિકમાનસ નામનું નગર વિધમાન છે. ત્યાં=સાત્વિકમાનસ નામના નગરમાં, હે વત્સ! આ આધાર આધેય સંબંધવાળો વિવેકવર પર્વત રહેલો છે–સાત્વિકમાનસપુર આધાર છે અને વિવેકપર્વત આધેય છે તેથી આધાર આધેય સંબંધવાળો વિવેકવર પર્વત રહેલો છે. તે કારણથી આ પ્રમાણે કહેવાયું=ભવચક્રમાં વિવેકપર્વત છે એ પ્રમાણે કહેવાયું. ૧૯-૨૦ll
___ सात्त्विकपुरवर्णनम् प्रकर्षेणोदितं-माम! यद्येवं ततो यदिदमस्य पर्वतस्याधारभूतं सात्त्विकमानसं पुरं, ये च तत्सेविनो बहिरङ्गलोकाः, यश्चायं विवेकमहागिरिः, यच्चेदमप्रमत्तशिखरं, यच्चादो जैनं पुरं, ये चात्र स्थिता बहिरङ्गजनाः, यश्चायं चित्तसमाधानमहामण्डपो, या चेयं वेदिका, यच्चेदं सिंहासनं, यश्चायं नरेन्द्रो, यश्चायमस्य परिवारः तदिदं सर्वं मम जन्मापूर्वं ततो ममानुग्रहधिया प्रत्येकं विशेषतस्तद्वर्णयितुमर्हति मामः । विमर्शेनोक्तं-वत्स! यद्येवं ततः समाकर्णय
સાત્વિકપુરનું વર્ણન પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! જો આ પ્રમાણે છે તો આ પર્વતનું જે આ આધારભૂત સાત્વિકમાનસપુર છે અને જે તેને સેવનારા બહિરંગ લોકો છે-સાત્વિકમાનસને સેવનારા બહિરંગ લોકો છે, અને જે આ વિવેક મહાગિરિ છે અને જે આ અપ્રમતશિખર છે અને જે આ જેતપુર છે અને અહીં= જેતપુરમાં, જે બહિરંગ લોકો રહેલા છે અને જે આ ચિત્તસમાધાન મહામંડપ છે, જે આ વેદિકા છે અને જે આ સિંહાસન છે અને જે આ નરેન્દ્ર છે અને આનો=આ રાજાનો, જે આ પરિવાર છે સર્વ તે આ મારા જન્મમાં અપૂર્વ છે, તેથી મારા પ્રત્યે અનુગ્રહબુદ્ધિથી પ્રત્યેકને વિશેષથી તેનું વર્ણન કરવા માટે મામા ઉચિત છે=મામાએ તેનું વર્ણન કરવું જોઈએ. વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! જો આ પ્રમાણે છે તને આ સાત્વિકમાનસ આદિ સર્વને વિશેષથી જાણવાની ઈચ્છા છે એ પ્રમાણે છે, તો સાંભળ.