________________
૨૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વળી, પ્રકર્ષ પ્રશ્ન કરે છે. દોષથી ભરપૂર એવા આ ભવચક્રમાં આવા પ્રકારનો વિવેકપર્વત વર્તે છે, જે પર્વતમાં આવા રમ્ય સ્થાનરૂપ ચિત્તસમાધાનરૂપ મંડપ વર્તે છે. તેને વિમર્શ કહે છે. પરમાર્થથી આ વિવેકપર્વત અને ચિત્તસમાધાનમંડપ ચિત્તમ હાટવીમાં વર્તે છે, ઉપચારથી જ ભવચક્રમાં વર્તે છે એમ કહેવાય છે; કેમ કે ભવચક્રવાસી જીવો ચારગતિમાં વર્તે છે. તેઓમાં જે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તરૂપ મહાટવી છે તે મહાટવીમાં આ વિવેકપર્વત વર્તે છે. તેના ઉપર અપ્રમત્તશિખર છે અને ત્યાં જૈનપુર છે. ત્યાં ચિત્તસમાધાન નામનો મંડપ વર્તે છે. કઈ રીતે ચિત્તરૂપી મહાટવીમાં આ રહેલ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સંસારી જીવોમાં કેટલાક જીવો સાત્ત્વિકમાનસને પ્રાપ્ત કરે છે અને કેટલાક તુચ્છ માનસવાળા છે અને તે અસાત્ત્વિકમાનસવાળા જીવોમાં મહામોહનું જ એકછત્ર સામ્રાજ્ય છે. પરંતુ જેઓ સાત્ત્વિકમાનસવાળા છે ત્યાં વિવેકપર્વત વર્તે છે. તેથી આ પર્વતનો આધાર સાત્ત્વિકમાનસ છે. અને તે સાત્ત્વિકમાનસને સેવનારા ભવચક્રમાં રહેલા બહિરંગ લોકો છે. આ પ્રકારે વિમર્શ વર્ણન કરે છે. તેથી પ્રકર્ષને તે સર્વને જાણવાની ઇચ્છા થાય છે તેથી ક્રમસર વિમર્શ પ્રકર્ષને તે સર્વનું સ્વરૂપ બતાવતાં કહે છે.
આ ભવચક્ર અનેક દોષથી પૂર્ણ છે તોપણ સાત્ત્વિકમાનસ આદિ ભાવો દોષ સંશ્લેષના ભાજન નથી. અને જે પુણ્ય વગરના જીવો ભવચક્રમાં છે તેઓ આ સાત્ત્વિકમાનસને સ્વરૂપથી જોઈ શકતા નથી. આથી જ બાહ્ય નિમત્તાનુસાર હર્ષ-શોકાદિ ભાવો કરીને ખેદ-વિષાદ કે હર્ષના ઉન્માદથી યુક્ત રહે છે. પરંતુ આત્માનું હિત શું છે, કઈ રીતે ઉચિત પ્રવૃત્તિ કરીને હું મારી હિતની પરંપરાને પ્રાપ્ત કરું ઇત્યાદિ ભાવો તેઓ ક્યારેય કરતા નથી. વળી અંતરંગ દુનિયામાં નિર્મલ ચિત્તાદિ નગરો છે તે સર્વ અહીં સાત્ત્વિકપુરમાં જ પ્રતિબદ્ધ છે. આ નિર્મલ ચિત્તાદિ નગરો કર્મપરિણામ રાજાએ મહામોહાદિ રાજાને ભક્તિમાં આપ્યા નથી, પરંતુ સ્વયં જ તે નગરનો ઉપભોગ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે કર્મપરિણામ રાજા જેઓના ચિત્તમાં અતિક્લેશ વર્તે છે તેવા જીવોના ચિત્ત ઉપર મહામોહાદિને સામ્રાજ્ય ચલાવવા માટે આપે છે અને જે જીવોનાં કર્મો ક્ષયોપશમભાવવાળાં પ્રચુર છે તે જીવોમાં નિર્મલ ચિત્તાદિ ભાવો વર્તે છે. તે સ્થાનો ઉપર કર્મપરિણામ રાજાનો જ અધિકાર છે, મહામોહાદિ રાજાનો અધિકાર નથી. શુભાશયાદિ રાજાઓને જ કર્મપરિણામ રાજા તે નગરો ઉપર સામ્રાજ્ય ચલાવવા આપે છે. તેથી જેઓમાં સાત્ત્વિકમાનસ પ્રગટ્યું છે તે જીવોમાં મહામોહાદિની અસરો અલ્પ થાય છે, આત્મહિત આદિને અનુકૂળ નિર્મલ ચિત્તાદિ પ્રગટે છે. તત્ત્વને જાણવાને અનુકૂળ શુભાશય વર્તે છે તે સર્વ મિથ્યાત્વાદિ મંદ થવાને કારણે જીવમાં વર્તતા શુભભાવો સ્વરૂપ છે. આથી જ આ સાત્ત્વિકમાનસ કેવું છે ? તે બતાવતાં કહે છે –
જગતનું સાર આ સાત્ત્વિકમાનસ છે; કેમ કે કર્મની પરવશતાથી આત્માનું રક્ષણ કરવામાં જેઓ સત્ત્વશાળી છે તે જીવો જ સાત્ત્વિકમાનસવાળા છે. આથી જ તેવા જીવોને મોહના ઉપદ્રવો અલ્પ વર્તે છે. તેથી તેઓને કષાયોની મંદતારૂપ આલાદ વર્તે છે. આ પ્રકારે સાત્ત્વિકમાનસનું સ્વરૂપ બતાવ્યા પછી તે સાત્ત્વિકમાનસ નગરમાં જેઓ વર્તે છે તે જીવોમાં મોહનાશને અનુકૂળ શૌર્ય, વીર્યાદિ ગુણો વર્તે છે. તેથી તે જીવો સાત્ત્વિકમાનસને કારણે દેવલોકમાં જાય છે એમ કહેલ છે. આથી જ જેઓ ભગવાનના શાસનને પામ્યા નથી, તેથી વિવેકપર્વત ઉપર આરૂઢ નથી તોપણ સાત્ત્વિક પ્રકૃતિ હોવાને કારણે તેઓ મનુષ્યભવમાંથી