________________
૨૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ આત્માના સમભાવના પરિણામોરૂપ ગુણોના સમૂહથી પૂર્ણ છે. તેથી નિર્મળ સુંદર રત્નોથી પૂર્ણ એવી ચિત્તવૃત્તિ તેઓને ધ્યાનયોગથી પ્રતીત થાય છે. આ સર્વ સાંભળીને પ્રકર્ષ કહે છે મહાત્માઓનું સુંદર સ્વરૂપ જોવાથી મારું ચિત્ત ધોયેલા પાપવાળું થયું.
આનાથી એ ફલિત થાય કે જે મહાત્માઓ ભાવથી સાધુ નથી તોપણ વિચક્ષણ બુદ્ધિવાળા છે તેઓ નિપુણપ્રજ્ઞાથી મુનિઓના ઉત્તમચિત્તનું અવલોકન કરે છે, ત્યારે તેમના ગુણો પ્રત્યે તેઓને પ્રવર્ધમાન રાગ થાય છે જેના કારણે મુનિભાવનાં બાધક ઘણાં કર્મો નાશ પામે છે. ચિત્ત નિર્વાણને અત્યંત અભિમુખ બને છે, મુનિના પારમાર્થિક સ્વરૂપને જોનારી અંતઃચક્ષુ પટુ બને છે. અને ચિત્ત મુનિના ગુણોથી રંજિત થવાને કારણે આનંદના અમૃતના સિંચનવાળો તેનો દેહ થાય છે. આ રીતે વિમર્શ દ્વારા મુનિનું સ્વરૂપ બતાવાયું. તેથી મહાવીર્યવાળા સંતોષભૂપતિને જોવાની ઉત્કટ ઇચ્છા વિચક્ષણની બુદ્ધિનો જે પ્રકર્ષ છે તેને થાય છે. તેથી વિચક્ષણ પુરુષ બુદ્ધિના પ્રકર્ષના બળથી સંતોષના સ્વરૂપને જાણવા યત્ન કરે છે.
चित्तसमाधानमण्डपे सन्तोषभूपः બ્લોક :
विमर्शेनोक्तंय एष दृश्यते वत्स! सदृष्टेः सुखदायकः । शुभ्रश्चित्तसमाधानो, नाम विस्तीर्णमण्डपः ।।८।।
ચિત્તસમાધાનમંડપમાં રહેલ સંતોષ રાજા શ્લોકાર્ચ -
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ પ્રકર્ષ ! સદ્દષ્ટિના સુખ દેનાર જે આ શુભ્રચિત્તસમાધાન નામનો વિસ્તીર્ણ મંડપ દેખાય છે. IIkII. શ્લોક :
सर्वेषां वल्लभोऽमीषां, जनानां पुरवासिनाम् ।
स सन्तोषमहाभूपो, नूनमत्र भविष्यति ।।९।। શ્લોકાર્ચ -
સર્વ આ પુરવાસી લોકોનો વલ્લભ એવો તે સંતોષ નામનો મહાભૂપ ખરેખર અહીં ચિતસમાધાન નામના મંડપમાં, હશે. ll ll શ્લોક :
प्रकर्षः प्राह यद्येवं, ततोऽत्रैव प्रविश्यताम् । एवं भवतु वत्सेति, बभाषे तस्य मातुलः ।।१०।।
S..