________________
૧૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સમૂહના વ્યાપાર વગર નયનના નિમેષતા ઉન્મેષ માત્ર પણ કોઈક કાર્યનો સમૂહ જગતમાં થતો નથી. પ્રકર્ષ કહે છે – હે મામા ! જો આ પ્રમાણે છેઃકર્મપરિણામાદિ રૂપ સર્વ કારણસામગ્રીને આધીન જરાદિ ભાવો થાય છે એ પ્રમાણે છે, તો પુરુષ વડે પોતાને અથવા પોતાના સ્વજનોને પાસે આવતી એવી જોઈને=જરાદિને જોઈને, આમના નિવારણનો ઉપાય કંઈ જ કરવો જોઈએ નહીં ? ઉપસ્થિત થયેલી જરા, રોગ, મૃત્યુ આદિના નિર્ધાતના ઉપાયો રૂપ વૈદ્ય, ઔષધ, મંત્ર તંત્ર, રસાયન, ચાર પ્રકારની દંડનીતિ વગેરે શું શોધવા યોગ્ય નથી ? શું સર્વથા પાદપ્રસારિકા જ=પગ પહોળા કરીને બેસવું જ, અહીં શ્રેયકારી છે?=જરાદિના નિવારણમાં કોઈ પ્રયત્ન ન કરવો એ શ્રેયકારી છે? શું હેયના હાલમાં અને ઉપાદેયના ઉપાદાનમાં પુરુષ અકિંચકર જ છે ? ખરેખર આ=જરાદિતા નિવારણનો પ્રયત્ન ન કરવો એ, પ્રત્યક્ષ વિરુદ્ધ છે. જે કારણથી પુરુષો હિત-અહિતની પ્રાપ્તિ અને નિરાકરણની કામનાથી હિતની પ્રાપ્તિની કામનાથી અને અહિતના નિવારણની કામનાથી, પ્રવર્તે જ છે અને ઉપાયથી પ્રવૃત્ત થયેલા જીવો હિતની પ્રાપ્તિના અને અહિતની નિવૃત્તિના ઉપાયથી પ્રવૃત્તિ થયેલ જીવો, હિત અર્થને પ્રાપ્ત કરે જ છે. અને ઉપસ્થિત પણ અહિતનું ઉપાયથી જ નિવારણ કરે છે. વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! વિશ્રબ્ધ થા=સ્વસ્થ થા. ઉત્તાકતાને પામ નહીંsઉતાવળો ન થાય. વચનના એદમ્પર્યનું પર્યાલોચન કર. હિં=જે કારણથી, મારા વડે નિશ્ચયથી કહેવાયું. જે પ્રમાણે પુરુષ ન પ્રવર્તે=પુરુષકાર ન કરવો. વળી વ્યવહારથી તેની પ્રવૃત્તિને=પુરુષની પ્રવૃત્તિને, કોણ વારણ કરે છે ? દિકજે કારણથી, પુરુષ વડે સર્વત્ર=સર્વ પ્રવૃત્તિમાં, પુરુષના અપરાધરૂપ મલ સઅનુષ્ઠાનરૂપ નિર્મલ જલથી ક્ષાલન કરવો જોઈએ. હિં=જે કારણથી, તેના માટે=થયેલા અપરાધરૂપ મલના ક્ષાલન માટે, તેની પ્રવૃત્તિ છે= અનુષ્ઠાનની પ્રવૃત્તિ છે. જે કારણથી આ=પુરુષ, ભાવિ કાર્યના પરિણામને ત્યારે જાણતો નથી=જ્યાં સુધી કાર્ય થયું નથી ત્યાં સુધી ભાવિ કાર્યના પરિણામને જાણતો નથી, તેથી વ્યવહારથી સર્વ હેયના હાલના સાધનને અને ઉપાદેયના ઉપાદાનના સાધનને આચરે જ છે. અને વળી આના વડે–પુરુષ વડે, વિચારાયું. શું વિચારાયું? તે ‘યડુતથી બતાવે છે – હું ન પ્રવર્તે તોપણ અપ્રવર્તમાન એવો આગપુરુષ, બેસવા માટે સમર્થ નથી. જે કારણથી કર્મપરિણામ આદિ કારણરૂપ સામગ્રીથી વેતાલ આવિષ્ટની જેમ હઠથી પ્રવર્તે પુરુષ જ છે અને અકિંચિત્કર પુરુષ નથી. તો શું છે ? એથી કહે છે – તે જ પ્રધાન છે–પુરુષ જ પ્રધાન છે. કર્મપરિણામાદિનું તઉપકરણપણું છે–પુરુષના સાધ્યની નિષ્પત્તિમાં સાધનપણું છે અને પાદપ્રસારિકા શ્રેયસ્કરી નથી=ઈષ્ટ અર્થની પ્રાપ્તિ માટે નિશ્ચયનયનું અવલંબન લઈને નિષ્ક્રિય રહેવું શ્રેયસ્કર નથી. વ્યવહારથી પુરુષની પ્રવૃત્તિનું હિતના વિવર્તવ=હિતના નિષ્પાદન, અને અહિતના અપવર્તનનું સમર્થપણું છે. વળી, નિશ્ચયથી કાર્યોનું વિશેષ કારણકલાપના પરિણામથી સાધ્યપણું હોવાને કારણે પૂર્વ આકલિત કાર્યમાં વૈપરીત્યથી અન્યથા પરિણત થયે છતે કાર્ય અન્યથા પરિણત થયે છતે પ્રયોજનમાં પાછળથી પુરુષ વડે હર્ષ-વિષાદ કરવા જોઈએ નહીં. નિશ્ચયના અભિપ્રાયનું સમાલમ્બન લેવું જોઈએ. કઈ રીતે નિશ્ચયતા અભિપ્રાયનું આલંબન લેવું જોઈએ ? એથી કહે છે – જે પ્રમાણે આ રીતે જ આના