________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
ભાવો કરે છે તેઓ સર્વથા જરાદિનું નિવારણ ક્યારેય કરી શકે નહીં. પરંતુ જો તેઓ સંસારના કારણીભૂત લેશ્યાનો પરિહાર કરવા માટે અને સંસારના કા૨ણીભૂત કષાય-નોકષાયના પરિહાર કરવા માટે યત્ન કરે તો ક્રમસ૨ ભવચક્રના પરિભ્રમણની શક્તિ ક્ષીણ થાય છે. તેથી તેવા મહાત્માઓ ભવના વિનાશના ઉપાયભૂત સદનુષ્ઠાનના સેવનના બળથી સુંદર મનુષ્ય અને દેવાદિના ભવોને પામીને જ્યારે સર્વ કષાયોનોકષાયોનો ક્ષય કરશે ત્યારે મોક્ષને પ્રાપ્ત કરશે. જ્યાં જરાદિ સર્વનો ઉપદ્રવ લેશ પણ પ્રાપ્ત થતો નથી. તેથી વિચા૨ક પુરુષે જરાદિની વિડંબનાઓથી આત્માના રક્ષણનો એકાંતિક અને આત્યંતિક ઉપાય કષાયનોકષાયનો ઉચ્છેદ છે એમ નિર્ણય કરીને તેમાં જ યત્ન કરવો જોઈએ.
૧૭૯
વળી, કષાય-નોકષાયની ઉચ્છેદની પ્રવૃત્તિ કરવામાં ક્યારેક જરાદિ બાધક થતા હોય ત્યારે બુદ્ધિમાન પુરુષ ભૈષજ આદિમાં કંઈક આદર કરે. આથી જ સુસાધુને રોગની પ્રાપ્તિ થઈ હોય અને સમભાવની વૃદ્ધિમાં રોગથી વિઘ્ન ન થતો હોય તો રોગના નિવારણ માટે યત્ન કરતા નથી. જેમ સનત્કુમાર ચક્રવર્તી. જે સાધુઓ સમભાવમાં જ યત્ન કરનારા છે પરંતુ રોગનો પ્રકર્ષ સમભાવના અંતરંગ યત્નમાં સ્ખલના કરાવતો હોય ત્યારે સમભાવના રક્ષણ અર્થે સુસાધુઓ પણ ઔષધમાં યત્ન કરે છે તોપણ તેઓને ઔષધમાં મહાન આદર નથી. પરંતુ ભવચક્રના કારણીભૂત જે કષાય-નોકષાય છે તેના ઉચ્છેદમાં જ મહાન આદર છે. આથી જ સાધુધર્મની શક્તિનો સંચય ન હોય તેવા શ્રાવકોને પણ ભોગાદિમાં મહાન આદર નથી પરંતુ સંયમને અનુકૂળ શક્તિસંચયમાં જ મહાન આદર છે. તોપણ ભોગની પ્રવૃત્તિ વગર અસ્વસ્થ થયેલું ચિત્ત સંયમની શક્તિનો સંચય કરવા અસમર્થ બને ત્યારે સંયમની શક્તિના સંચયમાં થતા વિઘ્નના નિવારણના ઉપાયરૂપે જ અર્થ-કામમાં પ્રવૃત્તિ કરે છે. જેમ સુસાધુ રોગના નિવારણના ઉપાયરૂપે ઔષધમાં પ્રવૃત્તિ કરતા નથી પરંતુ સમભાવના કંડકોની વૃદ્ધિમાં થતા યત્નમાં રોગથી થનારાં વિઘ્નોના નિવારણ અર્થે ઔષધમાં પ્રયત્ન કરે છે. જેઓ ભવચક્રનું વાસ્તવિક સ્વરૂપ જાણીને અને જરાદિના ઉપદ્રવોવાળું ભવચક્ર છે તેવો સ્થિર નિર્ણય કરીને ભવચક્રના ઉચ્છેદના અર્થી થયા છે અને તેને જ લક્ષ કરીને સર્વ યત્ન કરે છે તેઓ મોક્ષમાં ન જાય ત્યાં સુધી પણ મોક્ષને અનુકૂળ સન્માર્ગના સેવનના બળથી સુદેવ-સુમનુષ્યપણું પામે છે અને અંતે મોક્ષમાં જાય છે, ત્યારે શાશ્વત અનંત-આનંદના સમૂહથી પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે. માટે આ ભવચક્રમાં કંઈક સુખો હોવા છતાં દુઃખબહુલ જ છે; કેમ કે નરકમાં દુઃખની પરાકાષ્ઠા છે. એકેન્દ્રિય આદિ ભવોમાં પણ પ્રચુર દુઃખો છે. તિર્યંચોમાં ક્યારેક શાતાનું સુખ છે તોપણ અનેક પ્રકારનાં શારીરિક આદિ દુઃખો છે. મનુષ્યપણામાં રોગ, દરિદ્રતા આદિ અનેક દુઃખો છે. અને કષાયો-નોકષાયોનાં દુઃખો તો સર્વત્ર વ્યાપક જ છે. આથી સર્વ પ્રકારના બાહ્ય સુખથી યુક્ત એવા દેવભવમાં પણ ઈર્ષ્યા, શોક, ઇત્યાદિ કષાયોજન્ય દુઃખો વ્યાપ્ત છે. તેથી ભવચક્ર દુઃખબહુલ છે. માત્ર નિવૃતિનગરી જ પૂર્ણ સુખમય છે.
શ્લોક ઃ
प्रकर्षः प्राह यद्येवं, ततोऽत्र नगरे जनाः ।
વસન્તઃ ક્રિ સુનિર્વિĪાઃ ? વ્ઝિ વા નેતિ? નિવેદ્યતામ્ ।।૧।।