________________
૧૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ साधिगमः । तत्रार्थोपलम्भहेतुः प्रमाणं, तच्चतुर्धा, तद्यथा-प्रत्यक्षानुमानोपमानशब्दाः प्रमाणानि । तत्र प्रत्यक्षम्-इन्द्रियार्थसत्रिकर्षात्पनं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षं, तत्पूर्वकं त्रिविधमनुमानं, तद्यथा-पूर्ववच्छेषवत्सामान्यतो दृष्टं च, तत्र पूर्ववत्कारणात्कार्यानुमानं यथा मेघोनतेभविष्यति वृष्टिरिति, शेषवत्कार्यात्कारणानुमानं, यथा विशिष्टानदीपूरदर्शनादुपरि वृष्टो देव इति, सामान्यतोदृष्टं नाम यथा देवदत्तादौ गतिपूर्विका देशान्तरप्राप्तिमुपलभ्य दिनकरेऽपि सा गतिपूर्विकैव समधिगम्यते । प्रसिद्धसाधर्म्यात्साध्यसाधनमुपमानं, यथा गौस्तथा गवय इति, आप्तोपदेशः शब्द आगम इत्यर्थः । तदेवमिदं चतुर्विधं प्रमाणमभिहितम् ।
- વૈયાયિકદર્શન હે વત્સ ! ત્યાં વૈયાયિકો વડે આ કલ્પિત નિવૃતિમાર્ગ છે. તે ‘ત થી બતાવે છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજત, દાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, તિગ્રહ સ્થાનોના તત્ત્વપરિજ્ઞાનથી નિઃશ્રેયસનો અધિગમ છે=મોક્ષમાર્ગનો બોધ છે. એ પ્રમાણે તૈયાયિકો કહે છે એમ અવય છે. ત્યાં=નૈયાયિકના મોક્ષમાર્ગમાં, અર્થની પ્રાપ્તિનો હેતુ પ્રમાણ છે તે ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને શબ્દ પ્રમાણો છે. ત્યાં=ચાર પ્રમાણોમાં, પ્રત્યક્ષ ઈન્દ્રિયાર્થ સહિકર્ષથી ઉત્પન્ન થયેલું અવ્યપદેશ્ય, અવ્યભિચારી વ્યવસાયાત્મક જ્ઞાન પ્રત્યક્ષ છે. તપૂર્વક–પ્રત્યક્ષપૂર્વક, ત્રણ પ્રકારનું અનુમાન છે. તે આ પ્રમાણે – પૂર્વવાળું, શેષવાળું અને સામાન્યથી દષ્ટ. ત્યાં પૂર્વવાનું કારણથી કાર્યનું અનુમાન છે. જે પ્રમાણે મેઘની ઉન્નતિથી વૃષ્ટિ થશે એ પ્રકારે કારણથી કાર્યનું અનુમાન છે એમ અવય છે. શેષવાળું=કાર્યથી કારણનું અનુમાન. જે પ્રમાણે વિશિષ્ટ એવા નદીના પૂરના દર્શનથી ઉપરમાં દેવ વરસ્યો છે=વરસાદ વરસ્યો છે એ પ્રકારે કાર્યથી કારણનું અનુમાન છે એમ અત્રય છે. સામાન્યથી દષ્ટ એટલે જે પ્રમાણે દેવદત્તાદિમાં ગતિપૂર્વક દેશાંતરની પ્રાપ્તિ જોઈને સૂર્યમાં પણ તે=દેશાંતરની પ્રાપ્તિ, ગતિપૂર્વક જ સ્વીકારાય છે એ સામાન્યથી દષ્ટ અનુમાન છે. પ્રસિદ્ધના સાધર્યથી સાધ્યનું સાધન ઉપમાન છે. જે પ્રમાણે ગાય છે તે પ્રમાણે ગવાય છે. આપ્તનો ઉપદેશ શબ્દ આગમ છે. આ રીતે આ ચાર પ્રકારનું પ્રમાણ કહેવાયું. तथाऽऽत्मशरीरेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गास्तु प्रमेयम् । 'किं स्याद्' इत्यनवधारणात्मकः प्रत्ययः संशयः, किमयं स्थाणुः स्यादुत पुरुषः? इति । येन प्रयुक्तः प्रवर्तते तत्प्रयोजनम् । अविप्रतिपत्तिविषयापन्नो दृष्टान्तः । सिद्धान्तश्चतुर्विधः, तद्यथा-सर्वतन्त्रसिद्धान्तः, प्रतितन्त्रसिद्धान्तः, अधिकरणसिद्धान्तः, अभ्युपगमसिद्धान्तश्चेति ।