________________
૨૦૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ लोकायतमीमांसकमतयोः संक्षिप्तस्वरूपम् लोकायतैः पुनर्वत्स! सा निवृतिनगरी नास्तीति प्रख्यापितं लोके, यतोऽमी ब्रुवते-नास्ति निर्वृतिर्नास्ति जीवो, नास्ति परलोको, नास्ति पुण्यं, नास्ति पापमित्यादि । किन्तर्हि ? पृथिव्यापस्तेजो वायुरिति तत्त्वानि, तत्समुदाये शरीरेन्द्रियविषयसंज्ञा । तेभ्यश्चैतन्यं मद्याङ्गेभ्यो मदशक्तिवत् । जलबुबुदवज्जीवाः । प्रवृत्तिनिवृत्तिसाध्या प्रीतिः पुरुषार्थः, स च काम एव, नान्यो मोक्षादिः तस्मान्नान्यत्पृथिव्यादिभ्यस्तत्त्वमस्ति, दृष्टहान्यदृष्टकल्पनासम्भवादिति । प्रत्यक्षमेव चैकं प्रमाणमिति लोकायतमतसमासः ।
લોકાયત-મીમાંસક મતોનું સંક્ષિપ્ત સ્વરૂપ વળી હે વત્સ ! પ્રકર્ષ ! લોકાયતો વડે તે નિવૃતિનગરી મોક્ષ, નથી એ પ્રકારે લોકમાં પ્રખ્યાપન કરાયું. જે કારણથી આ=લોકાયતોન્નતાસ્તિકો, કહે છે – મોક્ષ નથી, જીવ નથી, પરલોક નથી, પુણ્ય તથી, પાપ નથી ઈત્યાદિ. તો શું છે ? એથી કહે છે – પૃથ્વી, પાણી, તેજ, વાયુ એ તત્વો છે. તેના સમુદાયમાં શરીર, ઇન્દ્રિય, વિષય એ પ્રમાણે સંજ્ઞા છે. તેઓથી પૃથ્વી આદિના સમુદાયોથી, ચૈતન્ય છે. મદ્યોનાં અંગોથી મદશક્તિની જેમ. જલના બુબુદની જેમ જીવો છે. પ્રવૃત્તિનિવૃતિસાધ્ય પ્રીતિ પુરુષાર્થ છે. અને તે કામ જ છે. અન્ય મોક્ષાદિ નથી. તે કારણથી પૃથ્વી આદિથી અન્ય તત્ત્વ નથી; કેમ કે દષ્ટની હાનિ અને અદષ્ટની કલ્પનાનો સંભવ છે. અને એક પ્રત્યક્ષ જ પ્રમાણ છે એ પ્રમાણે લોકાયમતનો સંક્ષેપ છે.
मीमांसकानां पुनरेष मार्गः, यदुत-वेदपाठानन्तरं धर्मजिज्ञासा कर्तव्या । यतश्चैवं ततस्तस्य निमित्तपरीक्षा । निमित्तं च चोदना । यत उक्तं- 'चोदनालक्षणोऽर्थो धर्मः' । चोदना च क्रियायां प्रवर्तकं वचनमाहुर्यथा-'अग्निहोत्रं जुहुयात्स्वर्गकामः' इत्यादि । तेन धर्मो लक्ष्यते, नान्येन प्रमाणेन, प्रत्यक्षादीनां विद्यमानोपलम्भनत्वादिति । प्रत्यक्षानुमानशब्दोपमानार्थापत्त्यभावाः षट् प्रमाणानि । इति मीमांसकमतसमासः ।
મીમાંસકોનો વળી આ માર્ગ છે જે “યતથી બતાવે છે – વેદના પાઠ પછી ધર્મજિજ્ઞાસા કરવી જોઈએ. જે કારણથી આ રીતે=વેદ પાઠ કર્યા પછી ધર્મજિજ્ઞાસા કરવામાં આવે એ રીતે, તેનાથી વેદના બોધથી તેની નિમિત્તપરીક્ષા છે અને નિમિત્તચોદવા છે. જે કારણથી કહેવાયું છે – ચોદવા સ્વરૂપ અર્થ ધર્મ છે. અને ચોદવા ક્રિયામાં પ્રવર્તક વચન કહે છે. જે આ પ્રમાણે – સ્વર્ગકામનાવાળો અગ્નિહોત્રને કરે. ઈત્યાદિ તેના વડે ચોદવા વડે, ધર્મ જણાય છે. અત્રે પ્રમાણથી નહીં; કેમ કે પ્રત્યક્ષ આદિ પ્રમાણોનું વિદ્યમાનનું ઉપલંભપણું છે. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપતિ અને અભાવ છ પ્રમાણો છે. એ પ્રમાણે મીમાંસકમતનો સમાસ છે.