________________
૨૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
અન્યદર્શનોનું મિથ્યાદર્શનથી મોહિતપણું શ્લોકાર્ચ -
ત્યાં=પૂર્વમાં છએ દર્શનોનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રથમના ચાર વાદીઓ હે વત્સ ! તૈયાયિક આદિ નિવૃતિ માર્ગના જાણનારા નથી જ. ||૧|| શ્લોક -
થત:एकान्तनित्यमिच्छन्ति, पुरुषं तत्र गामुकम् । सर्वत्रगं च वाञ्छन्ति, तथाऽन्ये क्षणनश्वरम् ।।२।।
શ્લોકાર્ચ -
જે કારણથી એકાંત નિત્ય ઈચ્છે છે. પુરુષ ત્યાં ગામુક છે. અને સર્વત્ર જનારું પુરુષને સર્વ વ્યાપી ઈચ્છે છે. અને અન્ય ક્ષણ નશ્વર માને છે. શિ.
શ્લોક :
नित्यश्चासौ कथं गच्छेत्तस्यामविचलो यतः ।
सर्वत्रगश्च यो भद्र! स क्व गच्छेत्कुतोऽपि वा? ।।३।। શ્લોકાર્ય :નિત્ય એવો પુરુષ કેવી રીતે જાય ?=મોક્ષમાં કેવી રીતે જાય ? જે કારણથી તેમાં જ અવિચલ છે=આત્મા નિત્યતામાં જ અવિચલ છે. અને જે કારણથી જે સર્વત્ર રહેલો છે, હે ભદ્ર ! તે ક્યાં જાય અને ક્યાંથી જાય? એમ ક્ષણિકવાદી બૌધ એકાંત નિત્ય આત્માને મારા નેયાયિકાદિને કહે છે. Il3II શ્લોક :
नश्वरोऽपि विनष्टत्वान्न तस्यां गन्तुमर्हति ।
तस्मादेते न जानन्ति, मार्ग तस्यास्तपस्विनः ।।४।। શ્લોકાર્ય :નશ્વર પણ વિનષ્ટપણું હોવાથી=બીજી ક્ષણમાં નાશપણું હોવાથી, તેમાં=મોક્ષમાં જવા માટે અયોગ્ય છે. એ પ્રકારે બોધને પણ આપત્તિ છે તે કારણથી આ=નૈયાયિક આદિ ચાર, તપસ્વીઓ તેના નિવૃતિના માર્ગને જાણતા નથી. llll.