________________
૨૦૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
विवेकस्थितजैनमार्गः अमीभिः पुनर्वत्स! विवेकमहापर्वतारूढरप्रमत्तत्वशिखरस्थितैर्जेनपुरनिवासिभिर्जनलोकैरयं दृष्टो निर्वृतिनगरीगमनमार्गः, यदुत-जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् । तत्र सुखदुःखज्ञानादिपरिणामलक्षणो जीवः । तद्विपरीतस्त्वजीवः । मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः स आस्रवः । आस्रवकार्य बन्धः । आस्रवविपरीतः संवरः । संवरफलं निर्जरा । निर्जराफलं मोक्ष इत्येते सप्त पदार्थाः । तथा विधिप्रतिषेधानुष्ठानपदार्थाविरोधश्च अत्र जैनदर्शने, स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्यं 'सर्वे जीवा न हन्तव्या' इति वचनात्, 'सततसमितिगुप्तिशुद्धा क्रिया असपत्नो योग' इति वचनात् । उत्पादविगमध्रौव्ययुक्तं सत् । एकं द्रव्यमनन्तपर्यायमर्थ इति । प्रत्यक्षपरोक्षे द्वे एव प्रमाणे । इति जैनमतस्य दिग्दर्शनमात्रम् ।
- વિવેક પર્વત પર રહેલ જેનમાર્ગ વળી હે વત્સ ! વિવેક મહાપર્વત ઉપર આરૂઢ, અપ્રમત્તત્વ શિખર ઉપર રહેલ, જેતપુર નિવાસી એવા જૈન લોકો વડે આ નિવૃતિનગરીના ગમનનો માર્ગ જોવાયો છે. જે “હુતથી બતાવે છે – જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તત્વ છે. ત્યાં સુખ-દુઃખ, જ્ઞાનાદિ પરિણામલક્ષણ જીવ છે. તેનાથી વિપરીત અજીવ છે. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગો બંધના હેતુઓ છે, તે આસ્રવ છે. આસવનું કાર્ય બંધ છે. આસવથી વિપરીત સંવર છે. સંવરનું ફલ નિર્જરા છે. નિર્જરાનું ફલ મોક્ષ છે. આ પ્રકારે આ સાત પદાર્થો છે. અને વિધિ, પ્રતિષેધનો અવિરોધ, અનુષ્ઠાનનો અવિરોધ અને પદાર્થનો અવિરોધ અહીં જૈનદર્શનમાં છે; કેમ કે સ્વર્ગ અને કેવલાર્થીએ તપોધ્યાન કરવું જોઈએ. ‘સર્વ જીવો હણવા જોઈએ નહીં એ પ્રકારનું વચન છે. (જે વિધિ-પ્રતિષેધતા અવિરોધ રૂપ છે.) સતત સમિતિગુપ્તિ શુદ્ધ ક્રિયા, અસપત યોગ’ એ વચન છે. (તેથી અનુષ્ઠાનનો અવિરોધ છે એમ અવય છે.) ઉત્પાદ, વિગમ ધ્રૌવ્ય યુક્ત સત્ છે. એક દ્રવ્ય અનંતપર્યાયવાળું અર્થ છે. એ પ્રકારે હોવાથી પદાર્થનો અવિરોધ છે. પ્રત્યક્ષ પરોક્ષ બે જ પ્રમાણ છે. એ પ્રમાણે જૈનમતનું દિગ્દર્શન માત્ર છે=જૈનદર્શનના પદાર્થોનું સ્વરૂપ દિશામાત્ર બતાવવા સ્વરૂપે કહેવાયું છે.
अन्यदर्शनानां मिथ्यादर्शनमोहितत्वम्
શ્લોક :
तत्रैते प्रथमास्तावच्चत्वारो वत्स! वादिनः । नैयायिकादयो नैव, निर्वृतेर्मार्गवेदकाः ।।१।।