________________
૧૯૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ पञ्च शब्दादयो, मनो, धर्मायतनं च, धर्मास्तु सुखादयो विज्ञेयाः । प्रत्यक्षानुमाने द्वे एव प्रमाणे । इति बौद्धदर्शनसमासार्थः ।
अथवा वैभाषिकसौत्रान्तिकयोगाचारमाध्यमिकभेदाच्चतुर्विधा बौद्धा भवन्ति । तत्र वैभाषिकमतमिदं, यदुत-क्षणिकं वस्तु तद्यथा-जातिर्जनयति, स्थितिः स्थापयति, जरा जर्जरयति, विनाशो नाशयति । तथाऽऽत्माऽपि तथाविध एव पुद्गलश्चासावभिधीयते ।
सौत्रान्तिकमतं पुनरिदं-रूपवेदनाविज्ञानसंज्ञासंस्काराः सर्वशरीरिणामेते पञ्च स्कन्धा विद्यन्ते, न पुनरात्मा । त एव हि परलोकगामिनः । तथा क्षणिकाः सर्वे संस्काराः स्वलक्षणं परमार्थतः । अन्यापोहः शब्दार्थः । सन्तानोच्छेदो मोक्ष इति ।
योगाचारमतं त्विदं-विज्ञानमात्रमिदं भुवनं न विद्यते बाह्यार्थः । वासनापरिपाकतो नीलपीतादिप्रतिभासाः । आलयविज्ञानं सर्ववासनाधारभूतम् । आलयविज्ञानविशुद्धिरेव चापवर्ग इति ।
माध्यमिकदर्शने तु-सर्वशून्यमिदं, स्वप्नोपमः प्रमाणप्रमेयप्रविभागः । 'मुक्तिस्तु शून्यतादृष्टिस्तदर्थं शेषभावना' । इति बौद्धविशेषाणां मतसंक्षेपार्थः ।
બોદ્ધમાર્ગ ભદ્ર ! પ્રકર્ષ ! બૌદ્ધ વડે વળી, આ નિવૃત્તિનગરીનો માર્ગ પરિકલ્પિત છે. જે ‘વત'થી બતાવે છે – બાર આયતનો છે. તે આ પ્રમાણે – પાંચ ઇન્દ્રિયો, પાંચ શબ્દાદિ વિષયો, મન અને ધર્મ આયતન છે. વળી, ધર્મો સુખાદિ વિશેય છે. પ્રત્યક્ષ અને અનુમાન બે જ પ્રમાણ છે. એ પ્રકારે બૌદ્ધદર્શનનો સમાસાર્થ છે=સંક્ષેપ અર્થ છે. અથવા વૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને માધ્યમિકતા ભેદથી ચાર પ્રકારના બૌદ્ધો છે. ત્યાં=ચાર પ્રકારના બૌદ્ધમતમાં, વૈભાષિકનો મત આ છે. જે હુતથી બતાવે છે – વસ્તુ ક્ષણિક છે. તે આ પ્રમાણે – જાતિ ઉત્પન્ન કરે છે. સ્થિતિ સ્થાપન કરે છે. જરા જર્જરિત કરે છે. વિનાશ નાશ કરે છે. તે પ્રમાણે આત્મા પણ તેવા પ્રકારનો જ પુદ્ગલ આ કહેવાય છે. સૌત્રાંતિક મત વળી આ છે. રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા, સંસ્કારો સર્વ શરીરીઓને આ પાંચ સ્કંધો વિદ્યમાન છે. વળી આત્મા નથી. તે જ=પાંચ સ્કંધો જ, પરલોકગામી . અને સર્વ સંસ્કારો ક્ષણિક છે. પરમાર્થથી સ્વલક્ષણ છે. અન્ય અપોહ શબ્દનો અર્થ છે=ઘટ શબ્દનો અર્થ અઘટની વ્યાવૃત્તિ સ્વરૂપ છે. સંતાનનો ઉચ્છેદ મોક્ષ છે. યોગાચારનો મત વલી આ છે. વિજ્ઞાન માત્ર આ ભુવન છે. બાધાર્થ વિદ્યમાન નથી. વાસનાના પરિપાકથી લીલપીતાદિ પ્રતિભાસો છે. આલયવિજ્ઞાન સર્વવાસનાનું આધારભૂત છે. અને આલયવિજ્ઞાનની વિશુદ્ધિ જ અપવર્ગ છે. માધ્યમિક દર્શનમાં વળી આ સર્વશૂન્ય છે. સ્વપ્નની ઉપમાવાળું પ્રમાણ પ્રમેયનો વિભાગ છે. મુક્તિ વળી શૂન્યતાની દૃષ્ટિ છે. તેના માટે જ=મુક્તિ માટે જ, શેષભાવના છે. આ પ્રકારે બોદ્ધ વિશેષોના મતનો સંક્ષેપ અર્થ છે.