________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
तथापि प्रतिभासन्ते, तेषां मोहितचेतसाम् ।
यथैते सुहृदोऽस्माकं, वत्सलाः सुखहेतवः ।।१४।। શ્લોકાર્ચ -
તોપણ મોહિત ચિત્તવાળા તે જીવોને જે પ્રમાણે આ અમારા મિત્રો, વત્સલ સુખના હેતુઓ પ્રતિભાસે છે. ૧૪ll શ્લોક :
इदं च नगरं वत्स! दुःखसङ्घातपूरितम् ।
तथाप्यत्र स्थिता लोका, मन्यन्ते सुखसागरम् ।।१५।। શ્લોકાર્ચ -
અને હે વત્સ ! દુઃખ સંઘાતથી પૂરિત આ નગર છે તોપણ અહીં રહેલા લોકો સુખસાગરને માને છે. ll૧પા શ્લોક :
निश्चिन्ता निर्गमोपाये, वसनेनाऽत्र मोदिताः ।
નિવસત્તિ સદ્દા તુષ્ટા, મદામોદાદ્રિવાન્ય: સાઉદ્દા. શ્લોકાર્ચ -
નિર્ગમનના ઉપાયમાં નિશ્ચિત, અહીં=ભવચક્રમાં, વસનથી આનંદ પામેલા, મહામોહાદિ બાંધવો સાથે સદા તોષવાળા વસે છે=ભવચક્રથી નીકળીને મોક્ષમાં જવાના ઉપાયમાં ચિંતા વગરના ભવચક્રમાં વસવાથી આનંદ પામેલા મહામોહાદિ બાંધવોની સાથે સદા તુષ્ટ વસે છે. ll૧૬ll શ્લોક :
योऽपि निर्गमनोपाय, भवचक्रात्प्रभाषते ।
तस्याप्येतेऽपि रुष्यन्ति, यथैष सुखवञ्चकः ।।१७।। શ્લોકાર્ચ -
ભવચક્રથી નિર્ગમનના ઉપાયને જે પણ કહે છે, તેને પણ આ જીવો રોષ કરે છે. જે પ્રમાણે આ સુખના વંચક છે–તપ ત્યાગાદિ કરીને આત્મહિત સાધનારા જીવો પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં પોતાને જે ઉત્તમ ભોગો મળ્યા છે તે ઉત્તમ ભોગોના સુખના વંચક છે, તેથી મૂર્ખાઓ છે એમ માને છે. II૧૭I