________________
૧૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કારણસામગ્રી છે તે તે પ્રકારે તે તે જીવો તે તે ભવમાં જરાદિ ભાવો પ્રાપ્ત કરે છે. માટે જરાદિના નિવારણનો નિશ્ચયનયથી કોઈ ઉપાય નથી.
નિશ્ચયનય પણ કાર્ય-કારણ ભાવની યથાર્થ વ્યવસ્થા બતાવીને કહે છે કે જીવને પુણ્યના ઉદયથી સફળતા મળે છે ત્યારે હર્ષ કરે છે અને પુણ્યના સહકારના અભાવને કારણે ધારેલા કાર્યમાં નિષ્ફળતા મળે છે ત્યારે વિષાદ કરે છે તે વખતે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવું જોઈએ કે આ કાર્ય આ રીતે જ થવાનું હતું માટે આમ થયું છે, એ પ્રકારે ભાવના કરીને જીવે મધ્યસ્થભાવ ધારણ કરવો જોઈએ. પરંતુ મૂઢમતિથી આ પ્રમાણે વિચારવું જોઈએ નહીં કે જો આ રીતે મેં કર્યું હોત તો આ રીતે મને નિષ્ફળતા મળતી નહીં; કેમ કે કાર્ય-કારણ ભાવનો નિર્ણય કરીને વ્યવહારનયની મતિથી ઉચિત પ્રવૃત્તિ કરનારા જીવોને જ્યારે પોતાને જણાયેલ કાર્ય નિપુણતાપૂર્વક કરવા છતાં અન્યથા કાર્ય થાય છે ત્યારે તે કાર્ય તે રીતે જ અવશ્યભાવિ હતું તેથી પોતે તેને અન્યથા કઈ રીતે કરી શકે ? અર્થાત્ કરી શકે નહીં. માટે પૂર્વમાં મેં આમ કર્યું હોત તો આ સફળતા મળત એ પ્રમાણે અતીતની ચિંતા કરવી જોઈએ નહીં, કેમ કે આ પ્રકારની અતીતની ચિંતા એ મોહનો વિલાસ જ છે. કેમ મોહનો વિલાસ છે એથી કહે છે. તે પ્રકારે વિચાર કરીને જીવો માત્ર ખેદ તથા ઉદ્વેગના ફળને જ પામે છે પરંતુ કોઈ ઇષ્ટ ફલને પામતા નથી.
વળી, વ્યવહારથી હિત માટે પ્રવર્તનાર અને અહિતથી નિવૃતિ કરનાર બુદ્ધિમાન પુરુષે પદાર્થની વાસ્તવિક વ્યવસ્થાનું સુપર્યાલોચન કર્યા પછી અનેકાંતિક અને અનાત્યંતિક એવા જરાદિના નિવારણના ઉપાયભૂત ભૈષજ, મંત્ર આદિમાં મહાન આદર કરવો જોઈએ નહીં. પરંતુ એકાંતિક અને આત્યંતિક જરાદિના નિવારણના ઉપાયોનું અન્વેષણ કરવું જોઈએ અને તેના ઉપાયભૂત ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરવો જોઈએ. જેથી જરાદિ ઉપદ્રવો ક્યારેય પ્રાપ્ત થાય નહીં.
આશય એ છે કે સંસારી જીવોને જરા, મરણ આદિ ઉપદ્રવોનો પરિવાર સંસાર અવસ્થામાં સર્વથા શક્ય નથી. ફક્ત ઔષધ, મંત્ર, તંત્ર આદિનો પ્રયોગ કરવામાં આવે તો કંઈક અંશથી જરા વિલંબનથી આવે છે. તોપણ તે તે ભવમાં અવશ્ય જરાદિની પ્રાપ્તિ થાય છે. ક્વચિત્ ઔષધાદિમાં યત્ન કરે તો અકાળ મૃત્યુ ન થાય તોપણ આયુષ્યક્ષય વખતે અવશ્ય મૃત્યુ થાય છે. ક્વચિત્ ઔષધાદિના પ્રયોગના બળથી આ ભવમાં રોગાદિ ન આવે તોપણ અન્ય અન્ય ભવોમાં તે જીવને અવશ્ય રોગાદિ પ્રાપ્ત થાય છે; કેમ કે પ્રચુર પાપનો સંચય થાય તો તેવા જ ભવોની પ્રાપ્તિ થાય છે કે જ્યાં પ્રચુર રોગાદિ ભાવોની પ્રાપ્તિ થાય. તેથી જરાદિના નિવારણના ઉપાય ઔષધ, મંત્ર, તંત્ર હોવા છતાં તે ઉપાયો એકાંતે જરાદિનું નિવારણ કરી શકતા નથી.
ક્વચિત્ કોઈ ભવમાં નિવારણ કરે તો પણ સંસારચક્રમાં રહેવા છતાં તે જરાદિ ક્યારેય પ્રાપ્ત ન થાય તે રીતે આત્યાંતિક જરાદિનું નિવારણ કોઈ કરી શકતું નથી. તેથી તે ઉપાયોમાં ચિત્તના સ્વાચ્ય અર્થે કોઈ વિવેકી યત્ન કરે તો પણ મહાન આદરનો વિષય ભૈષજ આદિ નથી. તો પ્રશ્ન થાય કે જરાદિના નિવારણના ઉપાયમાં મહાન આદર ક્યાં કરવો જોઈએ ? તેથી કહે છે –
જે જીવો ભવચક્રના કારણભૂત કષાયો-નોકષાયો કરે છે અને ભવની નિષ્પત્તિના કારણભૂત લેશ્યાના