________________
૧૭૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
- ૧૭૫ શ્લોક :
પ્રવર્ષ પ્રાદ–મામે, નર નનુ સર્વથા .
एवं कथयतो दुःखबहुलं कथितं त्वया ।।७।। શ્લોકાર્ય :
પ્રકર્ષ કહે છે – હે મામા! આ નગર ખરેખર સર્વથા આ પ્રમાણે કહેતા તમારા વડે દુઃખબહુલ કહેવાયું. IIછા શ્લોક :
साधु साधूदितं वत्स! बुद्धं वत्सेन भाषितम् ।
विज्ञातं भवचक्रस्य, सारमित्याह मातुलः ।।८।। શ્લોકાર્થ :
હે વત્સ પ્રકર્ષ ! સુંદર સુંદર કહેવાયું. વત્સ વડે બોધ કરાયેલું બોલાયું. ભવચક્રનો સાર જણાયો એ પ્રમાણે માતુલ કહે છે. III ભાવાર્થ :
ભવચક્રમાં જરાદિ આઠ ભાવો પ્રચુર માત્રામાં વર્તે છે; કેમ કે જગતના દરેક જીવો અનંતીવખત દરેક ભવોમાં જન્મે છે, જરા પામે છે, મૃત્યુ પામે છે. એટલું જ નહીં પણ ક્લિષ્ટ પ્રકૃતિવાળા જ્યારે થાય છે ત્યારે ખલતા પણ આવે છે અને અનેક વખત કુરૂપતા, દુર્ભગતા, દરિદ્રતા જીવે પ્રાપ્ત કરી છે. તેથી આ સાતે ભાવો પ્રત્યેક જીવને આશ્રયીને અનંતીવખત જીવે પ્રાપ્ત કર્યા છે. તે સાંભળીને પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે શું આના નિવારણનો કોઈ ઉપાય નથી ? તેથી વિમર્શ કહે છે – આ સંસારચક્રમાં આ સાતે ભાવોને નિવારવા માટે કોઈ સમર્થ નથી; કેમ કે આ ભાવો નિરંકુશ રીતે સંસારચક્રમાં દરેક જીવોને આશ્રયીને સતત પ્રાપ્ત થાય જ છે. આ પ્રકારે સંસારનું વાસ્તવિક સ્વરૂપ વિમર્શ બતાવે છે તેથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપના વિચારક એવા પ્રકર્ષને પ્રશ્ન થાય છે કે શું આના નિવારણ માટે પુરુષે કોઈ યત્ન કરવો ન જોઈએ ? ગળિયા બળદ થઈને બેસી રહેવું જોઈએ ? તેના સમાધાનરૂપે વિચક્ષણની વિમર્શશક્તિ વ્યાપારવાળી થઈને નિશ્ચયનયથી અને વ્યવહારનયથી શું કર્તવ્ય છે એ બતાવે છે અને કહે છે – | નિશ્ચયનયથી આના નિવારણ માટે કોઈ યત્ન થઈ શકે એમ નથી; કેમ કે સંસારમાં જરાદિ સર્વ ભાવો અવશ્યભાવી છે. તેનું નિરાકરણ કોઈ કરી શકે નહીં. અને વિચાર કરીને પ્રવૃત્તિ કરનાર પુરુષ અશક્ય અર્થમાં પ્રવર્તતા નથી. કેમ વિચાર કરીને પ્રવૃત્તિ કરનારા પુરુષ જરા આદિના નિવારણ માટે પ્રયત્ન કરતા નથી ? તેથી કહે છે –
કર્મનો પરિણામ, કાલની પરિણતિ, જીવનો તેવો સ્વભાવ, લોકસ્થિતિ અને ભવિતવ્યતાદિ સંપૂર્ણ કારણસામગ્રીના બળથી પ્રવર્તિત એવાં જરાદિ કાર્યો છે. વળી, અન્ય પણ એવા કાર્યવિશેષો જે કર્મપરિણામ