________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૧૬૯ જ પેટા“દરૂપ સુભગતાના ઉદયથી જીવો જગતમાં આનંદ-પ્રમોદવાળા, સુંદર મનવાળા, સુંદર પરિવારવાળા, લોકને આનંદ કરનારા, પોતે સુખી છે એમ માનનારા, બધા લોકોને વલ્લભ થાય છે. તેનો નાશ કરીને દુર્ભગતા તે જીવને દુઃખી કરે છે. તેથી ભવચક્રમાં આ દુર્ભગતા અને સુભગતા કઈ રીતે જીવોની સ્થિતિ કરે છે તેનું સમ્યગું અવલોકન કરીને બુદ્ધિમાન પુરુષો ભવથી વિરક્ત ચિત્તવાળા થાય છે. જેથી દુર્ભગતા આદિ ભાવો પૂર્વના કર્મના ઉદયથી પ્રાપ્ત થયા હોય તોપણ તત્ત્વના અવલોકનથી દુઃખી થતા નથી પરંતુ અદીન ભાવથી તે પ્રકારનાં કર્મોનું વેદન કરીને વિપુલ નિર્જરાની પ્રાપ્તિ કરે છે.
આ રીતે વિચક્ષણ પુરુષ બુદ્ધિના પ્રકર્ષથી અને વિમર્શશક્તિથી ભવચક્રના વાસ્તવિક સ્વરૂપનું વિવેકપર્વત પર રહીને અવલોકન કરે છે ત્યારે પુણ્યપ્રકૃતિથી થનારા નરને બાધ કરનારી સાત નારીનું સ્વરૂપ, તેનું વીર્ય અને તેના પરિવારાદિ એવા વિકૃત સ્વરૂપને જુએ છે. શ્લોક :
प्रकर्षेणोदितं माम! किमासां विनिवारकाः ।
लोकपाला न विद्यन्ते, नगरेऽत्र नृपादयः? ।।२६७।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! આમના=આ સાત નારીઓના નિવારક આ નગરમાંeભવચક્ર નગરમાં, લોકપાલો વિધમાન નથી ? રાજા વગેરે નગરમાં વિધમાન નથી ? ર૬૭ll શ્લોક :
विमर्शेनोदितं वत्स! नैताः शक्या नृपादिभिः ।
निवारयितुमित्यत्र, कारणं ते निवेदये ।।२६८ ।। શ્લોકાર્થ :
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! પ્રકર્ષ ! રાજાઓ વડે આ=જરાદિ નારીઓ, નિવારણ કરવા માટે શક્ય નથી. એમાં કારણ તને નિવેદન કરાય છે. ર૬૮II શ્લોક :
ये केचिद्वीर्यभूयिष्ठाः, प्रभवो भवनोदरे ।
तेष्वपि प्रभवन्त्येताः, सर्वेषु प्रसभं मुदा ।।२६९।। શ્લોકાર્ચ -
જે કોઈ શ્રેષ્ઠ વીર્યવાળા રાજાઓ ભુવનોદરમાં છે તે પણ સર્વમાં આ જરાદિ, અત્યંત આનંદપૂર્વક પ્રભવ પામે છે. ર૬૯ll