________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૩૫ અનુકૂલ આચરણા કરે છે, તેઓના મુખોને ચુંબન કરે છે, શરીરનો આશ્લેષ કરે છે. મૈથુનોને સેવે છે. તે આ વગેરે કર્મોમાં હમણાં વર્ણન કર્યું તે સર્વ કૃત્યોમાં, આ મકરધ્વજ રાજા અવ્યને નિયોગ આપતો નથી. તો શું ? એથી કહે છે – રતિની સાથે સ્વયં જ કરે છે-તે સર્વ કૃત્યો કરે છે. જે કારણથી આનું જ= મકરધ્વજનું જ, તે કરવામાં સામર્થ્ય છે, અન્યનું નહીં. આ રીતે હે વત્સ પ્રકર્ષ ! ત્યાં દ્વેષગજેન્દ્ર શોક આદિ વિદ્યમાન છે, કેવલ પોતાના વિયોગના અવસરની પ્રતીક્ષા કરે છે તે કારણથી આવિર્ભાવ પામતા નથી. પ્રકર્ષ વડે કહેવાયું – “જો આ પ્રમાણે છે તો ચિત્તવૃત્તિમાં તે મહામોહનો આસ્થાનમંડપ શું શૂન્યભૂત છે ?” વિમર્શ વડે કહેવાયું – “આ આ પ્રમાણે નથી. તને આ અંતરંગ લોકો કામરૂપી નિવેદન કરાયા છે=ઈચ્છારૂપે રૂપ કરનારા નિવેદન કરાયા છે. તેથી સર્વ પણ અહીં મકરધ્વજ રાજ્યમાં આવેલા છે. તોપણ તે મહામોહનું આસ્થાન=ચિત્તવૃત્તિ અટવીમાં રહેલો મહામોહનો આસ્થાનમંડપ, તદવસ્થ જ રહેલ છે.” દિકજે કારણથી, આ મકરધ્વજનું રાજ્ય કેટલાક દિવસભાવિ મુહૂર્ત સુંદર છે=મુહૂર્ત માત્ર સુંદર છે. વળી તે મહામોહનું રાજ્ય આકાલપ્રતિષ્ઠ, અનંત કલ્પ સુધી વિમર્દ સુંદર છે. આથી ત્યાં મહામોહતા રાજ્યમાં, વિચલનની આશંકા ક્યાંથી હોય ? અર્થાત્ હોય નહીં. અને બીજું, તે સમસ્ત ભુવનવ્યાપક મહામોહરાજ્ય છે. વળી, આ અહીં જ માનવાવાસપુરમાં મકરધ્વજનું રાજ્ય છે, કેવલ ચિરંતન સ્થિતિના પાલનના વ્યસનીપણાથી મકરધ્વજ સાથે મહામોહ આદિનો ચિરંતન સંબંધ છે તેના પાલનના વ્યસનીપણાથી સ્વયં જ રાજ્યમાં સ્થાપન કરાયેલા પોતાના સેવક એવા આ મકરધ્વજની આગળ આ મહામોહનરેન્દ્ર સ્વયં જ આ રીતે સેવક ભાવને આચરે છે. તે કારણથી હે ભદ્ર ! પ્રકર્ષ ! અવિચલ જ તે મહામોહનું આસ્થાન છે. ત્યાં વર્તમાન જચિત્તવૃત્તિ અટવીમાં વર્તમાન જ, આ ખરેખર અહીં માનવાવાસનગરમાં, દેખાય છે. પ્રકર્ષ વડે કહેવાયું – મારો સંશય હમણાં દૂર થયો. ભાવાર્થ :
વિચક્ષણ પુરુષની બુદ્ધિનો પ્રકર્ષ ભવચક્ર નગરને જોવાની ઉત્કટ ઇચ્છાવાળો થાય છે તેથી ભવચક્ર નગરને જોવા માટે વિચક્ષણની વિમર્શશક્તિ અને બુદ્ધિનો પ્રકર્ષ આવે છે. તે વખતે ભવચક્ર નગરમાં વસંતઋતુ વર્તે છે તેથી વસંતઋતુનું કેવું સ્વરૂપ છે તે બતાવવા માટે વસંતઋતુનું વિસ્તારથી વર્ણન ગ્રંથકારશ્રીએ કરેલ છે, જેનાથી વસંતઋતુમાં જીવોનું માનસ કેવું હોય છે તેનો પણ બોધ થાય છે. વળી, વસંતઋતુમાં ભવચક્ર જોવા માટે વિચક્ષણની બુદ્ધિનો પ્રકર્ષ અને વિમર્શ પ્રવર્તે છે તે વખતે લોલાક્ષ નામનો રાજા વસંતઋતુમાં કઈ રીતે ઉદ્યાનમાં આવે છે તેનું વિસ્તારથી વર્ણન કરે છે; જેથી લોકોને બોધ થાય કે ઇન્દ્રિયોના લોલુપતાવાળા જીવો કામને વશ થઈને વસંતઋતુમાં ઉદ્યાનોના પોતાના વૈભવ સાથે, સ્વજન સાથે આવે છે અને અનેક પ્રકારના આનંદ-પ્રમોદ કરે છે. તે વખતે પ્રકર્ષ વિમર્શને પ્રશ્ન કરે છે કે આ લાલાક્ષ રાજા અને આ લોકો અને તે રાજાના સ્વજનો કોના પ્રતાપથી આ પ્રકારે સર્વ ચેષ્ટા કરે છે ? આ પ્રકારના પ્રકર્ષના પ્રશ્નને સામે રાખીને વિચક્ષણની વિમર્શશક્તિ તત્ત્વના અવલોકન માટે અત્યંત ઉપયોગવાળી થાય છે, જેનાથી તેને તે રાજાનું તે પ્રકારનું કૃત્ય જોઈને પરમાર્થનો બોધ થાય છે. તેથી વિમર્શ કહે છે –