________________
ઉ૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ अन्यच्चेदं धनं वत्स! मेघजालमिवाऽतुलम् । हतं प्रचण्डवातेन, यदा याति कथञ्चन ।।१६।।
શ્લોકાર્થ :
ધનિક પણ ધનના દોષથી જલ, અગ્નિ, લુંટારા, રાજાના માંગનારા તસ્કરો વડે દુઃખોને પ્રાપ્ત કરે છે. અને બીજું હે વત્સ પ્રકર્ષ ! જેમ અતુલ મેઘજાલ પ્રચંડ પવનથી હણાય છે, તેમ આ ધન હણાય છે. જ્યારે કોઈક રીતે જાય છે ત્યારે શું તે કહે છે. ll૧૫-૧૬
तदा नालोकयति रूपं, न विगणयति परिचयं, न निरूपयति कुलीनतां, नानुवर्तयति कुलक्रम, नाकलयति शीलं, नापेक्षते पाण्डित्यं, नालोचयति सौन्दर्य, नावरुध्यते धर्मपरतां, नाद्रियते दानव्यसनितां, न विचारयति विशेषज्ञतां, न लक्षयति सदाचारपरायणतां, न परिपालयति चिरस्नेहभावं, नोररीकरोति सत्त्वसारतां न प्रमाणयति शरीरलक्षणम् ।
ત્યારે રૂપને જોતો નથી. પરિચયને ગણતો નથી. કુલીનતાનો વિચાર કરતો નથી. કુલક્રમનું અનુવર્તન કરતો નથી. શીલનો વિચાર કરતો નથી. પાંડિત્યની અપેક્ષા રાખતો નથી. સૌંદર્યની આલોચતા કરતો નથી. ધર્મપરતાનો અવરોધ કરતો નથી. દાતવ્યસનિતાનો આદર કરતો નથી. વિશેષજ્ઞતાનો વિચાર કરતો નથી. સદાચારપરાયણતાને લક્ષમાં લેતો નથી. ચિરસ્નેહભાવનું પરિપાલન કરતો નથી. સર્વસારને સ્વીકારતો નથી. શરીરના લક્ષણનું પ્રમાણ કરતો નથી. બ્લોક :
વિન્તર્દિ?गन्धर्वनगराकारे, पश्यतामेव देहिनाम् ।
तद्धनं क्षणमात्रेण, क्वापि न ज्ञायते गतम् ।।१।। શ્લોકાર્ધ :
તો શું?=જ્યારે કોઈક રીતે ધન જાય છે ત્યારે રૂપાદિને જોતું નથી તો શું? તેથી કહે છે – દેહીઓને જોતાં જ ગંધર્વ નગરના આકારમાં તે ધન ક્ષણમાત્રથી ક્યાં પણ ગયેલું જણાતું નથી. III
શ્લોક :
अर्जितं बहुभिः क्लेशैः, जीवितेन पालितं यथा । नष्टं च यादृङ् नृत्यत्सु, नटेष्वपि न वीक्षितम् ।।२।। तथाप्यमी महामोहनिहताः क्षुद्रजन्तवः । ईदृशेऽपि धने भद्र! चिन्ताबद्धं वितन्वते ।।३।।