________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
જે પ્રમાણે ઘણા ક્લેશોથી અર્જિત કરાયેલું, જીવિતથી પાલન કરાયેલું વળી નૃત્ય કરનારા નટોમાં પણ નષ્ટ પામ્યું. તે ધન જોવાયું નહીં તોપણ મહામોહથી નિહત આ ક્ષુદ્ર જીવો આવા પ્રકારના ધનમાં=અત્યંત અસ્થિર એવા ધનમાં, હે ભદ્ર ! પ્રકર્ષ ! ચિંતાના આબદ્ધને=વિચારણાના આ બંધનને વિસ્તારે છે. II૨-3II
શ્લોક ઃ
अलीकधनगर्वेण, विह्वलीभूतमानसाः । વિદ્યારજોટી: વૃત્તિ, યથેવેશ મહેશ્વરઃ ।।૪।।
શ્લોકાર્થ :
જુઠ્ઠા ધનગર્વથી વિહ્વલીભૂત માનસવાળા વિકારની કોટીને=પ્રકારને કરે છે, જે પ્રમાણે જ આ મહેશ્વરે વિકારકોટીને કર્યું. II૪॥
શ્લોક ઃ
તવીવૃશો ઘનસ્વેદ, પર્યન્તસ્તાત! ખનિ।
પરલો પુનઘેરા, ધનાદુ:વપરમ્પરા ||||
५७
શ્લોકાર્થ :
તે કારણથી હે તાત પ્રકર્ષ ! ઘનનો આવા પ્રકારનો પર્યંત=અંત, આ જન્મમાં છે. પરલોકમાં વળી ધનથી ઘોર દુઃખની પરંપરા છે. પા
શ્લોક ઃ
प्रकर्षेणोदितं माम! येन स्यान्निश्चलं धनम् ।
तथा शुद्धविपाकं च स्यात् कल्याणनिबन्धनम् ।।६।।
तत्तादृशं जगत्यत्र, किमस्ति बत कारणम् ।
किं वा न संभवत्येव तदिदं मे निवेदय ।।७।।
શ્લોકાર્થ ઃ
પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! જેનાથી નિશ્ચલ ધન થાય=નાશ ન પામે તેવું ધન થાય, અને શુદ્ધ વિપાકવાળું થાય=સુખની પ્રાપ્તિનું કારણ થાય, કલ્યાણનું નિબંઘન થાય તેવા પ્રકારનું તે કારણ=ધનકારણ, આ જગતમાં શું છે ? અથવા સંભવતું જ નથી. તે આ=આવું શુદ્ધ ધન છે કે નહીં તે આ, મને નિવેદન કરો. II૬-૭||