________________
૧૧૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે તો સુંદર ચેષ્ટિતમાં આ લોક વડે કરાયેલો યત્ન શ્રેષ્ઠ છે. વિષાદની આજ્ઞામાં કરાયેલો યત્ન શ્રેષ્ઠ નથી. IIકપી! બ્લોક :
विमर्शनाभिहितंचारु चारूदितं वत्स! केवलं मूढजन्तवः ।
इदमेते न जानन्ति, भवचक्रनिवासिनः ।।६६।। શ્લોકાર્ધ :
વિમર્શ વડે કહેવાયું – સુંદર સુંદર કહેવાયું. હે વત્સ ! કેવલ ભવચક્રવાસી આ મૂઢ જીવો આને જાણતા નથી=સુંદર ચેષ્ટા કરવી જોઈએ તેને, જાણતા નથી. II૬૬ll ભાવાર્થ -
વળી ભવચક્રનું અવલોકન કરતા પ્રકર્ષ-વિમર્શને હર્ષ અને શોકને બતાવનાર પ્રસંગ દેખાય છે. જે હર્ષ શોક જીવના અંતરંગ પરિણામરૂપ છે અને કષાયથી થનારા છે. તેથી જીવની વિકૃતિરૂપ છે. જેમ તે વાસવને પોતાનો મિત્ર આવ્યો ત્યારે અત્યંત હર્ષ થાય છે અને તેના કારણે પોતાના ઘરમાં આનંદનો મહોત્સવ કરે છે, જેથી ઘરમાં સર્વત્ર હર્ષને વ્યક્ત કરનારી ખાન-પાન આદિની ચેષ્ટાઓ દેખાય છે. વસ્તુતઃ જીવની સ્વસ્થ અવસ્થાનો ભંજક તે હર્ષ છે. છતાં મૂઢ જીવોને તે હર્ષ સુખનું કારણ દેખાય છે. વળી, તે વાસવને ક્ષણમાં પોતાના પુત્રના સમાચાર મળવાથી અત્યંત વિષાદ થાય છે. તેથી મૂચ્છિત થઈને પડે છે અને જ્યારે ઘરના લોકોને તે સમાચાર મળે છે ત્યારે ક્ષણ પૂર્વે જે ઘર હર્ષથી નાચગાન કરતું હતું તે જ ઘર શોકથી આકુળ થાય છે. તેથી જીવમાં વર્તતા હર્ષ-વિષાદ-શોક તે સ્વકલ્પનાથી થયેલા જ ભાવો છે.
વસ્તુતઃ જીવને પોતાની સ્વસ્થતાનો પરિણામ જ સુખરૂપ છે અને કષાયની આકુળતાનો પરિણામ દુઃખરૂપ છે. તેનો બોધ નથી તેથી મૂઢની જેમ તે તે પ્રકારનાં બાહ્ય નિમિત્તો પામીને હર્ષમાં આવીને ઉન્મત્તની જેમ તે તે પ્રકારની ચેષ્ટાઓ કરે છે અને તે તે નિમિત્તોને પામીને વિષાદ-શોક કરીને સ્વયં દુઃખી થાય છે. પરંતુ કર્મોની વાસ્તવિક સ્થિતિને વિચારીને પોતાનું હિત શું છે ? અહિત શું છે ? તેનો વિચાર કરતા નથી. જેમ વાસવને પોતાના પુત્રના સમાચાર મળ્યા તે સાંભળીને વિષાદ કરે છે, ઘરના લોકો શોક કરે છે. તેનાથી પુત્રને કોઈ ઇષ્ટની પ્રાપ્તિ થતી નથી. માત્ર પોતાના મૂઢભાવથી તે જીવો સ્વયં દુઃખી થાય છે. વિચારક જીવ હંમેશાં કોઈની આપત્તિને જુએ તો ક્યારેય નિરર્થક શોક કરે નહીં પરંતુ પોતે તેના દુઃખનો પરિહાર કરી શકે તેમ હોય તો ઉચિત યત્ન કરે. અન્યથા વિચારે કે તે જીવનું તેવા પ્રકારનું કર્મ જ છે જેથી તેને આ પ્રકારની વિષમ સ્થિતિ થઈ. માટે મને તેવું વિષમ કર્મ પ્રાપ્ત ન થાય તેની ચિંતા કરવી જોઈએ પરંતુ નિરર્થક શોક કરીને વર્તમાનમાં દુઃખી થવું જોઈએ નહીં.