________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
न शक्तः कोटिजिह्वोऽपि दुःखं वर्णयितुं जनः । વસતામત્ર તોળાનાં, યાદૃશ પવિપત્નરે ।।૬।।
શ્લોકાર્થ :
ક્રોડ જિહ્વાવાળો પણ મનુષ્ય આ પાપીજરમાં વસતા લોકોને જેવું દુઃખ છે તેવું વર્ણન કરવા
માટે સમર્થ નથી. II૧૧૯।।
શ્લોક ઃ
एकान्तदुःखगर्भार्थं, तदिदं पापिपञ्जरम् ।
થિત તે સમાસેન, પુર્ં વત્સ! મયાડધુના ।।૨૦।।
૧૨૯
શ્લોકાર્થ :
એકાંત દુઃખના ગર્ભવાળું તે આ પાપીપંજરપુર સમાસથી મારા વડે હમણાં હે વત્સ ! તને કહેવાયું. II૧૨૦II
શ્લોક ઃ
तस्मादेतानि चत्वारि, विज्ञातानि यदि त्वया ।
पुराणि विदितं वत्स ! भवचक्रं ततोऽधुना । । १२१ । ।
શ્લોકાર્થ :
તે કારણથી આ ચાર નગરો જો તારા વડે વિજ્ઞાત છે તો હે વત્સ ! હવે ભવચક્ર વિદિત 9.1192911
ભાવાર્થ --
વિચક્ષણની બુદ્ધિ તત્ત્વને જોવાની ઇચ્છાવાળી થાય છે તેના કારણે તત્ત્વ જોવાને અનુકૂળ જે બુદ્ધિનો પ્રકર્ષ વર્તે છે તે વિમર્શ દ્વારા તત્ત્વનો નિર્ણય કરવા પ્રવર્તે છે. વળી પ્રકર્ષને ભવચક્ર જોવાની ઉત્કટ ઇચ્છા થઈ; કેમ કે વિચક્ષણ પુરુષો ભવચક્રને યથાર્થ જાણીને ભવચક્રની વિડંબનાથી પોતાના આત્માનું રક્ષણ કરવા અર્થે યત્ન કરે છે અને પોતે ભવચક્રમાં હોવા છતાં ભવચક્રથી પર અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરવી એની જિજ્ઞાસાવાળા હોય છે. તેથી ભવચક્રથી પોતાનું ચિત્ત કેમ વિરક્ત થાય તે અર્થે નિપુણપ્રજ્ઞાપૂર્વક ભવચક્રનું અવલોકન કરે છે. તેથી પૂર્વમાં ભવચક્રનું અવલોકન કરતાં મકરધ્વજ કઈ રીતે વિડંબના કરે છે ઇત્યાદિ અનેક દૃષ્ટાંતોનું ભવચક્રમાં અવલોકન કર્યું. હવે વિમર્શ પ્રકર્ષને કહે છે કે ભવચક્રનું અવલોકન અત્યંત વિશાળ છે તેથી સંક્ષેપથી તેનું સ્વરૂપ ચાર ગતિની વિડંબના સ્વરૂપ છે તે બતાવતાં કહે છે –