________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૧૬૩
શ્લોક :
एताश्चैवं विवल्गन्ते, विपक्षक्षयमुच्चकैः ।
कुर्वाणा भवचक्रेऽत्र, लोकपीडनतत्पराः ।।२६६।। શ્લોકાર્થ :
આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વિપક્ષના ક્ષયને અત્યંત કરતી એવી આ જરાદિ, ભવચક્રમાં લોકપીડનમાં તત્પર વર્તે છે. રિકI. ભાવાર્થ :| વિચક્ષણ પુરુષ ભવચક્રના વાસ્તવિક સ્વરૂપને જોઈને ભવની નિઃસારતાનું ભાવન કરે છે. જેથી ભવથી વિરક્ત થઈને પોતાનો આત્મા આત્મહિત સાધવા સમર્થ બને અને તે અર્થે વિચક્ષણ પુરુષ પોતાના બુદ્ધિના પ્રકર્ષથી ભવસ્વરૂપને જાણવાની જિજ્ઞાસા કરે છે અને પોતાની વિમર્શશક્તિથી ભવના સ્વરૂપનું તે રીતે અવલોકન કરે કે જેથી ભવ પ્રત્યે ચિત્ત વિરક્ત બને. તેના અર્થે જ પૂર્વમાં ચાર ગતિઓનું વિષમ સ્વરૂપ વિચક્ષણ પુરુષે વિચાર્યું. જેનાથી બોધ થાય કે ચારે ગતિઓમાં જીવ અનેક પ્રકારની કદર્થના પામે છે અને તે કદર્થનાની પરાકાષ્ઠા નરકમાં અત્યંત છે અને દેવભવમાં જે વિપુલ સુખો છે ત્યાં પણ ઈર્ષ્યાદિ ભાવોથી દેવો અનેક પ્રકારના સંક્લેશને પ્રાપ્ત કરે છે. માટે દેવભવ પણ અત્યંત નિઃસાર છે.
આ રીતે ભવચક્રના વાસ્તવિક સ્વરૂપને જોયા પછી વિચક્ષણની વિમર્શશક્તિ વિવેક પર્વત ઉપર રહીને અર્થાત્ આત્માના નિર્મળષ્ટિરૂપ વિવેક પર્વત ઉપર રહીને ભવચક્રનું અવલોકન કરે છે. ત્યારે ભવમાં વર્તતા જીવોની વિડંબના કરનારી સાત નારીઓ દેખાય છે. જે જીવોને અત્યંત કદર્થના કરનારી, બીભત્સદર્શનવાળી, કૃષ્ણલેશ્યાવાળી, જેના નામથી પણ લોકો ભયભીત થાય તેવી વિષમ છે. અને વિચક્ષણની વિમર્શશક્તિ સામાન્યથી તે નારીઓના તેવા વિકૃત સ્વરૂપને જુએ છે. ત્યારપછી વિમર્શશક્તિ દ્વારા તે નારીઓનું કેવું સ્વરૂપ છે, તે નારીઓ કયા કર્મથી જીવમાં આવે છે, કેવા વીર્યવાળી છે, વળી તે નારીઓ સાથે તેનો ક્લિષ્ટ પરિવાર કેવા પ્રકારનો છે અને તે નારીઓ કઈ રીતે તેનાથી વિરુદ્ધ એવી પુણ્યપ્રકૃતિઓથી થનારા નરને બાધ કરનારી છે તે ક્રમશઃ બતાવે છે. (૧) જરા નારી (વૃદ્ધાવસ્થા) -
પ્રથમ જરા કેવા સ્વરૂપવાળી છે ? તે બતાવવા અર્થે કહે છે – કાલપરિણતિ નામની કર્મપરિણામ રાજાની જે પત્ની છે તેનાથી પ્રયોજિત જરા છે. જોકે જરાને અનુકૂળ જીવમાં તે પ્રકારનું કર્મ ઉદયમાં આવે છે તેથી જ જરા આવે છે તોપણ જીવ જમ્યા પછી ક્રમશઃ મોટો થાય છે અને વયની કાલપરિણતિ આવે છે ત્યારે સર્વ મનુષ્યો જરા અવસ્થાને પામે છે તેથી કાલપરિણતિ જરાની પ્રયોજિકા છે અને તત્ સહવર્તી તથા પ્રકારના કર્મનો ઉદય જરા અવસ્થાની પ્રાપ્તિનું કારણ છે. વળી જરા પ્રત્યે બાહ્ય નિમિત્તો પણ કારણ છે. આથી જ ઘણા જીવોને નાની ઉંમરમાં જ ધોળા વાળની પ્રાપ્તિ થાય છે. દેહ જીર્ણ જેવો થાય છે તેના