________________
૧૩૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
वर्णयन्ति निमित्तानि, बहिर्भूतानि सूरयः । अस्याः प्रयोजकान्युच्चैर्नानाकाराणि शास्त्रतः । । १५० ।। धीधृतिस्मृतिविभ्रंशः, सम्प्राप्तिः कालकर्मणाम् । असात्म्यार्थागमश्चेति, रुजाहेतुरयं गणः । । १५१ । ।
શ્લોકાર્થ ઃ
સૂરિઓ આના=રોગના, અત્યંત પ્રયોજક નાના પ્રકારના બહિર્ભૂત નિમિત્તોને શાસ્ત્રથી વર્ણન કરે છે. બુદ્ધિ, ધૃતિ, સ્મૃતિનો વિભ્રંશ, કાલ અને કર્મની સંપ્રાપ્તિ, અસાત્મ્ય અર્થનો આગમ. આ ગણ રોગનો હેતુ છે=બુદ્ધિનો ભ્રંશ, ધૃતિનો ભ્રંશ, સ્મૃતિનો ભ્રંશ, કાલ અને કર્મની સંપ્રાપ્તિ, પોતાના દેહને માટે કઈ વસ્તુ પ્રતિકૂળ છે, કઈ રીતે મારે ભોગાદિ કરવા જોઈએ જેથી રોગ ન થાય એ સર્વ સાત્મ્ય અર્થનો આગમ છે તેનાથી વિપરીત અસાત્મ્ય અર્થનો આગમ છે, આ સર્વ રોગના હેતુ છે. II૧૫૦-૧૫૧II
શ્લોક ઃ
वातपित्तकफानां च, यद्यत्संक्षोभकारणम् ।
रजस्तमस्करं चेति, तत्तदस्याः प्रयोजकम् ।।१५२।।
શ્લોકાર્થ ઃ
અને વાત, પિત્ત, કફોના જે જે સંક્ષોભનું કારણ છે અને રજ અને તમસ્કર=રાગ અને દ્વેષરૂપ પરિણામ, તે તે રોગના પ્રયોજક છે. ૧૫૨
શ્લોક ઃ
હિન્દુ
बाह्यान्यपि निमित्तानि, स एव परमार्थतः ।
असाताख्यः प्रयुङ्क्तेऽतः, स एव परकारणम् ।।१५३ ।।
શ્લોકાર્થ ઃ
પરંતુ બાહ્ય પણ નિમિત્તો પરમાર્થથી તે જ અશાતા નામનો પુરુષ પ્રયુક્ત કરે છે. આથી જ તે પરકારણ છે=મુખ્ય કારણ છે. II૧૫૩II
શ્લોક ઃ
प्रविष्टेयं शरीरेषु, योगित्वेन शरीरिणाम् ।
स्वास्थ्यं निहत्य वीर्येण, करोत्यातुरतां पराम् । । १५४ । ।