________________
૭૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
इहैव चित्तसन्तापं, घोरानर्थपरम्पराम् ।
યન્ને નમત્તે પાવિષ્ઠાસ્તત્ર જિ ભદ્ર! જોતુમ્? ।।૭।।
શ્લોકાર્થ :
અહીં જ=મનુષ્યભવમાં જ, તે પાપિષ્ઠો ચિત્તના સંતાપને, ઘોર અનર્થની પરંપરાને જે પ્રાપ્ત કરે છે તેમાં હે ભદ્ર ! શું કૌતુક છે ? ।।૧૭||
શ્લોક ઃ
तदत्र परमार्थोऽयं, मूर्च्छाव धने सति ।
न कार्यो दानभोगौ तु कर्त्तव्यौ तत्त्ववेदिना । । १८ ।।
તુ, यस्तु नैवं करोत्युच्चैः, स वराको निरर्थकम् ।
અમૂલ્ય: વર્મર:, વનું પરિતામ્યતિ ।।।।
स्नेहदुर्नयगन्धोऽपि वर्जनीयश्च जानता ।
अन्यथा जायते कष्टं, यथाऽस्य वणिजो महत् 112011
શ્લોકાર્થ :
તે કારણથી અહીં=ધનના વિષયમાં, આ પરમાર્થ છે. ધન હોતે છતે મૂર્છા અને ગર્વ કરવો જોઈએ નહીં. વળી, તત્ત્વના જાણનાર પુરુષે દાનભોગ કરવા જોઈએ. જે વળી આ પ્રમાણે અત્યંત કરતો નથી તે વરાક મૂલ્ય વગરનો કર્મકર=ધનનો સેવક, કેવલ જાણતા એવા પુરુષ વડે પરિતાપને પામે છે. નિરર્થક સ્નેહરૂપ દુર્નયની ગંધ પણ વર્જનીય છે, અન્યથા કષ્ટ થાય છે. જે પ્રમાણે આ વણિકને મહાન કષ્ટ થયું. I|૧૮-૨૦||
ભાવાર્થ:
વિમર્શ અને પ્રકર્ષ ભવચક્રના નિરીક્ષણ માટે તત્પર થયેલા છે તે વખતે તેઓએ લોલાક્ષ રાજાને વસંત મહોત્સવ કરવા અર્થે ઉદ્યાનમાં પ્રવેશેલો જોયો. ત્યાં વસંતઋતુમાં મદ્યપાનથી આનંદ લેવા માટે તેઓ એકઠા થયેલા. તે વખતે કામદેવને વસંતઋતુમાં મહામોહે રાજ્ય આપેલું તેથી મનુષ્યલોકમાં જીવોને કામવૃત્તિ જાગૃત થાય છે. કામવૃત્તિરૂપ જે અંતરંગ શત્રુ પૂર્વે ચિત્તવૃત્તિમાં હતા તે વસંતઋતુના નિમિત્તને પામી કામવૃત્તિરૂપે પ્રગટ થયા અને કામવૃત્તિના ઉત્તેજનથી મદ્યપાનનો પરિણામ થયો. અને તેના ઉત્તેજનથી રિપુકંપને પોતાની પત્નીને નાચવાનું કહ્યું. ત્યારે મદ્યપાનમાં આસક્ત થયેલ લોલાક્ષ રાજાને પોતાના ભાઈની પત્નીના નૃત્યને જોઈને અત્યંત કામવૃત્તિ જાગૃત થાય છે અને કામને પરવશ થયેલો જીવ કાર્યઅકાર્યનો વિચાર કર્યા વગર પોતાના ભાઈની પત્નીને જઈને વળગે છે. વિહ્વળ થયેલી રતિલલિતા કોઈક