________________
૭.
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
જ્ઞા માન માન! પશ્ય દ્વં, શરેા રમાં નરઃ ।
कश्चिदेष निहन्त्युच्चैस्तदेनं ननु वारय ।।४०।।
શ્લોકાર્થ :
હે મામા ! મામા ! તમે જુઓ. કોઈક આ મનુષ્ય બાણથી રમણને અત્યંત હણે છે. તે કારણથી આને=બાણ મારનારને, ખરેખર વારણ કરો. ।।૪૦।।
શ્લોક ઃ
विमर्शेनोदितं वत्स ! स एष मकरध्वजः ।
चर्यया निर्गतो रात्रौ भयेन सह लीलया । । ४१ ।।
वर्तते को ममाज्ञायाम् ? को वा नेत्यत्र पत्तने ।
परीक्षार्थं जनोल्लापवेषकर्तव्यचेतसाम् ।।४२।। युग्मम्।।
શ્લોકાર્થ :
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! તે આ મકરધ્વજ છે. આ નગરમાં=મનુષ્યલોકમાં, કોણ મારી આજ્ઞામાં વર્તે છે ? અથવા કોણ વર્તતો નથી ? એ પ્રકારના જનના ઉલ્લાપ, વેષ, કર્તવ્યચિત્તવાળાઓની પરીક્ષા માટે ભય સહિત લીલાવાળી ચર્ચાથી નીકળેલો છે=વિમર્શ કહે છે રાત્રિના સમયે આ રમણ પાછળ તીર મારવા માટે તત્પર થયેલ જે આ પુરુષ દેખાય છે તે આ અંતરંગ જીવના પરિણામરૂપ મકરધ્વજ છે અને મહામોહે વસંતઋતુમાં તેને મનુષ્યનગરીનું સામ્રાજ્ય આપેલું છે. તેથી અહીંનો રાજા છે અને પોતાની આજ્ઞામાં કોણ વર્તે છે, કોણ નથી વર્તતા તેનો નિર્ણય કરવા માટે ભયસહિત અર્થાત્ સાત્વિક પુરુષોથી મકરધ્વજ હંમેશાં ભય પામે છે અને નિઃસત્ત્વ જીવોને બાણથી હણે છે તેથી ભયસહિત, લીલાવાળી ચર્યાથી રાત્રીમાં ફરે છે. II૪૧-૪૨।।
શ્લોક ઃ
शरमाकृष्य वीर्येण, तदेष रमणो ननु ।
અનેનેવ મૃદું તસ્યા, વરાજો વત્સ! નીયતે ।।૪રૂશા
શ્લોકાર્થ :
તે આ બિચારો રમણ વીર્યથી તીરને ખેંચીને આના વડે જ=કામદેવ વડે જ, ખરેખર હે વત્સ ! તેના ઘરે જ=વેશ્યાના ઘરે જ, લઈ જવાય છે. ||૪૩]I
શ્લોક ઃ
तत्किं ते वारणेनास्य, यदनेन पुरस्कृतः । રમળોડનુભવદ્વેષ, તત્રિમાનવ જોતુમ્ ।।૪૪।।