________________
૮૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
વળી વિચક્ષણ પુરુષ તત્ત્વને યથાર્થ જોનારા હોય છે તેથી વેશ્યાને પરવશ થયેલા જીવો કઈ રીતે વેશ્યાના રૂપને જુએ છે ? તે બતાવતાં કહે છે – વેશ્યા સુંદર દેખાવડી સ્ત્રી હોવા છતાં તેના સર્વ અંગોમાંથી સતત અશુચિ ઝરે છે. ફક્ત વસ્ત્ર, ભૂષણ, તાંબૂલ, વિલેપનાદિના બળથી તે શોભાયમાન દેખાય છે. પરંતુ સર્વ પ્રકારની અશુચિની કોઠી જેવી તેના દેહની સ્થિતિને તેઓ જાણતા નથી. તેથી જ ધન ક્ષય કરીને પણ તેવી સ્ત્રીના આશ્લેષને ઇચ્છે છે. વળી વિચક્ષણ પુરુષો કઈ રીતે વેશ્યાના સ્વરૂપને જોનારા છે તે બતાવવા માટે વિમર્શ પ્રકર્ષને કહ્યું કે અહીં અત્યંત દુર્ગધ આવે છે તેમ બતાવીને વેશ્યાનું શરીર કઈ રીતે દેહમાંથી અશુચિને કાઢે છે જેને જોવા માત્રથી પણ તે ગંધથી વ્યાકુળ થયેલો જીવ સ્ત્રી પ્રત્યે રાગ કરે નહીં. અને વિચક્ષણ પુરુષો સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારા હોય છે. તેથી તેઓને સ્ત્રીનું બાહ્ય સ્વરૂપ ચક્ષુ સામે ઉપસ્થિત થતું નથી પરંતુ ગંદકીમય દેહ ઉપસ્થિત થાય છે. જેમ ભોજન કરતી વખતે કોઈ વિષ્ટાનું નામ બોલે તો ચીતરી ચઢે છે તેવી રીતે જેઓએ નિપુણતાથી સ્ત્રીના શરીરનું સ્વરૂપ યથાર્થ ભાવન કર્યું છે તેઓને અલંકારો આદિથી સુશોભિત દેહવાળી પણ સ્ત્રી અંદરમાંથી ઝરતા અશુચિના પદાર્થવાળી દેખાવાથી તેના પ્રત્યે ચીતરી ચઢે છે, જેથી રાગનો ઉદ્ગમ થતો નથી.
આથી જ વેદના ઉદયવાળા આદ્ય ભૂમિકાવાળા મહાત્માઓ સ્ત્રીના દેહને તે પ્રકારે પુનઃ પુનઃ ભાવન કરીને તે રીતે સ્થિર કરે છે જે રીતે વિચક્ષણની વિમર્શશક્તિએ સ્ત્રીના સ્વરૂપનું ભાવન કરેલ. જેના કારણે અત્યંત અલંકારોથી શોભતી સુંદર વસ્ત્રવાળી પણ તે વેશ્યા ગંદકીથી યુક્ત જુગુપ્તાનું સ્થાન બની. જેનાથી ઉદયમાન પણ વેદનો ઉદય તે પ્રકારના વિકાર કરવા માટે અસમર્થ બને છે. જેમ અત્યંત કુરૂપ અને અત્યંત મલિનભાવવાળી સ્ત્રીને જોઈને સુરૂપવાળા જીવને પ્રાયઃ વિકાર થતો નથી, તેમ તત્ત્વના ભાવનને કારણે વિચક્ષણ પુરુષને સુંદર દેહવાળી સ્ત્રીઓને જોઈને રાગ થતો નથી.
प्रकर्षेणोक्तं-सत्यमेतन्नास्त्यत्र सन्देहः, ततोऽतिवाहितस्ताभ्यां क्वचिद्देवमन्दिरे रात्रिशेषः ।
પ્રકર્ષ વડે કહેવાયું – આ સત્ય છેઃવિમર્શ વડે કહેવાયું એ સત્ય છે, એમાં સંદેહ નથી. ત્યારપછી તે બંને દ્વારા=પ્રકર્ષ અને વિમર્શ દ્વારા, કોઈક દેવમંદિરમાં રાત્રિશેષ પસાર કરાઈ. શ્લોક :
अत्रान्तरे गलत्तारा, क्वथितध्वान्तकेशिका ।
નમ: શ્રી પાડુરા નાતા, રોપ્રાન્તવ વાસ્તિવ સારા શ્લોકાર્થ :
એટલામાં મળેલા તારાવાળી, ઊકળેલા અંધકારરૂપી કેશવાળી, આકાશની શોભા રોગથી વ્યાપ્ત બાલિકા જેવી ઉજ્જવલ થઈ. IIII
શ્લોક :
आदधानः श्रियं तस्यां, निजवीर्येण भास्करः । कारुण्यादिव संजातः, सप्रभावो भिषग्वरः ।।२।।