________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક :
ततः प्रकर्षणाभिहितम्अधुनैवामुना प्राप्तं, मृगयाव्यसने फलम् ।
विमर्शः प्राह न फलं, पुष्पमेतद्विभाव्यताम् ।।५५ ।। શ્લોકાર્ચ -
તેથી પ્રકર્ષ વડે કહેવાયું – હમણાં જ આના વડે=લલન વડે, શિકારના વ્યસનમાં ફલ પ્રાપ્ત કરાયું. વિમર્શ કહે છે – ફલ નથી. આ પુષ્પ વિભાવન કરવું. પપી. શ્લોક :
फलं तु नरके घोरे, स्यादेवंविधकर्मणाम् ।
तथापि मूढाः खादन्ति, मांसं हिंसन्ति देहिनः ।।५६।। શ્લોકાર્ચ -
વળી ઘોર નરકમાં આવા પ્રકારનાં કર્મોનું ફલ થાય, તોપણ મૂઢ જીવો માંસ ખાય છે, જીવોની હિંસા કરે છે. પછી ભાવાર્થ -
આ રીતે ભવચક્રના સ્વરૂપનું વિમર્શ અને પ્રકર્ષ અવલોકન કરે છે. ત્યારપછી વિચક્ષણની વિમર્શશક્તિ પ્રકર્ષને કહે છે. આપણે રસનાની શુદ્ધિ અર્થે નીકળેલા અને એક વર્ષના કાલાવધિમાં આપણે સ્વસ્થાને જવાનું છે તે હવે પૂર્ણ થવા આવ્યો છે અને ભવચક્ર ઘણો વિશાળ છે તેમાં અનેક આશ્ચર્યો થાય છે; કેમ કે કર્મને વશ ભવચક્રમાં રહેલા જીવો તે તે અંતરંગ શત્રુઓથી જ્યારે કદર્થના પામે છે ત્યારે અનેક પ્રકારનાં વિચિત્ર કૃત્યો કરે છે. તે સર્વનો શીધ્ર બોધ કરવો શક્ય નથી. પરંતુ વિવેક પર્વત ઉપર ચઢીને ભવચક્ર નગરને જોવા પ્રયત્ન કરવામાં આવે તો આખું ભવચક્ર અલ્પ સમયમાં સ્પષ્ટ દેખાય છે.
જે મહાત્માઓની ભગવાનના વચનાનુસાર નિર્મળ ગ્રુતબુદ્ધિ પ્રગટેલી છે અને તેના બળથી કર્મો કઈ રીતે જીવને વિડંબના કરી શકે છે તે સર્વને જોવું હોય તો નિપુણ પ્રજ્ઞાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગરૂપ જે માર્ગાનુસારી બુદ્ધિરૂપ જે વિવેક છે તે જ તત્ત્વને દેખાડવા માટે ઊંચો પર્વત છે. તેથી જેમ પર્વત ઉપર આરૂઢ થયેલો પુરુષ નીચે રહેલા નગરને સુખપૂર્વક જોઈ શકે છે તેમ વિવેક પર્વત ઉપર જેઓની બુદ્ધિ આરૂઢ થઈ છે તેઓ સંસારનું સમસ્ત સ્વરૂપ શીધ્ર જોઈ શકે છે. જેથી ભવચક્રનાં નવાં નવાં આશ્ચર્યો જોવાનું કુતૂહલ ક્યારેય થતું નથી પરંતુ ભવની વિડંબના જોઈને ભવથી પર અવસ્થાની પ્રાપ્તિમાં દૃઢ યત્ન કરવાનો ઉત્સાહ થાય છે. તેથી વિમર્શ અને પ્રકર્ષ વિવેક પર્વત ઉપર આરૂઢ થઈને સંસારનું સ્વરૂપ જોવા તત્પર થાય છે ત્યારે તેઓને કોઈક પુરુષ જુગાર રમીને સર્વસ્વનો વિનાશ કરીને પોતાનું મસ્તક પણ હારે છે અને જુગારીઆ તેને ચારે બાજુ ઘેરીને કઈ રીતે મસ્તક ફોડે છે તે દેખાય છે.