________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
अन्यच्चयथा गोमायुघाताय, ताम्यत्येष निरर्थकम् ।
आखेटके रतात्मानस्तथैवान्येऽपि जन्तवः ।।५१।। શ્લોકાર્ય :
અને બીજું, જે પ્રમાણે શિયાળના ઘાત માટે આ નિરર્થક તાપને પામે છે તે પ્રમાણે શિકારમાં રત આત્મા એવા અન્ય પણ જીવો નિરર્થક પીડાને પામે છે. પ૧TI. શ્લોક :
यावच्च वर्णयत्येवं, विमर्शस्तस्य चेष्टितम् ।
तावल्ललनवृत्तान्तो, यो जातस्तं निबोधत ।।५२।। શ્લોકાર્ચ -
અને જ્યાં સુધી આ પ્રમાણે તેનું ચેષ્ટિત=લલનનું ચેષ્ટિત, વિમર્શ વર્ણન કરે છે ત્યાં સુધી જે લલનનો વૃત્તાંત થયો તે સાંભળો. પિરા શ્લોક :
स जम्बुकविनाशार्थं, धावन्नुच्चैर्दुरुत्तरे । सतुरङ्गो महागर्ते, पतितोऽधोमुखस्तले ।।५३।।
શ્લોકાર્ચ -
તે જબુકના=શિયાળના, વિનાશ માટે અત્યંત દોડતો લલન દુતર એવા મહાગતમાં નીકળવું છે દુષ્કર એવા મોટા ખાડામાં, ઘોડા સાથે અધોમુખ તલમાં પડ્યો. પBll શ્લોક :
ततः संचूर्णितागोऽसौ, क्षुद्यमानो हयेन च ।
अत्राणो विरटन्नुच्चैस्तत्रैव निधनं गतः ।।५४।। શ્લોકાર્થ :
ત્યારપછી સંચૂર્ણિત અંગવાળો એવો આ=લલન, ઘોડાથી, ખુદાતો, અત્રાણ, મોટેથી બૂમો પાડતો ત્યાં જ મૃત્યુને પામ્યો. //પ૪ll