________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
सुश्लिष्टा मोचयत्येषा, भारती तात ! देहिनाम् । उच्छृङ्खला पुनर्वत्स! तामेषा बन्धयत्यलम् ।।७।।
૧૦૩
શ્લોકાર્થ ઃ
સુશ્લિષ્ટ એવી આ વાણી=સારી રીતે બોલાયેલી એવી આ વાણી, હે તાત પ્રકર્ષ ! જીવોને મુકાવે છે=આપત્તિઓમાંથી મુકાવે છે. ઉત્કૃખંલ એવી આ=વાણી, તેને=સુંદર વાણીને, અત્યંત બંધનને કરે છે=સુંદર વાણીનો અત્યંત નિરોધ કરે છે. II૭II
શ્લોક ઃ
तदस्य विकथामूलं, दुर्भाष्यव्यसने फलम् । इदमीदृशमापन्नं, परलोके च दुर्गतिः ।।८।।
શ્લોકાર્થ :
તે કારણથી આને=દુર્મુખને, દુર્ભાષ્ય વ્યસનમાં વિકથાના મૂલવાળું આવા પ્રકારનું આ ફલ પ્રાપ્ત થયું=રાજાએ જેવા પ્રકારનો દંડ કર્યો તેવા પ્રકારનું ફલ પ્રાપ્ત થયું. અને પરલોકમાં દુર્ગતિ છે. IIII
ભાવાર્થ :
જેઓને વિચાર્યા વગર જે તે બોલવાની પ્રકૃતિ છે તેઓ પોતાની પ્રકૃતિ અનુસાર સ્ત્રીકથા, રાજકથા, આદિ કરે છે. વસ્તુતઃ તેઓના ચિત્તમાં તેવા પ્રકારના મોહના પરિણામને કારણે તે તે પ્રકારે બોલવાની ઇચ્છા થાય છે અને ઇચ્છાથી આકુળ થયેલા સારાસારનો વિચાર કર્યા વગ૨ જ્યાં ત્યાં અને જે તે કથનો કરે છે. ક્વચિત્ તથાપ્રકારનું પુણ્ય તપતું હોય તો આ લોકમાં સાક્ષાત્ કોઈ આપત્તિ ન આવે તોપણ વિકથાને કારણે તેની પુણ્યપ્રકૃતિ સતત ક્ષીણ થાય છે અને કોઈક નિમિત્તને પામીને પાપપ્રકૃતિ જાગૃત થાય છે; કેમ કે મૂઢતાને કારણે વિચાર્યા વગર જેમ તેમ બોલવાની પ્રકૃતિઓ થાય છે.
જેમ દુર્મુખ નામના સાર્થવાહનું સુખપૂર્વક જીવન નિર્ગમન થતું હતું. છતાં સ્વકલ્પનાથી આ રાજા જીતશે નહીં ઇત્યાદિ લોકોને કહીને વિકથા કરી જેના ફળરૂપે આ લોકમાં પણ અનર્થની પ્રાપ્તિ થઈ. પરલોકમાં દુર્ગતિની પ્રાપ્તિ થઈ. માટે વિવેકી પુરુષે પરિમિત શબ્દોવાળી, લોકોને આહ્લાદ કરનાર સત્ય વાણી બોલવી જોઈએ અને ઉચિત કાળે બોલવી જોઈએ અને તે પણ સબુદ્ધિથી પવિત્ર હોય તેવી બોલવી જોઈએ. અન્યથા જેમ હિંસાદિથી નરકની પ્રાપ્તિ થાય છે તેમ વિકથાના કાળમાં જે પ્રકારના મલિનતાનો ભાવ વર્તે છે તે પ્રકારના નરકાદિની પ્રાપ્તિ થાય છે.