________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૭૩
ધન પ્રત્યે ચિત્તનો સ્નેહ કરવો જોઈએ નહીં. પરંતુ જે ધન પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ છે, જેનો નાશ કોઈ કરી શકતું નથી. પરલોકમાં પણ સાથે આવે છે અને આલોકમાં પણ સુખ-શાંતિ આપે છે તેવા ધનઅર્જન માટે યત્ન કરવો જોઈએ. અને તેવા ધનઅર્જનના શું ઉપાયો છે ? તે બતાવે છે -
=
સંસારનાં વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરીએ તો આ સંસારની સર્વ પ્રવૃત્તિ ઇન્દ્રજાલ જેવી છે. ક્ષણમાં
દેખાય છે અને ક્ષણમાં જાય છે. આથી બાહ્ય પદાર્થો પ્રત્યે ચિત્તને વિરક્ત કરીને આત્માની કષાયોથી અનાકુળ અવસ્થામાં જ સદા જીવે યત્ન કરવો જોઈએ અને તેનો ઉપાય વિધિપૂર્વક ગુણવાન પુરુષોની ભક્તિ છે; કેમ કે ગુણવાન પુરુષો તુચ્છ બાહ્ય ભોગો પ્રત્યે વિરક્ત થઈને આત્માની ગુણસંપત્તિને સાધવા માટે યત્નવાળા છે અને તેઓની ભક્તિ અને તેઓ પ્રત્યે વધતું જતું બહુમાન ગુણો પ્રત્યેના રાગવાળું હોવાથી પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. વળી, વિશુદ્ધ શીલવૃત્તિ અર્થાત્ ન્યાય, નીતિ, સદાચારપૂર્વક સ્વભૂમિકાનુસાર જીવન જીવવું જોઈએ. જેથી નિરર્થક ક્લેશો ન થાય તે પણ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. વળી, હાસ્યથી, ૨મૂજથી કે કોઈક પણ નિમિત્તે બીજાને પીડા થાય તેવી મનથી, વચનથી, કાયાથી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. સાક્ષાત્ વચનથી કે કાયાથી કોઈને પીડા ન કરાઈ હોય તોપણ મનથી પણ કોઈની અનુચિત પ્રવૃત્તિ જોઈને તેને ઉપતાપ કરે તેવું કહેવાનું મન થાય કે તેવો કોઈ સૂક્ષ્મ ભાવ થાય તો પાપબંધનું કારણ છે અને તેની વિરતિ પુણ્યબંધનું કારણ છે અને બીજા જીવોનું કઈ રીતે હિત થાય તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કાયાથી કે વચનથી શક્ય ન હોય ત્યારે મનથી પણ તે પ્રકારના બીજાના અનુગ્રહના ભાવોથી મનને ભાવિત કરવામાં આવે તો પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે. વળી પોતાનું ચિત્ત દમન કરવામાં આવે અર્થાત્ વિદ્યમાન વિકારો ક્ષીણ થાય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરવામાં આવે તેનાથી પુણ્ય બંધાય છે.
સંક્ષેપથી સાર બતાવતાં કહે છે, તથાપ્રકારના પુણ્યથી ધન પ્રાપ્ત થયું હોય તોપણ ધનમાં મૂર્છા અને હું ધનવાન છું એ પ્રકારે ગર્વ કરવો જોઈએ નહીં અને શક્તિ અનુસાર ઉચિત દાન અને કૃપણતાપરિહારપૂર્વક ઉચિત ભોગ કરવા જોઈએ. જેઓ માત્ર ધનસંચય કરે છે તેઓ પરમાર્થથી મૂલ્ય વગરના ધનના કિંકર છે. કેવલ ધન-સંચયનો પરિતાપ કરે છે. વળી, ધન પ્રત્યે સ્નેહ અને અનુચિત રીતે ધનપ્રાપ્તિ કરવા રૂપ દુર્નયની ગંધ પણ વિવેકીએ અત્યંત વર્જન કરવી જોઈએ, અન્યથા જેમ આ મહેશ્વર વાણિયાને કષ્ટ પ્રાપ્ત થયું તેમ કષ્ટ પ્રાપ્ત થાય છે.
શ્લોક
=
यावत्स कथयत्येवं, बुद्धिसूनोः स्वमातुलः । अन्यस्तावत्समापन्नो, वृत्तान्तस्तं निबोधत ।। २१ । ।
શ્લોકાર્થ :
આ પ્રમાણે જ્યાં સુધી તે બુદ્ધિનો પુત્ર પ્રકર્ષ પોતાના મામાને કહે છે ત્યાં સુધી અન્ય વૃત્તાંત પ્રાપ્ત થયો તેને તમે સાંભળો. I૨૧।।