________________
૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સમાચાર માત્ર સાંભળવાથી પણ કંઈક અસર થાય છે તે મતિમોહરૂપ છે તોપણ વિવેકસંપન્ન એવા તે જીવોને તે મતિમોહ અતિબાધક બનતો નથી; કેમ કે તેઓ વિચારે છે કે જગતના સર્વ પદાર્થો ક્ષણભંગુર છે. તેથી ક્વચિત્ પુત્રના રોગને કારણે શોક થાય તોપણ તેવા જીવોને તે શોક અતિબાધક બનતો નથી. અને અત્યંત તત્ત્વને જોનારા જીવોને તો મતિમોહ પણ થતો નથી અને શોક પણ થતો નથી. પરંતુ સંસારની વાસ્તવિક સ્થિતિનું પ્રત્યક્ષદર્શન થવાથી અત્યંત વૈરાગ્ય થાય છે.
આ પ્રકારની તે રાજમંદિરની અત્યંત શોકવાળી સ્થિતિ જોઈને વિમર્શ અને પ્રકર્ષ વિચારે છે કે આવી લોકોની દયાજનક સ્થિતિને જોવાથી ચિત્ત કઠોર બને છે માટે દયાળુ જીવોએ તે સ્થાનમાં રહેવું જોઈએ નહીં. તેથી એ ફલિત થાય કે સંસારી જીવોની દુઃખી અવસ્થા જોઈને તેઓનું તે દુઃખ નિવારણ કરી શકે તો તે દયાળુ જીવો તેના દુઃખના નિવારણ માટે યત્ન કરે છે. જ્યાં તેઓના દુઃખનું નિવારણ કરવું શક્ય નથી, ત્યાં વિવેકી જીવો તેઓની દુઃખી અવસ્થાને જોઈ શકતા નથી. તેથી પોતાનું દયાળુ હૃદય ઘવાય નહીં તે માટે તે સ્થાનથી અન્યત્ર જાય છે. આથી જ દુષ્ટ લોકોને ફાંસી આદિની સજા થતી હોય તેવા સ્થાને દયાળુ હૃદયવાળા જીવો તે કૃત્યને જોવા માટે બેસતા નથી. તેમ વિચક્ષણ પુરુષનો બુદ્ધિનો વિમર્શ અને પ્રકર્ષ ભવચક્રમાં તે સ્થાનનો ત્યાગ કરીને અન્યત્ર ભવચક્રનું સ્વરૂપ જોવા જાય છે. જ્યાં અતિ ધનાઢ્ય એવો મહેશ્વર વિપુલ ધનસામગ્રી યુક્ત તેઓને દેખાય છે અને તેના દેહમાં ધનગર્વ નામનો મિથ્યાભિમાનનો અનુચર જે જીવનો અંતરંગ શત્રુ છે, જે પૂર્વમાં ચિત્તવૃત્તિમાં હતો તે જ નિમિત્ત પામીને ભવચક્ર નગરમાં મહેશ્વર શ્રેષ્ઠીના દેહમાં પ્રવેશ કરે છે અને ધનગર્વથી અત્યંત ફુલાતો તે મહેશ્વર મામા-ભાણેજ વડે જોવાયો. થોડીવારમાં કોઈક ચોરીનો માલ વેચવા માટે રાજાનો માણસ આવ્યો ત્યારે તે મહેશ્વરના શરીરમાં રાગકેસરીનો પુત્ર લોભ પ્રવેશે છે અને તેના વશથી ભુજંગ પાસેથી તેણે મુગટ ગ્રહણ કર્યો અને હર્ષિત થાય છે, તેથી તે જ વખતે તેનું પુણ્ય સમાપ્ત થાય છે તેથી રાજાના માણસો તેને પકડીને ફાંસીની સજા અર્થે વિડંબનાપુર્વક લઈ જાય છે તેથી તેનો ધનગર્વ ગળી જાય છે અને લોકોથી નિંદાતો અને લોકમાં વિડંબના પામતો અત્યંત દયાજનક સ્થિતિમાં તે મહેશ્વર મામા-ભાણેજ દ્વારા જોવાયો. તેથી વિમર્શ કહે છે –
કર્મોની આ પ્રકારની સ્થિતિ છે તેથી બુદ્ધિમાન પુરુષો ધનગર્વ કરતા નથી. વળી, લોભને વશ અનીતિપૂર્વક ચોરીનો માલ ગ્રહણ કરવાને કારણે તે મહેશ્વરનું તત્કાલ પાપ જાગૃત થવાથી સર્વ પુણ્ય નાશ પામ્યું. માટે વિવેકીએ અનીતિપૂર્વક ધન કમાવા યત્ન કરવો જોઈએ નહીં. વળી નીતિપૂર્વક કોઈ ધન કમાતું હોય, અત્યંત ફૂંકી ફૂંકીને પગ મૂકતો હોય જેથી ધન કોઈ રીતે નાશ ન પામે તે રીતે જ ધનઅર્જન કરતો હોય, છતાં પાપનો ઉદય આવે છે ત્યારે ક્ષણમાં તે ધન નાશ પામે છે. તે વખતે તે ધનનો નાશ જીવને અત્યંત દુઃખી દુઃખી કરે છે. માટે વિવેકીએ ધનનું સુખ ઇન્દ્રજાળ જેવું છે, બાહ્ય સુખો ઇન્દ્રજાળ જેવાં છે, તેમ અત્યંત ભાવન કરીને તે સુખોના ઉપાયરૂપે ધનમાં ગાઢ પ્રીતિ કરવી જોઈએ નહીં. જેથી કદાચ ધન ક્ષણમાં નાશ પામે તોપણ પદાર્થનો તેવો જ સ્વભાવ છે તેમ વિચારીને ક્લેશથી આત્માનું રક્ષણ કરવું જોઈએ. વળી, ધનઅર્જનમાં અનેક ક્લેશો હોય છે. વર્તમાનમાં તેનો નાશ થાય ત્યારે અનેક દુઃખો મળે છે અને તેનાથી ક્લેશ પામેલું ચિત્ત પરલોકમાં પણ અનેક દુ:ખોની પરંપરા પ્રાપ્ત કરે છે. માટે વિવેકીએ તેવા ક્ષણસ્થાયી