________________
૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ મકરધ્વજ વડે કરાયેલ કાર્યનો નિયોગ વિમર્શ વડે કહેવાયું. હે વત્સ પ્રકર્ષ ! આ હજી પણ કેટલું છે ? અર્થાત્ ઘણું અલ્પ છે. અહીં ભવચક્ર નગરમાં તારા વડે બહુતર બીજું પણ જોવા જેવું છે. અહીં=ભવચક્ર નગરનાં ઘણાં પ્રકારનાં નાટકો સંભવે છે. પ્રકર્ષ કહે છે – હે મામા ! પ્રસાદ સહિત દર્શક એવા તમે હોતે છતે મારા દર્શનનું કુતૂહલ શું પરિપૂર્ણ ન થાય ? અર્થાત્ સર્વ કુતૂહલ પૂર્ણ થાય. કેવલ મકરધ્વજના સમીપમાં મહામોહ, રાગકેસરી, વિષયાભિલાષ, હાસ્યાદિ પત્ની સહિત હમણાં મારા વડે દેખાય છે. વળી, તે દ્વેષગજેન્દ્ર, અરતિ, શોક આદિ દેખાતાં નથી. તે કારણથી અહીં શું કારણ છે ? તે=ઢેષગજેન્દ્ર આદિ, આ મકરધ્વજ રાજ્યમાં કેમ આવ્યા નથી ? વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! તે આ ભવચક્રમાં આવેલા જ છે. સંદેહ કરવો જોઈએ નહીં. પરંતુ મારા વડે નિવેદિત જ છે=મારા વડે તને કહેવાયેલું જ છે. શું કહેવાયેલું છે ? તે “કથા'થી બતાવે છે – આવિર્ભાવ-તિરોભાવવાળા ખરેખર આ અંતરંગ લોકો છે. તેથી તે દ્વેષગજેન્દ્ર, શોકાદિ અહીં જ=ભવચક્ર નગરમાં જ, તિરોભૂત થયેલા રહે છે. રાજાની સેવાના અવસરની અપેક્ષા રાખે છે મકરધ્વજ રાજાની સેવાનો અવસર આવે છે ત્યારે આવિર્ભાવ પામે છે. આ મહામોહ આદિ લબ્ધ અવસરપણું હોવાને કારણે=પોતાને પ્રગટ થવાનો અવસર પ્રાપ્ત થયેલો હોવાને કારણે, રાજાની સભામાં=મકરધ્વજની સભામાં, આવિર્ભત થયેલા પોતાના વિયોગને પોતાના કૃત્યને, અનુશીલન કરે છે. વળી, પ્રચંડ શાસનવાળો ખરેખર આ મકરધ્વજ રાજા છે. તેથી આવા રાજ્યમાં જેનો જેટલો વિયોગ છે=જેનું જેટલું કૃત્ય છે, તેના વડે તેટલું જ આચરણીય છે. જેનું
જેટલું માહાભ્ય છે તેના વડે તેટલું જ બતાવવું જોઈએ. જેનું જેટલું આભાવ્ય છે=જેનો જેટલો તે રાજ્યમાં અધિકાર છે તેના વડે તેટલું તેણે ગ્રહણ કરવું જોઈએ. અધિક ચૂત નહીં. તે આ પ્રમાણે –
જે આ અશેષ રાજવંદની સાથે લોલાક્ષ નામનો રાજા અને નિખિલ લોકો આ મકરધ્વજ વડે જિતાયેલા પણ જાણતા નથી. સપરિવારવાળા આવે=મકરધ્વજને, બંધુભૂત માને છે. તે આ=પોતે મકરધ્વજથી જિતાયા છે છતાં જિતાયા છે તે જાણતા નથી તે આ, મહામોહથી વિહિત છે. આ જ= પોતે જિતાયા છે છતાં જિતાયા છે એનો બોધ ન થાય એ, આનો જ=મહામોહતો જ, નિયોગ છે= વ્યાપાર છે. આમાં જ=આ પ્રકારના વ્યાપારમાં જ, માહાભ્ય છે=મહામોહતું માહાભ્ય છે. અને આ જ આનું આભાવ્ય છે=મહામોહનું આભાવ્ય છે. જે વળી, આ લોકોકલોલાક્ષ રાજા આદિ, પ્રીતિને વહન કરતાં કૂદાકૂદ કરે છે, કૃત્યકૃત્ય પોતાને જાણે છે. તે આ રાગકેસરીથી જતિત છે. આવો જ નિયોગ છે=રાગકેસરીનો જ વિયોગ છે અર્થાત્ વ્યાપાર છે. અને માહાભ્ય છે. અને આભાવના વિષયભૂત છે રાગકેસરીના આભાવ્યતા વિષયભૂત છે. જે વળી આકલોલાક્ષ રાજાદિ લોકો શબ્દાદિ વિષયોમાં લોભ પામે છે. અને સેંકડો વિકારો કરે છે તે આ વિષયાભિલાષનું વિજૂર્ભિત છેવિષયાભિલાષનું કૃત્ય છે અને નિયોગાદિ છે. જે વળી અટ્ટહાસ્યથી હસે છે=રાજા વગેરે હસે છે, ચાળાઓ દેખાડે છે એ હાસ્યનું વિલસિત છે. આ રીતે તેઓની પત્નીઓનું પણ યથાયોગ્ય, શેષ રાજાઓનું પણ અને બાળકરૂપ કષાયોનું પણ નિયોગ, માહાભ્ય, આભાવ્યના ગ્રહણના વ્યાપારો પ્રતિનિયત જ જાણવા. જે વળી આ લોકો શબ્દાદિક ભોગના સમૂહને કરે છે, સહર્ષ સ્ત્રીઓને