________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૪૧
શ્રેષ્ઠ કુંજરોવાળા, નરવરથી પ્રેરિત ચૂર્ણ કરવા માટે આરબ્ધ થયા. અકાંડ જ ઘણા જીવોનું મર્દન થયું.
इतश्च तथा रिपुकम्पनेनाहूतो लोलाक्षश्चलितस्तदभिमुखं द्वेषगजेन्द्राधिष्ठितः, मदिरामदान्धतया लग्नौ तौ करवालयुद्धेन, ततो गाढामर्षान्निपातितो रिपुकम्पनेन लोलाक्षः, संजातो महाविप्लवः । ततस्तमवलोक्य प्रविष्टौ नगरे विमर्शप्रकर्षो, स्थितौ निराबाधस्थाने । विमर्शेनोक्तं - वत्स ! दृष्टं द्वेषगजेन्द्रमाहात्म्यम्? स प्राह- सुष्ठु दृष्टं माम! तावतां विलासानामीदृशं पर्यवसानम् । विमर्शेनोक्तंभद्र! मद्यपायिनामेवंविधमेव पर्यवसानं भवति । मदिरामत्ता हि प्राणिनः कुर्वन्त्यगम्यगमनानि, न लक्षयन्ति पुरः स्थितं, मारयन्ति प्रियबान्धवान्, जनयन्त्यकाण्डविड्वरं, समाचरन्ति समस्तपातकानि, भवन्ति सर्वजगत्सन्तापकाः, निपात्यन्ते निष्प्रयोजनं मृत्वा च गच्छन्ति दुर्गतौ किमत्राश्चर्यम् ? इति
અને આ બાજુ તે પ્રકારે રિપુકંપન વડે લોલાક્ષ બોલાવાયો. તેને અભિમુખ=લોલાક્ષને અભિમુખ, દ્વેષગજેન્દ્રથી અધિષ્ઠિત રિપુકંપન ચાલ્યો. મદિરાના મદથી અંધપણાને કારણે તે બંને તલવારના યુદ્ધથી લડવા લાગ્યા. ત્યારપછી ગાઢ આમર્ષથી=ગાઢ દ્વેષથી, રિપુકંપન વડે લોલાક્ષ રાજા પછાડાયો. મહા વિપ્લવ થયો. તેને જોઈને=આ પ્રકારના તેઓના યુદ્ધને જોઈને, વિમર્શ અને પ્રકર્ષ નગરમાં પ્રવેશ્યા. નિરાબાધ સ્થાનમાં તે બંને બેઠા. વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! દ્વેષગજેન્દ્રનું માહાત્મ્ય જોયું ? તે કહે છે – હે મામા ! અત્યંત જોવાયું. તેટલા વિલાસોનું આ પર્યવસાન છે=લોલાક્ષ રાજાએ પરિવાર સહિત જે અત્યાર સુધી વિલાસો કર્યા તે સર્વ વિલાસોનું આ અંતિમ ફળ છે. વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર પ્રકર્ષ ! મઘ પીનારાઓનું આવા પ્રકારનું જ પર્યવસાન હોય છે. મદિરાથી મત્ત થયેલા પ્રાણીઓ અગમ્ય એવી સ્ત્રી આદિનું ગમન કરે છે. આગળમાં રહેલાને જાણતા નથી. પ્રિય બાંધવોને મારે છે. અકાંડ વિવરને=યુદ્ધને, ઉત્પન્ન કરે છે. બધાં પાપોતે આચરે છે. સર્વ જગતના સંતાપક થાય છે. નિષ્પ્રયોજન નિપાતન કરાય છે અને મરીને દુર્ગતિમાં જાય છે. આમાં શું આશ્ચર્ય છે ?
શ્લોક ઃ
ષિ
मद्ये च पारदार्ये च, ये रताः क्षुद्रजन्तवः । તેષામેવવિધાનર્થાત્, વત્સ! : પ્રદુમર્દતિ? ।।।। मद्यं हि निन्दितं सद्भिर्मद्यं कलहकारणम् । मद्यं सर्वापदां मूलं, मद्यं पापशताकुलम् ।।२।।
શ્લોકાર્થ
વળી, મધમાં અને પરસ્ત્રીમાં જે ક્ષુદ્રજીવો રત છે તેઓને આવા પ્રકારના અનર્થોને હે વત્સ ! કોણ પૂછવા માટે યોગ્ય છે ? અથવા આવા અનર્થો કેમ થયા એમ પૂછી શકાય નહીં ? ft=જે
·