________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ स्वप्रभोद्भासितभवनभित्तिभागः संपूर्णलक्षणधरः किञ्चिच्छेषजीवितव्यो दारकः, समाहूतं वैद्यमण्डलं, पृष्टो वैद्याधिपतिः किमेतदिति ? । स प्राह - देव ! समापतितोऽस्य कुमारस्य सद्योघाती बलवानातङ्कः, स च प्रचण्डपवन इव प्रदीपमेनमुपसंहर्त्तु लग्नः पश्यतामेवास्माकं मन्दभाग्यानाम् । नृपतिराह - भो भो लोकाः शीघ्रमुपक्रमध्वं यथाशक्त्या, कुमारं यो जीवयति तस्मै राज्यं प्रयच्छामि, स्वयं च पदातिभावं प्रतिपद्येऽहम् । तदाकर्ण्य सर्वादरेण लोकैः प्रयुक्तानि भेषजानि, वाहिता मन्त्राः, निबद्धानि कण्डकानि, लिखिता रक्षाः, कृतानि भूतिकर्माणि, नियोजिता विद्या, वर्तितानि मण्डलानि, संस्मृता देवता, विन्यासितानि तन्त्राणि । तथा कुर्वतामपि च गतः पञ्चत्वमसौ दारकः । अत्रान्तरे कामरूपितया शोकमतिमोहाभ्यां सपरिकरयोर्मतिकलितारिपुकम्पनयोः कृतः शरीरानुप्रवेशः ।
૫૪
એટલામાં=આ બે પુરુષે રાજમહેલમાં પ્રવેશ કર્યો એટલામાં, સૂતિકાગૃહમાં કરુણાના કોલાહલથી ઉત્મિશ્ર પૂત્કારનો અવાજ ઉલ્લસિત થયો. પ્રશાંત આનંદના ગુંદલને=વિહ્વળતાને, કરે એવા મહાહાહારવને કરતી દાસચેટીઓ નરપતિને અભિમુખ દોડી. આ શું છે એ પ્રમાણે ફરી ફરી પૂછતો રાજા કાયર થયો. તેણીઓ વડે કહેવાયું હે દેવ ! રક્ષણ કરો. રક્ષણ કરો, કંઠમાં રહેલા પ્રાણો વડે ભગ્ન ચક્ષુવાળો કુમાર થયો છે. તેથી દોડો દોડો. ત્યારપછી વજ્રથી હણાયેલાની જેમ રાજા થયો. તોપણ સત્ત્વનું અવલંબન લઈને પરિવાર સહિત સૂતિકાઘરમાં ગયો. પોતાની પ્રભાથી પ્રકાશિત થયેલ છે ભુવનની ભીંતનો ભાગ જેના વડે એવો, સંપૂર્ણ લક્ષણને ધારણ કરનારો, કંઈક શેષ જીવિતવાળો દારક=પુત્ર જોવાયો. વૈદ્યમંડલને બોલાવાયું. વૈઘાધિપતિ પુછાયો. આ શું છે ? તે કહે છે—વૈદ્ય અધિપતિ કહે છે – આ કુમારને તત્કાલ નાશ કરનાર બલવાન આતંક પ્રાપ્ત થયો છે અને તે જેમ પ્રચંડ પવન પ્રદીપને ઉપસંહાર કરવા માટે લાગે=બૂઝવવા માટે લાગે, તેમ મંદભાગ્યવાળા જોતા અમોને સઘઘાતી એવો આતંક આ બાળકને વિનાશ કરવા તત્પર થયો છે. રાજા કહે છે હે લોકો ! યથાશક્તિ શીઘ્ર ઉપક્રમ કરો=પ્રયત્ન કરો. જે કુમારને જીવાડશે તેને હું રાજ્ય આપીશ અને સ્વયં હું તેનો સેવકભાવ સ્વીકારીશ. તે સાંભળીને સર્વ આદરથી લોકો વડે ઔષધો પ્રયોગ કરાયા. મંત્રો વહત કરાયા. કંડકો નિબદ્ધ કરાયા. રક્ષા લખાઈ. ભૂતિકર્મો કરાયાં. વિદ્યાઓ નિયોજન કરાઈ. મંડલો ચિતરાયાં. દેવતાઓ સંસ્મરણ કરાયા. તંત્રોનો વિન્યાસ કરાયો. તે પ્રમાણે કરવા છતાં પણ આ પુત્ર મૃત્યુને પામ્યો. એટલામાં કામરૂપીપણું હોવાને કારણે પરિવાર સહિત શોક અને મતિમોહ દ્વારા મતિકલિતા અને રિપુકંપનના શરીરમાં પ્રવેશ કરાયો.
શ્લોક ઃ
=
ततश्च
हा हताऽस्मि निराशाऽस्मि मुषिताऽस्मीति भाषिणी । ત્રાવસ્વ દેવ! વેતિ, વવન્તી નષ્ટચેતના શા