________________
૪૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ મિથ્યાભિમાન દેખાય છે. વિમર્શ વડે કહેવાયું – સત્ય, તે જ આ છે=ચિત્તવૃત્તિમાં જે મિથ્યાભિમાન હતો તે જ આ છે. પ્રકર્ષ કહે છે – રાજસચિત નગરમાં ખરેખર અવિચલ આ છે=રાજસચિત્ત વગરનું સર્વ કાર્ય રાગકેસરીએ તેના માથે મૂકેલું છે તેથી મિથ્યાભિમાન હંમેશાં રાજસચિત્ત નગરમાં સ્થિર રહે છે. તે કારણથી અહીં માનવાવાસમાં કેવી રીતે આવ્યો ? વિમર્શ વડે કહેવાયું – આ રીતે મકરધ્વજના ઉપર સપ્રસાદવાળો મહામોહરાજા છે. જે કારણથી આના રાજ્યમાં મહામોહતા રાજ્યમાં, જે અચલ પોતાનું બલ, બાલ સહિત છે તે પણ લવાયું મકરધ્વજને માનવાવાસમાં રાજ્ય આપ્યું ત્યારે તે સર્વને અહીં લવાયું. કેવલ કામરૂપીપણું હોવાને કારણે=અનેક રૂપ કરવાનું સ્વરૂપ હોવાને કારણે, આ મિથ્યાભિમાન અને મતિમોહ જો કે અહીં લવાયેલા દેખાય છે, તો પણ તે જ રાજસચિત્ત અને તામસચિત નગરમાં પરમાર્થથી તે બંને રહેલા જાણવા. પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! ક્યાં ફરી આ=મિથ્યાભિમાન, હમણાં જવા માટે પ્રવૃત્ત થયો છે? વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! સાંભળ, જે આ તારા વડે રિપુકંપન જોવાયો, તે લોલાણ રાજા હણાયે છતે હમણાં રાજ્યમાં અભિષિક્ત થયો. તેનું આ ભવન છે. આથી આ મિથ્યાભિમાન કોઈક કારણથી આ રાજસદન=રિપુકંપનના રાજમહેલમાં, પ્રવેશ કરવાની ઈચ્છાવાળો જણાય છે. પ્રકર્ષ કહે છે – મામા મને પણ આ રાજાનું નિકેતન બતાવો. વિમર્શ વડે કહેવાયું – એ પ્રમાણે કરું છું. ત્યારપછી તે બંનેવિમર્શ અને પ્રકર્ષ, તે રાજાના ઘરમાં પ્રવેશ્યા.
रिपुकम्पनगृहे पुत्रजन्ममिथ्याभिमानः इतश्च तस्य रिपुकम्पनभूपतेरस्ति द्वितीया मतिकलिता नाम महादेवी, सा च तस्मिन्नेव समये दारकं प्रसूता । अथ तत्र जातमात्रे राजसूनौ भास्करोदये विकसितमिव तामरसं व्यपगततिमिरनिकरमिव गगनतलं विनिद्रमिव सुन्दरजननयनयुगलं, भुवनमिव स्वधर्मकर्मव्यापारपरायणं तद्राजभवनं राजितुं प्रवृत्तं, कथम्? विरचिता मणिप्रदीपनिवहाः विस्तारिता मङ्गलदर्पणमालाः, संपादितानि भूतिरक्षाविधानानि, निर्वर्तिता गौरसिद्धार्थकैर्नन्दावर्तशतपत्रलेखाः, निवेशिताः सितचामरधारिण्यो विलासिन्यः । ततः प्रचलिता वेगेनास्थानस्थायिनो भूपतेः सुतजन्ममहोत्सवं निवेदयितुं प्रियंवदिका । कथम्?
રિપુકંપનના ઘરમાં પુત્રજન્મનું મિથ્યાભિમાન આ બાજુ તે રિપુકંપન રાજાની બીજી મતિકલિતા નામની મહાદેવી છે અને તેણીએ તે જ સમયે= જ્યારે વિમર્શ અને પ્રકર્ષે રાજગૃહમાં પ્રવેશ્યા તે જ સમયે, પુત્રને જન્મ આપ્યો. હવે તે જન્મેલા માત્ર રાજપુત્રમાં સૂર્યતા ઉદયમાં વિકસિત કમળની જેમ, અંધકાર રહિત આકાશતલની જેમ, સુંદરજનના નિદ્રા રહિત નેત્રયુગલની જેમ, પોતાના ધર્મકાર્યના વ્યાપારમાં પરાયણ ભુવનની જેમ તે રાજભવન શોભવા માટે પ્રવૃત્ત થયું. કેવી રીતે ? એથી કહે છે – મણિતા પ્રદીપતા સમૂહો રચાયા. મંગલદર્પણમાલા વિસ્તારિત કરાઈ. ભૂતિરક્ષા વિધાનો સંપાદન કરાયા. ગૌર સિદ્ધાર્થકો વડે નંદાવર્ત શત પત્રલેખો