________________
૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ એ વ્યતિકરથી, મહામોહ આદિથી પરિકરિત તે મકરધ્વજના પ્રતાપથી આ લોકો=રાજા અને અન્ય લોકો, આ રીતે વિચેષ્ટા કરે છે અર્થાત્ મકરધ્વજ દ્વારા પોતે જિતાયા છે તેવું જાણતા નહીં હોવાને કારણે અત્યંત ક્લેશકારી એવી પણ તે ચેષ્ટા તેઓને સુખરૂપ જણાય છે માટે આ રીતે વિપરીત ચેષ્ટા કરે છે. પ્રકર્ષ વડે કહેવાયું. હમણાં તે મકરધ્વજ ક્યાં વર્તે છે? વિમર્શ કહે છે – ખરેખર પરિવાર સહિત આ=કામ, સન્નિહિત જ છે. તે આ લોકોને આ પ્રમાણે નચાવે છે. પ્રકર્ષ કહે છે – હે મામા ! તો તે કામ, કેમ ઉપલબ્ધ થતો નથી ? વિમર્શ વડે કહેવાયું – ખરેખર મારા વડે તને પૂર્વમાં નિવેદિત કરાયું જ છે. શું નિવેદિત કરાયું છે ? તે સ્પષ્ટ કરે છે – આ અંતરંગ લોકો અંતર્ધાન કરવા માટે જાણે છે, પરપુરુષના પ્રવેશને આચરે છે. તેથી આ લોકોના શરીરમાં અનુપ્રવિષ્ટ એવા અંતરંગ લોકો પોતાના વિજયથી હર્ષિત થયેલા=સંસારી જીવોની ચિત્તવૃત્તિરૂપી અટવી ઉપર ચારિત્રના સૈન્યને જીતીને પોતે કબજો પ્રાપ્ત કર્યો છે એ રૂપ તિજવીર્યથી હર્ષિત થયેલા, તેઓ મકરધ્વજ આદિ, હે ભદ્ર ! પ્રકર્ષ ! આ પ્રેક્ષણકને જુએ છે. પ્રકર્ષ કહે છે – હે મામા ! તો કેવી રીતે આવા પ્રકારના પણ રહેલા તેઓને પરપુરુષમાં પ્રવેશ પામીને અંતર્ધાનરૂપે રહેતા પણ તેઓને, તમે=વિમર્શ, સાક્ષાત્ કરો છો ? વિમર્શ વડે કહેવાયું – વિમલાલોક નામનું યોગઅંજન મારી પાસે છે. તેના બલથીeતે અંજનના બલથી, અંતર્ધાનરૂપે રહેલા કામદેવ આદિને હું જોઉં છું. પ્રકર્ષ વડે કહેવાયું – તે અંજનના દાત વડે મને પણ અનુગ્રહ કરાવો. જેથી હું પણ=પ્રકર્ષ પણ, તેઓને=મકરધ્વજ આદિવે, અવલોકન કરું. તેથી વિમર્શ વડે તે યોગ અંજનથી પ્રકર્ષના લોચતયુગલને અંજન કરાયું. અને કહેવાયું – હે વત્સ પ્રકર્ષ ! હમણાં નિજહદયોને તું જો. પ્રકર્ષ વડે જોવાયા. તેથી સહર્ષ આના વડે=પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! મને પણ હમણાં કરાયેલા રાજ્યાભિષેકવાળો મહામોહાદિથી પરિકરિત મકરધ્વજ દેખાય છે. શ્લોક :
તથાદિएष सिंहासनस्थोऽपि, जनमेनं धनुर्धरः ।
आकृष्याकृष्य निर्भिन्ते, आकर्णान्तं शिलीमुखैः ।।१।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – સિંહાસનમાં રહેલો પણ ધનુર્ધર એવો આ મકરધ્વજ, બાણો વડે કાનના અંત સુધી ખેંચી ખેંચીને આ જનને=આ લોકને, મારે છે. III બ્લોક :
तैर्विद्धं विह्वलं दृष्ट्वा, ततो लोकं सराजकम् । प्रहारजर्जरं चेत्थं, विकारकरणाकुलम् ।।२।।